પ્લાસ્ટિક માનવ જીવનનો હિસ્સો બની ગયું છે આપણે દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા થયા છીએ કારણ કે પ્લાસ્ટિકને એટલી પોપ્યુલારીટી મળી છે કે કોઇપણ વસ્તુમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્લાસ્ટિકના પણ ઘણા પ્રકાર છે. જેમ કે, તમે પોલીથીન બેગ, પાણીની બોટલ, પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓ વગેરે અલગ-અલગ પ્લાસ્ટિકના પ્રકારો છે. પણ અગત્યની વાત એ છે કે, પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવું સહેલું છે પણ પ્લાસ્ટિકને સદંતર નાશ કરવું અધરું છે.
રોજબરોજની જિંદગીમાં પેકિંગ થી લઈને ફૂડ પેકેટ સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે. આ પ્લાસ્ટિક એવું છે જેનું વિલીનીકરણ થતું નથી અને પૃથ્વી પર કચરામાં વધારો કરે છે. સળગાવવાથી પણ પ્રદુષણ થાય છે એટલે એ ઓપ્શન પણ નકામો સાબિત થાય છે.
ઘણા ગરીબ અને આર્થિક રીતે નબળા લોકો પ્લાસ્ટિક ભેગું કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. એ લોકોને આસાનીથી જમવાનું મળી શકે એવા ઉદ્દેશથી હોટેલ જેવો ગાર્બેજ પ્લાન બનાવવામાં તૈયાર કરવામાં આવશે. જે વ્યક્તિ પ્લાસ્ટિક એકઠું કરીને લાવે તેને વળતર રૂપે જમવાનું આપવમાં આવશે.
બે ટાઈમનું જમવાનું જોઈતું હોય તો બે ટાઈમ પ્લાસ્ટિક ભેગું કરીને લઇ આવવું પડશે. અને જરૂરિયાતમંદ લોકોને તેની મહેનતના વળતરરૂપે જમવાની સારામાં સારી વ્યવસ્થા મળી રહે એ માટેની આ પહેલ છે. બેધર કે ઓછી કમાણી કરનારા લોકો માટે આ એક સારો ઓપ્શન છે કે જેમાં મહેનતના અર્થમાં ગાર્બેજમાં જમવાનું મળી રહે.
છતીસગઢમાં આ ગાર્બેજ ખોલવામાં આવશે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ગરીબ ઘરના લોકોને આ સુવિધા મળી રહે એ માટે કાર્ય કરશે. એક કિલો પ્લાસ્ટિક કચરો લાવે તેને ફૂલ થાળી આપવામાં આવશે. ૫૦૦ ગ્રામ કચરો લાવે તેને નાસ્તો આપવામાં આવશે.
આ ઓફર માટે સરકારી મદદ પણ મળી છે અને ગાર્બેજ બજેટ માટે ૫ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કચરો વીણતા લોકોને આ યોજના અંતર્ગત જોડી દેવામાં આવશે અને તેને પણ સારું જમવાનું મળે એવી વ્યવસ્થા કરવામાં આવશે.
આ યોજનામાંથી બધાને શીખવા જેવું છે કે, આપણે પણ શહેરમાં આવી કોઈ યોજના બનાવીને લોકોને મદદ કરવી જોઈએ અને સાથે પ્લાસ્ટિકના કચરાને સાફ કરીને ગામ કે શહેરને સાફ-સુથરું બનાવવું જોઈએ. “મેરા ભારત મહાન…”
અવનવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અહીં તમને દરરોજ નવી માહિતી જાણવા મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel