મહિલાને માસિકધર્મ ચક્ર નિયમિત ન આવે તો માનસિક તણાવ જેવી સ્થિતિ અનુભવાય છે. સાથે પિરિયડસ જો સાવ બંધ થઇ જાય તો પ્રેગેન્સી તરફ ઈશારો કરે છે એવું લાગે છે પરંતુ પીરીયડસ બંધ થવાના અન્ય પણ કારણો હોઈ શકે. તો આજનો આર્ટીકલ દરેક મહિલાઓ માટે ભરપૂર જાણકારીથી ભરેલ છે તો અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.
- વધુ પડતું ટેન્સન
માણસના સ્વાસ્થ્યનો આધાર તેની માનસિક સ્થિતિ પર પણ હોય છે. એવી રીતે મહિલા વધુ તાણની સ્થિતિમાં રહે તો તેના પીરીયડસ પણ પર અસર પડે છે. દિમાગ પર વધુ તણાવ આવવાથી હોર્મોન્સ પર અસર થાય છે. જેના કારણે પીરીયડ મિસ થવાના ચાન્સ રહે છે.
- શરીરના વજનમાં થતો ફેરફાર
જયારે મહિલાના શરીરનો વજન વઘે કે ઘટે ત્યારે પણ તેની અસર પીરીયડસ પર પડે છે. શરીરમાં થતો કોઇપણ જાતના ફેરફારની અસર તેના માસિકચક્ર પર અવશ્ય પડે છે. હોર્મોન્સ પર પડતા અસરને કારણે પીરીયડસ સાઇકલમાં ફેરફાર થાય છે અથવા વધુ અસર અનુભવાય તો પીરીયડસ બંધ પણ થઇ શકે છે.
- વધુ પડતી દવાઓનું સેવન
જો કોઈ મહિલાને બીમારીની દવા ચાલુ હોય તો તેની સીધી અસર પીરીયડસ પર થાય છે. આ પણ એક એવું કારણ બને છે જેને કારણે પીરીયડસ બંધ થવાનું કારણ બને છે. વધુ પડતી દવાઓની આડઅસર રૂપે પીરીયડસ અનિયમિત અથવા બંધ થવાના કારણ ઉદ્દભવે છે.
- થાઈરોઈડ
આખા શરીરનું મેટાબોલીઝમ થાઈરોઈડને લીધે કંટ્રોલ થતું હોય છે. એવામાં જો થાઈરોઈડની પ્રમાણ વધી જાય તો મેટાબોલીઝમ પર અસર થાય છે. જેને કારણે પીરીયડસ પર અસર થાય છે. થાઈરોઈડની આઉટ ઓફ કંટ્રોલની સ્થિતિમાં મહિલાને પીરીયડસ બંધ થવાની તકલીફ ઉભી થાય છે.
તો ઉપરના મુદાઓનું ખાસ ધ્યાન રાખો જે પીરીયડસ પર અસર કરે છે. તમને આજના આર્ટીકલમાં જાણવા મળ્યું હશે કે પીરીયડસ બંધ થવાનું માત્ર એક પ્રેગનેન્સી જ કારણ નથી. પીરીયડસ પર શરીરની સ્થિતિ વધુ અસર કરે છે. એ સાથે પીરીયડસ ને લગતી તમારી પાસે પણ કોઈ જાણકારી હોય જે અન્ય મહિલા માટે ફાયદાકારક હોય તો કમેન્ટ બોક્ષમાં લખવાનું ભૂલતા નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel