આજકાલ લોકોને ઘરની ખાણીપીણી કરતાં બહારની ખાણી પીણી વધુ પસંદ આવે છે, અને તેના જ કારણે લોકોને પેટમાં ગેસ થઈ જવો એક સામાન્ય બાબત છે. અને તેને આપણે નજર અંદાજ પણ કરી શકતા નથી, અને જો આપણે તેને નજર અંદાજ કરીએ છીએ તો તે આપણી ઘણી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આમ જે કોઈ પણ દર્દીને ગેસ થઈ જતો હોય છે તેમને ઘણી બધી તકલીફ પણ થતી હોય છે અને તેમાં સૌથી મોટી તકલીફ એ છે કે તે ગેસ વધતો જાય છે. આપણે દરેક વ્યક્તિ ક્યારેક ક્યારેક ગેસની સમસ્યાથી જરૂર પસાર થયા હશે અને તમને તેનો અહેસાસ પણ હશે કે આ નાની તકલીફ ઘણી મોટી પરેશાની માં મૂકી શકે છે.
એસીડીટીનું પણ કંઈક એવું જ છે તે ગમે ત્યારે આપણને થઈ જાય છે. અને તેના ઘણા બધા કારણો પણ હોય છે જેમાં સૌથી સામાન્ય કારણ છે ભોજન ની વચ્ચે લાંબો સમય રાખવો, અથવા તો વધુ મસાલેદાર ભોજન નું સેવન કરવું, અને નિયમિત રૂપે ચા તથા કોફી પીવી. ખોટું ભોજન કરવું આ સમસ્યાને ટ્રિગર કરવાનું કામ કરે છે અને તેમાં પણ કંઈક એવા ખાદ્ય પદાર્થ હોય છે જે આપણી રસોઈમાં આસાનીથી મળી જ શકે છે, તેનું સેવન કરવાથી તૈયારીમાં જ એસિડિટી માંથી છુટકારો મળી શકે છે. અહીં જાણો એસીડીટી થી બચવાના ઘરેલુ ઉપાય વિશે.
સૌપ્રથમ જાણીશું એસીડીટી શું છે?
આપણે જે કંઈ પણ ભોજન કરીએ છીએ તે અન્ન પ્રણાલીના માધ્યમથી આપણા પેટમાં જાય છે, અને આપણા અમાશયમાં પાચન ક્રિયા માટે ગેસ્ટ્રીક ગ્રંથિમાં એસિડ બનાવે છે, આમ જ્યારે ગેસ્ટ્રીક ગ્રંથિ પાચન પ્રક્રિયા માટે જરૂરથી વધુ એસિડ બનાવે છે ત્યારે તમે છાતીના હાડકાની નીચે બળતરા નો અનુભવ કરી શકો છો, અને આવી પરિસ્થિતિને તેને એસિડિટીના રૂપે જાણવામાં આવે છે.
ઘરેલુ ઉપચારથી ભગાડો એસિડિટી
અહીં જણાવેલી દરેક વસ્તુઓ તમારા માટેબોલિઝમને વધારે છે. અને તમારો ભોજન પચાવવાની શક્તિને પણ વધારે છે. આજે અમે તમને ઘરે જ એક એવું ગેસ્ટ્રીક ડ્રીંક બનાવતા શીખવાડીશું. જેને પીધા પછી તમારા પેટને ખૂબ જ રાહત મળશે ચાલો જાણીએ તેને બનાવવાની રીત.
ડ્રિન્ક બનાવવા માટે જરૂરી સામગ્રી
- ½ ટીસ્પૂન જીરું પાવડર
- ½ તજ પાવડર
- 1 ઇંચ આદુનો ટુકડો
- 1 ગ્લાસ પાણી
નોંધ: અહીં આપેલી વસ્તુઓ માત્ર એક ગ્લાસ ડ્રિન્ક બનાવવા માટે છે તમે તેને તમારા હિસાબથી વધારી અથવા ઘટાડી શકો છો.
કઈ રીતે બનાવવું
- એક તપેલીમાં પાણી લો અને તેમાં વાટેલા આદુના ટુકડા નાખો.
- ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરૂ અને તજ પાઉડર નાખો.
- હવે તેને ગેસ ઉપર ધીમી આંચ ઉપર પાંચ થી સાત મિનિટ સુધી ઉકાળો.
- સ્વાદ માટે તમે તેમાં ગોળ પણ નાખી શકો છો.
- હવે તેને ગેસ પરથી નીચે ઉતારો અને થોડું ઠંડુ થવા દો.
- યાદ રાખો કે આ ડ્રિન્કને બિલકુલ ઠંડુ ન થવા દો પરંતુ સામાન્ય ગરમ જ રહેવા દો.
- ત્યારબાદ તમે તેને ગાળો તમારું ગેસ્ટ્રીક ડ્રિન્ક તૈયાર છે.
- પેટના સારા બેક્ટેરિયાને વધારે છે તજ
તજ જે ખાસ કરીને બિરયાની તથા કરીમાં ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે પહોંચા ને કારણે થતી તકલીફને દૂર કરવામાં મદદ કરે છે, અને તેવું એટલા માટે કારણ કે તેમાં પ્રોબાયોટિક ગુણ જોવા મળે છે. જે સારા બેક્ટેરિયાનો વિકાસ કરવા માટે મદદરૂપ થાય છે. તથા રોગી બેક્ટેરિયાના વિકાસને દબાવવા માટે પણ મદદ કરે છે. તેથી જ તમારા આહારમાં નિયમિત રૂપે તો જ ને સામેલ કરવાથી આંતરડાના સ્વાસ્થ્ય અને યોગ્ય બનાવવા માટે મદદ મળી શકે છે.
ગેસમાં કરો જીરાનું સેવન
આયુર્વેદ અનુસાર જીરું એક એવો મસાલો છે જે પાચન રસને ઉત્તેજિત કરે છે અને સંભવિત રૂપે પાચનને તીવ્ર કરે છે તેની સાથે જ તે એસિડિટી અને અપચાર જેવી પેટની સમસ્યાને પણ દૂર રાખવાનું કામ કરે છે તદુપરાંત જીરુ લીવર માંથી પિત્તને વધુ માત્રામાં બહાર કાઢવામાં પણ મદદ કરે છે. પિત્ત તમારા આંતરડામાં ચરબી અને વધુ પોષક તત્વોને પચાવવામાં મદદ કરે છે.
આદુના અગણિત લાભ
ઘણા બધા અધ્યાયનોમાં પાચન ક્રિયા દરમિયાન આંતરડાના માર્ગમાં બનતી ગેસ ઉપર આદુનો પ્રભાવ ની તપાસ કરવામાં આવી અને અમુક શોધ જણાવે છે કે આદુમાં ઉપસ્થિત એન્જાઈન શરીરમાં ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team