એકદમ સરળ વ્યાયામથી મેળવો વધારે પડતી ચરબીથી છુટકારો ..

રોજની ભાગદોડ ભરી જિંદગીમાં ઘણીવાર આપણે આપણા સ્વાસ્થ્ય ને નજરઅંદાજ કરી દઈએ છીએ. એવા માં જરૂરી છે કે પોતાના માટે સમય નીકાળી થોડો સમય તમારા સ્વાસ્થ્ય પર ખર્ચ કરવો. આજે અમે તમને થોડા એવા આસન વ્યાયામ વિશે જણાવીશું, જે ના ફક્ત તમને તંદુરસ્ત રાખશે, પરંતુ માંસ પેશીયોને પુષ્ટ રાખવાની સાથે ફેટ ઓછું કરવામાં મદદ કરે છે.

જો તમે પગની વધારે પડતી ચરબીથી પરેશાન છો તો અમુક સરળ વ્યાયામ કરવાથી તેનાથી છુટકારો મેળવી શકાય છે.

લૈગ રાઈજ

જમીન પર જમણી બાજુ સૂઈ જાઓ અને જમણા હાથની મદદથી માથું ઊંચું કરો. પગ ને એકની ઉપર એક સીધા રાખો.  ડાબા હાથથી ડાબા પગને વાળતી વખતે જમણા પગની સામે રાખો અને તેને પકડી રાખો. હવે જમણો પગ ક્ષમતા મુજબ ઉપરની બાજુ ઉઠાવી અને નીચે લાવો. આ પ્રક્રિયા ડાબી બાજુ પણ અપનાવો. બંને બાજુ આ પ્રક્રિયા લગભગ ૧૦-૨૦ વાર કરો.

લૈગ સ્વિંગ

સૌથી પહેલા તો સીધા ઉભા રહી જાઓ. બંને પગને પાસે પાસે રાખો. હવે જમણો પગ જમણી બાજુ ઉપરની બાજુ ઉઠાવો, તેને ત્યાં સુધી ઉઠાવો કે તે જમીનની સમાંતર થઈ જાય. જો આ દરમ્યાન સંતુલન બનાવવા માં મુશ્કેલી થઈ રહી હોઈ તો સોફા અથવા મેજ નો સહારો લઈ શકો છો. પગ ઉપરની બાજુ લઈ જતી વખતે વાળવો નહી. આ જ પ્રક્રિયા ડાબી બાજુ સાથે કરવી. તેને પહેલા ૧૦-૧૦ વાર કરવી અને ત્યારબાદ ક્ષમતા મુજબ વધારી પણ શકો.

સુમો સ્ક્વાટ

સીધા ઉભા રહો અને બંને પગને ફોટામાં બતાવ્યા મુજબ ખભાથી થોડી વધુ દુરી સુધી ફેલાઓ. બંને હાથને મેળવી મુઠ્ઠી વાળો અને છાતી સમક્ષ લાવો. ગરદન સીધી રાખી ગોઠણને પહોળાઈમાં થોડા વાળી નીચે નમી જાઓ. નીચે નમતા અડધું બેસવાની કોશિશ કરો. નીચે બેસતી વખતે વજન એડીઓ પર રાખવો. થોડા સમય સુધી આ અવસ્થમાં રહેવું અને પગની આ જ અવસ્થામાં ઉભા થઈ જવું. આ પ્રક્રિયા ને ઘણીવાર દોહરાવવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment