જાણો એક એવા ફળ વિશે જેના બીજની સાથે તે હદય, આંખ અને વજન દરેક માટે ખુબ જ ફાયદાકારક છે

muskmelon-0

મોસમી ફળનું સેવન કરવું તમને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય ફાયદા આપી શકે છે, સારા સ્વાસ્થ્ય માટે દરેક લોકોએ તેનો ભોજનમાં ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ. ફળ ફક્ત તમારા પોષક તત્વોની જરૂરતને પૂરું કરવામાં મદદ કરતું નથી પરંતુ સાથે સાથે તેનાથી ઘણા પ્રકારની બીમારીઓના જોખમને ઓછું કરી શકાય છે. ઘણા ફળોની સાથે તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે ફાયદાકારક માનવામાં આવે છે, શકરટેટી તેવું જ એક મનપસંદ અને સ્વાસ્થ્યવર્ધક ફળ છે.

શકરટેટી મુખ્યરૂપે ઉનાળામાં મળતું ફળ છે. તેમાં થોડો ગળ્યો અને પાણી જેવો સ્વાદ હોય છે, તેને હાઈડ્રેશન માટે ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. શકરટેટીના ફળની સાથે તેના બીજ પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં કાર્બોહાઈડ્રેટ, ડાયટ્રી ફાઈબર, વિટામિન એ, સી, બી અને મેગ્નેશિયમ, મેંગેનીજ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વ જોવા મળે છે જે શરીરને ઘણી રીતે ફાયદો આપી શકે છે.

હાઈડ્રેશન અને ઈમ્યુનીટી માટે ફાયદાકારક

શકરટેટીમાં પાણીની માત્રા વધારે હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. તે શરીરને ઠંડું રાખવાની સાથે ગરમીથી પણ બચાવે છે. આ ઉપરાંત શકરટેટી પ્રતિરક્ષા પ્રણાલીને સારી બનાવવામાં પણ મદદ કરે છે, જેનાથી શરીરને બીમારીઓથી લડવામાં સરળતા રહે છે. તે વિટામિન સી અને વિટામિન એથી ભરપૂર હોય છે જે શરીરમાં શ્વેત રક્ત કોશિકાઓને ઉતેજીત કરી પ્રતિરક્ષાને વધારે છે.

આંખ અને હદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ

શકરટેટી વિટામિન એથી ભરપૂર હોય છે, તેથી તે આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે તમારી દ્રષ્ટિ સુધારવામાં અને મોતિયાને રોકવામાં મદદ કરે છે. અભ્યાસો દર્શાવે છે કે વિટામિન એ વાળા ખોરાકના નિયમિત સેવનથી મોતિયાનું જોખમ 40% સુધી ઘટાડી શકાય છે. આ ઉપરાંત તે પોટેશિયમથી પણ ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

muskmelon

શકરટેટી બીજના ફાયદા

શકરટેટીના ફળની સાથે તેના બીજના પણ ફાયદા છે. શકરટેટીના બીજમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત શકરટેટીના બીજમાં સારી માત્રામાં ફોલેટ જોવા મળે છે જે ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી છે. શકરટેટીના બીજ એવા લોકો માટે વરદાન છે જેઓ ઘણીવાર એસિડ રિફ્લક્સ અથવા પેટની અન્ય સમસ્યાઓથી પીડાય રહ્યા છે.

શકરટેટીની સંભવિત આડઅસરો

શકરટેટીથી આમ તો કોઈ નુકસાન થતું નથી, જો કે કેટલીક પરિસ્થિતિઓમાં તે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. શકરટેટીમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ 72 હોય છે, જે ખૂબ વધારે છે તેથી તે બ્લડ શુગરને ઝડપથી વધારી શકે છે. આ ઉપરાંત કેટલીક વસ્તુઓ સાસાથેથે શકરટેટીનું સેવન કરવાથી ગેસ્ટ્રો ની સમસ્યાઓ જેવી કે કબજિયાત કે અપચોનું જોખમ રહે છે, તેનો બચાવ કરવો જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment