માં એ જ્યાંથી લીધી તાલીમ,૨૭ વર્ષ બાદ ત્યાં જ પહોંચ્યો છોકરો..આ કહાની તમારું દિલ જીતી લેશે.

@DefenceMinIndia

નમસ્કાર મિત્રો આજના રસપ્રદ આર્ટિકલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અવારનવાર સોશિયલ મીડિયા ઉપર એવી કહાનીઓ જોતા હોઈએ છીએ કે જે કહાનીઓ જોઈને કે સાંભળીને આપણને રડવું આવી જતું હોય છે અથવા તો આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ અથવા આપણને ઘણી બધી વખત પ્રેરણા મળતી હોય છે તો આજની પણ આ કંઈક કહાની એવી જ છે આ કહાનીની જો આપણે ચર્ચા કરીએ તો કહાની છે લેડી આર્મી ઓફિસરની કે જે હાલ તો રીટાયર્ડ થઈ ચૂક્યા છે પણ 27 વર્ષ બાદ તેમનો છોકરો પણ તે પોસ્ટ ઉપર આવે છે જે કહાની વિશે સાંભળીને તમારું હૈયું ગર્વ થી ભૂલી જશે તો ચાલો તેની વિશે વિસ્તૃત ચર્ચા કરીએ.

મિત્રો સ્મિતા ચતુર્વેદી એક રિટાયર્ડ લેડી આર્મી ઓફિસર છે જેઓએ 27 વર્ષ પહેલા જ્યાંથી પોતાની આર્મી જોઈન કરી હતી અને જ્યાંથી તેઓ ગ્રેજ્યુએટ થયા હતા એટલે કે જેમણે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું ત્યાંથી જ 27 વર્ષ બાદ તેમના પુત્ર એ શિક્ષણ પૂરું કર્યું છે અને તેઓએ પણ આર્મી જોઈન્ટ કરી છે જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.

માં ની જેમ છોકરાએ પણ ઇન્ડિયન આર્મી કરી જોઈન

સોશિયલ મીડિયા ઉપર આજે ફોટો હતો તે ચેન્નાઈના જન સંપર્ક અધિકારી દ્વારા શેર કરવામાં આવ્યો હતો. અને આ એક એવો ઐતિહાસિક ફોટો હતો કે જે દરેક લોકોની આંખોમાં વસી ગયો અને આ પોસ્ટ મૂક્યા બાદ લોકો આ પોસ્ટની તારીખ કરતા એટલે કે વખાણ કરતા પણ થાકતા નથી. છેલ્લે સ્મિતા ચતુર્વેદીએ 1995 માં પોતાનું આ શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને આર્મીને જોઈન્ટ કરી હતી અને ત્યારે પણ આ જ પ્રકારે તેમણે કાર્ય કર્યું હતું અને આ જ કાર્ય તેઓ 27 વર્ષ બાદ પોતાના પુત્રને કરતા જોઈ રહ્યા છે ત્યારે તેઓની છાતી ગર્વથી ફૂલી ગઈ છે. પોતે જીવનમાં કરેલું મોટું કામ જ્યારે આપણું પણ બાળક કરતું હોય ત્યારે જે ખુશી મળે છે તે શબ્દોમાં નથી વર્ણવી શકાતી. અને એટલે જ લોકો પણ તેમની વાહ – વાહી કરતા થાકતા નથી.

મેજર સ્મિતા ચતુર્વેદી એ યાદ કર્યા જૂના દિવસો :

આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વધુમાં મેજર સ્મિતા ચતુર્વેદી જણાવે છે અને તેઓ પોતાના જુનાપુરાના દિવસો યાદ કરે છે અને કહે છે કે અમારા જમાના ની જે પેઢી હતી તે કઈક અલગ હતી રૂઢિગત હતી પણ હાલના જમાના ની જે પેટી છે તે ખૂબ જ એડવાન્સ છે તેઓને આપણી કરતા વધારે સમજણ છે અને તેઓ ખૂબ જ શ્રેષ્ઠ રીતે આ કાર્ય કરી શકે છે અને જો આજની જે પેઢી છે તે જો આ કાર્યમાં જોડાય છે તે વધુ શ્રેષ્ઠ રીતે કંઈક દેશને યોગદાન આપી શકશે તેવું મેજર ચતુર્વેદીનું કહેવું છે.

27 વર્ષ પહેલા જ્યાં આર્મી ઓફિસર તરીકે જોઈન કર્યું હતું અને જ્યાંથી શિક્ષણ લીધું હતું તે જ જગ્યાએ 27 વર્ષ બાદ પોતાના પુત્રને જુઓ એક મોટી વાત છે અને જેનાથી એ સપનું આજે સ્મિતા ચતુર્વેદીનું પૂરું થઈ રહ્યું હોય તેવું કહી શકાય.

મિત્રો આશા છે તમને અમારો આ રસપ્રદ આર્ટીકલ પસંદ આવ્યો હશે અને જો તમને અમારો આ રસપ્રદ આર્ટીકલ પસંદ આવ્યો છે તો તમારો કીમતી પ્રતિભાવ આપવાનું બિલકુલ પણ ન ચૂકતા અને હા જો તમે અમારો આ આર્ટીકલ અહીં સુધી વાંચ્યો છે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. અમારી આ કહાની વાંચ્યા બાદ તમારો અમારી પ્રત્યે શું પ્રતિભાવ છે તે પણ અમને કમેન્ટમાં ચોક્કસ જણાવજો..

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “માં એ જ્યાંથી લીધી તાલીમ,૨૭ વર્ષ બાદ ત્યાં જ પહોંચ્યો છોકરો..આ કહાની તમારું દિલ જીતી લેશે.”

Leave a Comment