મોડી રાત સુધી મૂવીઝ જોવું, કલાકો કમ્પ્યુટરની સામે આંખ રાખીને કામ કરતા રહેવું, મોડી રાત સુધી જાગવું, જેનું પરિણામ તમારી આંખના નીચે કાળા કુંડાળાના રૂપમાં ઉભરીને સામે આવે છે. સફેદ વાળ કે ચહેરાની કરચલીઓથી ઘણું વધારે આંખ નીચેના કાળા કુંડાળા તમારી વધતી ઉંમરનો પરિચય આપે છે. જો તમે કાળા કુંડાળાથી પરેશાન છો, અમે તમને એવા કેટલાક નુસખા જણાવીશું જેનાથી તમે ઘરે બેઠા આ કાળા કુંડાળાથી છુટકારો મેળવી શકો છો.
ટી બેગ:
ફીજમાં અડધો કલાક રાખવામાં આવેલા બે બ્લેક કે ગ્રીન ટી બેગનો ઉપયોગ કરો. તેને બન્ને આંખ પર રાખો અને ૧૦-૧૫ મિનીટ સુધી રહેવા દો. તેના પછી તેને દૂર કરો અને તમારું મોંઢુ ધોઈ લો આ પ્રક્રિયાને કેટલાક અઠવાડિયા સુધી બે વખત કરો.
ઠંડક:
ઠંડા પાણી કે દૂધમાં ભીનું કરેલું સાફ કપડું લો અને થોડી મિનીટો માટે તેને પોતાની પાંપળોની પાસે રાખો. મુલાયમ કપડામાં બરફનો ટુકડો લો અને કેટલીક મિનીટો સુધી તેને પોતાની આંખ પાસે રાખો.
ફુદીનો:
ફુદીનાના પત્તાને હાથથી પીસી લો, ફુદીનાના પત્તામાં લીંબુનો રસ મેળવો. તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે લગાવો. તેના પછી ધોઈ લો, તેને દરરોજ બે વખત કરો
મલાઈ:
બે ચમચી મલાઇ અને એક ચોથાઇ ચમચી હળદર મેળવો, તેને કાળા કુંડાળા પર લગાવો. તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે રહેવા દો, પછીથી તેને હુંફાળા પાણીથી ધોઈ લો.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI