
ઘરમાં સૌથી સરળતાથી મળતી વસ્તુ છે બેસન. દરેકના ઘરે બેસન જરૂરથી હોઈ છે. તે ખાવાનું બનાવવામાં જ નહી પરંતુ ઘણી વસ્તુઓ માં ઉપયોગમાં લઈ શકાય છે. આજે અમે તમને જણાવીશું કે બેસનનો ફાયદો તમે કેવી રીતે ઉઠાવી શકો છો, પહેલા તો અમે જણાવીશું કે સીમિત માત્રામાં જ બેસનનો ઉપયોગ કરવો એ શરીર માટે સારું રહે છે. આવો જાણીએ તેના અમુક ફાયદાઓ વિષે…

પિમ્પલ દુર કરે છે
બેસનમાં જીન્કની માત્રા ઘણી વધુ હોઈ છે માટે તે ઇન્ફેકશનથી લડવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે જો સ્કીન ઇન્ફેકશન જેવા ખીલ વગેરે થઈ રહ્યા હોઈ તો તે ઠીક કરી દે છે. બેસન,હળદર અને અડધી ચમસી લીંબુનો રસ અને મધ મેળવી તેને ચેહરા પર લગાવો અને 10 મીનીટમાં ધોઈ લો.

ટેનિંગ દુર કરે છે
આ એક દેસી નુસખો છે. તમે 4 ચમસી બેસનમાં ૧-૧ ચમસી લીંબુનો રસ અને દહીં મેળવો. તેમાં એક ચપટી બેકિંગ સોડા નાખી પેસ્ટ બનાવી અને ચેહરા પર અને હાથ પર લગાવો. જે જગ્યા પર ટેનિંગ હોઈ ત્યાં લગાવી લો અને ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી જલ્દી ફર્ક પડશે.
મૃત ત્વચા દુર કરે છે

બેસન મૃત ત્વચા દુર કરે છે. 3 ચમસી બેસનને 1 ચમસી પીસેલા ઓટ્સ અને 2 ચમસી ચોખાના લોટમાં મેળવો. તેમાં કાચું દૂધ નાખી અને તમારી બોડી પર સ્ક્રબ કરો. આ એક ખુબ જ સારી રીત છે. અઠવાડિયા માં એકવાર જરૂરથી કરવું.
તૈલીય ત્વચા દુર કરે છે

જો તમારી ત્વચા તૈલીય છે તો બેસન ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે. તેને કાચા દૂધ અથવા દહીં સાથે મેળવી ચેહરા પર લગાવવું. 20 મિનીટ સુધી તેને રાખી ઠંડા પાણીથી ધોઈ લો.
વાળની વૃદ્ધી માટે છે ઉપયોગી

બેસનમાં પ્રોટીન હોઈ છે, જે વાળ માટે ખુબ જ ઉપયોગી છે. તમે બેસનને બદામ પાઉડર, દહીં, ઓલીવ ઓઇલને મેળવી એક સ્મૂથ પેસ્ટ બનાવો અને તેને દ્રાઈ અને ડેમેજ વાળમાં લગાવી લો. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. તેને અઠવાડિયામાં બે વાર કરો.
ખોડો દુર કરે છે

6 ચમસી બેસનમાં થોડું લીંબુ નાખી અને પાણી મેળવી જો ભીના વાળમાં લગાવવામાં આવે તો તે ખુબ જ મદદગાર સાબિત થઈ શકે છે. તેને 10 મિનીટ સુધી તમારા વાળમાં લગાવી રાખો. અને ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ નાખો.
કોલેસ્ટ્રોલ દુર કરવામાં કરે છે મદદ

બેસન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. એક રિચર્ચ મુજબ જે લોકો તેની ડાયેટમાં બેસનના લોટને તેની ડાએટનો હિસ્સો બનાવે તેને કોલેસ્ટ્રોલનો સામનો ઓછો કરવો પડે છે.
ડાયાબીટીસને ઓછું કરવામાં મદદ કરે છે

એક રીપોર્ટ મુજબ બેસનનું GI મૂલ્ય 10 છે જે ખૂબ ઓછી સંખ્યા છે અને તેનાથી શરીરને ફાયદો થાય છે. તેનું ફાયબર શરીરમાં રહેલા બ્લડ શુગરને એબ્જોર્જ કરે છે અને તે ડાયાબીટીસને રોકવામાં મદદ કરે છે. આ રીતે, બેસનના લોટને ફક્ત સામાન્ય ખોરાક ન માનશો. તેને તમારા ચહેરા, ત્વચા અને વાળ માટે પણ ઉપયોગ કરી શકો છો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team