ગાર્લિક બ્રેડ તો આપણે સૌએ ખાધી જ છે. પરંતુ આ એવી જ એક ગાર્લિકની રેસિપી છે જે તમને ભાવશે તો ખરાં જ. સાથે જ તમારાં ફેવરિટ લિસ્ટમાં સામેલ થઇ જશે. નાની-મોટી પાર્ટી કે ફંક્શનમાં બટર ચીકન કે પનીર મસાલા સાથે તેને ખાઇ શકો છો.
ગાર્લિક નાન બનાવવાની સામગ્રી
- દહીં: 4 ટી.સ્પૂ.
- મેંદો લોટ: 2 કપ
- મીઠું: સ્વાદાનુસાર
- બટર: 4 ટી.સ્પૂ.
- મેલ્ટેડ બટર: 2 ટી.સ્પૂ
- બેકિંગ પાઉડર: 2 ટી.સ્પૂ.
- ગાર્લિક પેસ્ટ: 2 ટી.સ્પૂ.
- કોથમીર: 2 ટે.સ્પુન
બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં લોટ(મેંદો) લઇ તેમાં મીઠું અને બેકિંગ પાઉડર ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો.
ત્યારબાદ તેમાં મેલ્ટેડ બટર, દહીં, ગાર્લિક પેસ્ટ, કોથમીર અને પાણી ઉમેરો.
પછી લોટને બરાબર મિક્સ કરી તેને થીક કરો અને કણક બાંધો. તેને 30 મિનિટ માટે છોડી દો.
હવે તેમાંથી નાના-નાના બોલ્સ બનાવો અને તેને મનગમતા આકારમાં ફેરવો. ટોપ પર બ્રશ વડે પાણી ફેરવો.
ત્યારબાદ હવે તવાને ગરમ કરી તેને મધ્યમ આંચ પર રાખો. નાનને તેના પર પાથરી શેકો. બંને બાજુએ બરાબર શેકવી જેથી તેમાં કચાશ ન રહે.
નાન બરાબર શેકાઇ જાય એટલે તેનાં ટોપ પર બટર સ્પ્રેડ કરો અને કોથમીર પાથરો. નાનને ગરમાગરમ સર્વ કરો
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Aditi V Nandargi