હવે ઘરે જ મેળવો પાર્લર જેવો નિખાર, હળદરનો ઉઠાવો પૂરો લાભ

હળદર કેટલી ફાયદાકારક છે આ વાત આપણે બધા જાણીએ જ છીએ. પ્રાચીનકાલથી જ અલગ અલગ ઔષધીયો માં હળદરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણી મહિલાઓ સુંદર દેખાવા અને કુદરતી ગ્લો મેળવવા માટે મુલ્તાની મીટ્ટી સાથે હળદર મિક્સ કરે છે અને તેના ચહેરા પર લગાવે છે. શું તમે જાણો છો કે હળદર થી ઘર પર ગોલ્ડ ફેશિયલ તૈયાર કરી શકાય છે, જે તમે જાતે સરળતાથી કરી શકો છો અને બેદાગ ત્વચા મેળવી શકો છો.

image source

કેવી રીતે બનાવવું હળદર ગોલ્ડ ફેશિયલ

image source

પહેલું સ્ટેપ

  • ફેશીયલના પહેલા સ્ટેપ માટે ક્લીનજર તૈયાર કરો, જેના માટે તમારે 2 ચમસી કાચું દૂધ લેવું પડશે અને તેમાં ચુટકીભર હળદર મિક્સ કરો.
  • હવે તૈયાર થયેલા ક્લીનજરમાં રૂ ને પલાળી તેનાથી તમારા ચેહરાને સાફ કરો.

image source

બીજું સ્ટેપ

  • તમે ચહેરા માટે સ્ક્રબ તૈયાર કરો જેના માટે તમારે 1 ચમચી સોજી, થોડી હળદર, મધ અને થોડા ટીપાં કાચા દૂધની જરૂર પડશે. જો તમે ઇચ્છતા હોવ તો તમે દૂધને બદલે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો.
  • હવે આ સ્કબને તમારા ચેહરા પર લગાવી હળવા હાથેથી મસાજ કરો. ત્યારબાદ, એક ટુવાલને ગરમ પાણીમાં પલાળી અને વરાળ આપો અને આ ટુવાલથી જ તમારા ચહેરાને સાફ કરો.

image source

ત્રીજું સ્ટેપ

  • ચહેરાની મસાજ કરવા માટે, એકદમ કુદરતી ક્રીમ બનાવો, જેના માટે ઘરે બનેલું દહીં લો, થોડી હળદર, બદામના તેલના થોડા ટીપાં ઉમેરો.
  • આ ત્રણેય વસ્તુને એક સાથે મિક્સ કરી ક્રીમી ટેક્સચર આપો. આ ક્રીમને ચહેરા પર લગાવી માલિશ કરો.
  • લગભગ 4 થી 5 મિનીટ માટે ચેહરાની મસાજ કરો. ત્યારબાદ નોર્મલ પાણીથી ચેહરાને ધોઈ લો.

image source

ફેસ માસ્ક બનાવવા માટે

  • તેને બનાવવા માટે અડધી ચમસી બેસન લો, તેમાં હળદર, મધ અને જરા એવું દૂધ નાખો.આ બધી વસ્તુને સારી રીતે મેળવો.
  • હવે આ પેકને 15 મિનીટ સુધી તમારા ચેહરા પર લગાવી છોડી દો. ત્યારબાદ સાદા પાણીથી મોઢું ધોઈ લો.
  • સાદા પાણીથી ધોયા પછી, ચહેરા પર ટોનર લગાવો. ત્યારપછી, તમે લગાવો છો તે કોઈપણ મોઇશ્ચરાઇઝર અથવા ક્રીમ લગાવો.

image source

ધ્યાનમાં રાખવાવાળી વાત

  • હળદરનું પેક અથવા ફેશિયલ કર્યા બાદ ધૂપમાં ના નીકળવું.
  • સારું રહેશે કે તમે ગોલ્ડ ફેશિયલ રાત્રીના સમયે લગાવો. ઘરે બનાવેલી હળદરનો જ ઉપયોગ કરો, બજારમાં મળેલી હળદરનો ઉપયોગ ન કરો કેમ કે તેમાં ફૂડ કલર મેળવેલો હોઈ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment