ગણેશજીના આ સરળ ઉપાય દ્વારા બુધવારના દિવસ થઇ શકો છો માલામાલ, જીવન ચમકી જશે…

જીવનની ભાગદોડમાં અઠવાડિયું ક્યાં નીકળી જાય છે એ ખબર રહેતી નથી ત્યારે ધર્મ-કર્મમાં પણ થોડો સમય વિતાવવો જોઈએ. ભલે આખું અઠવાડિયું સમયની ખેંચતાણના કારણે સેવા-પૂજા-અર્ચના ન થઈ શકે પણ અઠવાડિયાના એક દિવસે તો બે કલાક ઈશ્વર માટે જરૂરથી કાઢવી જોઈએ.

તો ચાલો આજે બુધવાર છે અને આજના દિવસે ભગવાનને ભજવા માટે કાઢેલી બે કલાક તમને સારું ફળ અપાવી શકે છે. બુધવારના દિવસે ગણપતિ બાપાની પૂજા કરવામાં આવે તો સારા ફળ અને કર્મની પ્રાપ્તિ થાય છે.

ગણેશજી રિદ્ધિ-સિદ્ધિના દાતા છે અને દરેક કાર્યને પાર પાડવા માટે ગણપતિ મુખ્ય દેવતા ગણાય છે. તો બુધવારના દિવસે કરેલી ગણપતિ મહારાજની પૂજા વેપાર-ઉદ્યોગમાં પ્રગતિ અને ઘર-પરિવારમાં સુખ પ્રદાન કરે છે.

તો આ લેખને કાયમી સાચવી રાખજો અને આ માહિતીને અન્ય મિત્રો સાથે પણ શેયર કરજો. આ ગણેશજીના આ ઉપાય દ્વારા દરિદ્રતાને પણ દૂર કરી શકાય છે.

જો તમે કોઈ કારણથી કાર્યમાં સફળ થઇ શકતા નથી અથવા ખરાબ સમય ચાલતો હોય એવું મહેસૂસ કરો છો, તો પણ બુધવારના દિવસે ગણપતિ મહારાજને આ રીતે પ્રસન્ન કરી શકો છો.

  • બુધવારના દિવસે ગણેશ મંદિરે દર્શન કરવા જવું. ત્યાં જઈને એક દીવો અને ત્રણ અગરબતી કરીને ગણપતિ મહારાજને મનની ઈચ્છા જણાવવી.
  • બુધવારના દિવસે કોઇપણ ગણેશ મંદિરને સાફ-સફાઈ કરીને ચોખ્ખું કરવામાં આવે તો ગણેશ મહારાજની અપાર મહેર વરસે છે.
  • ગણેશજીને સિંદુર ચડે છે તો બુધવારના દિવસે સિંદુર ચડાવવામાં આવે પણ સારું રહે. સિંદુર ચડાવવાથી લાંબા સમયથી રૂકાવટ આવી હોય એવા કાર્ય જલ્દીથી પાર થઇ જશે.
  • ગણેશ મંદિરે જઈને ગણપતિ મહારાજને અગિયાર બુધવાર સુધી ગોળની પ્રસાદી ધરવી અને મનની ઈચ્છા ગણપતિને જણાવવી.
Tibetan singing bowl with engraved mantra and rudraksa side view on white background 2
  • હેતુ રૂદ્રાક્ષ ધારણ કરીને પણ ગણેશજીને ખુશ કરી શકાય છે.
  • કોઈ વ્યક્તિ ગણપતિને મોદક લાડુની પ્રસાદી ધરીને બાળકોને આ પ્રસાદી વહેંચી દે તો એ અઘરી કસોટીમાંથી પણ પાર થઇ શકે છે.
  • ગાયને મગ, રોટલી અને ગોળ આપીને પછી જ જમવા બેસવું. આવું કરવાથી ગયેલ સમૃદ્ધિ પછી આવી શકે છે અને દેવું જલ્દીથી ઉતરી શકે છે.

બુધવારના દિવસે આ ઉપાયો કરવાથી ગણપતિ મહારાજની કૃપા જરૂરથી તમારા પર વરસશે. કારણ કે ‘ભગવાન કે દર પર દેર હૈ પર અંધેર નહીં…’

ધાર્મિક માહિતી અને વિશ્વની અલગ અલગ માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અહીં તમને દરેક પ્રકારની માહિતી મળતી રહેશે.

#Author : Fakt Gujarati Team

Leave a Comment