ચાલો જાણીએ ઘરમાં માટીના વાસણો રાખવા વાસ્તુ શાસ્ત્ર મુજબ કેમ શુભ છે અને કઈ રીતે સામાન રાખવો જોઈએ.
માટીના વાસણોનું ચલણ પ્રાચીન કાળથી આપણી પરંપરાનો એક હિસ્સો રહ્યો છે. ક્યારેક માટીના ઘડામાં પાણી પીવું, તો કયારેક માટીના વાસણમાં દીવા પ્રગટાવવા હંમેશા શુભ માનવામાં આવે છે. જો વાસ્તુ અને જ્યોતિષની વાત કરવામાં આવે તો આ પ્રકારના વાસણો આપણા ઘરમાં સકારાત્મકતા ને આકર્ષિત તો કરે જ છે સાથેજ, સ્વાસ્થ્યને લગતા પણ તેના ઘણા ફાયદા છે. પ્રાચીન કાળની વાત કરવામાં આવે તો પેહલાના સમયમાં ઘરોમાં માટીના જ વાસણોનું ચલણ હતું, માટીના વાસણથી લઈને ઘરની સજાવટ સુધી, માટીના વાસણમાં ખોરાક રાંધવાનું જ નહીં પરંતુ ઘર પણ પ્રાચીન સમયમાં માટીના બનાવવામાં આવતા હતા જે શુદ્ધતાને દર્શાવે છે.
ભલે આજે સમયચક્ર બદલાઈ ગયું હોય પરંતુ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર હજુ પણ માટીના વાસણોના ફાયદા વિશે ઘણી વાતો જણાવે છે. ચાલો એસ્ટ્રોલોજર અને વાસ્તુ નિષ્ણાત Rythum Siddhu પાસેથી જાણીએ કે ઘરમાં માટીના વાસણના ઉપયોગના ફાયદાઓ વિશે અને વાસ્તુ અનુસાર કેમ તે શુભ માનવામાં આવે છે.
શા માટે માટીના વાસણ રાખવા જોઈએ?
અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ અને આકાશ પાંચ તત્વ છે જે વૈદિક ગ્રંથો મુજબ સંસારનું નિર્માણ કરે છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ચાર તત્વ શ્રેણીઓમાં રાશિઓ, અગ્નિ, જળ, પૃથ્વી અને વાયુ આવે છે. દરેક તત્વની પોતાની વિશેષતાઓ હોય છે. આપણી આજુબાજુની પ્રાકૃતિક દુનિયામાં તત્વો જે રીતે વર્તે છે તેને જોઈને આ સરળતાથી સમજી શકાય છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં પૃથ્વી તત્વો: ચિહ્નો અને ગ્રહો વૃષભ, કન્યા અને મકર રાશિ છે. બુધ ગ્રહ પૃથ્વીના તત્વ પર શાસન કરે છે. આ ઉપરાંત શનિ અને શુક્ર પણ પૃથ્વીના ગ્રહો છે. જ્યોતિષશાસ્ત્ર, પૃથ્વીના તત્વને પ્રકૃતિના નિર્માણ ખંડ રૂપે કામ કરે છે. શક્તિથી સકારાત્મક વિચાર, સૌભાગ્ય, સ્વાસ્થ્ય, ઘન અને સફળતાની પ્રાપ્તિ થાય છે. તેથી, તે માનવામાં આવે છે કે પ્રત્યેક વ્યક્તિની ચારે તરફ પૃથ્વીનો એક તત્વ હોવો જોઈએ. જોકે, માટીના વાસણ પૃથ્વી તત્વને દર્શાવે છે તેથી તેને ઘરમાં રાખવું એ સકારાત્મકતા દર્શાવે છે.
ઘરમાં માટીના ઘડા રાખવા શુભ મનાય છે
પોતાના ઘરમાં માટીના ઘડા રાખવાથી બુધ અને ચંદ્રના ગ્રહોની ચાલને નિયંત્રિત અને સુધારી શકાય છે. વિજ્ઞાન પણ માને છે કે માટીના ઘડામાં સંગ્રહિત પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. વાસ્તશાસ્ત્ર મુજબ ઘડાને તમારા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે, જ્યાંથી તે બધી નકારાત્મક ઊર્જાને સફળતાપૂર્વક દૂર કરી દે છે.
માટીના વાસણોના ફાયદા
ઘણા ભારતીયો ચા અથવા છાશ પીરસવા અને પાણી પીવા માટે કુલડીનો ઉપયોગ જોવા માટે ટેવાયેલા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો મંગળ ના કારણે કોઈ સમસ્યા થઈ રહી હોય તો માટીના વાસણનો ઉપયોગ ચા અને પાણી પીવા માટે કરવો જોઈએ. આ ઉપરાંત તમે શનિની કૃપા મેળવવા માટે માટીની કુલડી પાણીથી ભરીને દર શનિવારે પીપળાના વૃક્ષની નીચે રાખી શકો છો. તે શનિ સંબંધી કોઈપણ સમસ્યાને ઓછી કરે છે. માટીની કુલડીમાં તમારા ધાબા પર પક્ષીઓ અને પ્રાણીઓને પીવા માટે પાણી રાખવાથી રોજગારમાં આવી રહેલ સમસ્યા ઓછી થાય છે અને ધંધામાં નવી તકો પ્રાપ્ત થાય છે.
માટીની મૂર્તિઓના ફાયદાઓ
તમારા ઘરે મંદિરની અંદર માટીથી કોઈપણ દેવતાઓની મૂર્તિને તૈયાર રાખવાથી પરિવારની આર્થિક સુરક્ષામાં વધારો થાય છે. મોટાભાગના ભારતીય ઘર માટીના દીવાઓથી પરિચિત છે, જેનો ઉપયોગ હંમેશા ધાર્મિક પૂજા માટે કરવામાં આવે છે. રુની વાટ બનાવી દીવામાં તેલ ભરવું એ હિન્દુ ધર્મમાં એક સામાન્ય પ્રથા છે. હિંદુઓ માટે દીવા પ્રગટાવવાનું ખૂબ મહત્વ છે. તે અંધકાર પર પ્રકાશની જીતને પ્રદર્શિત કરે છે. તુલસી અથવા તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાથી કોઈપણ પ્રકારનો વૈવાહિક વિખવાદ ઓછો થાય છે.
માટીના વાસણોમાં ખોરાક રાંધવાના ફાયદા
માટીના વાસણોના ફાયદામાં તે વાસણની છિદ્રાળું પ્રકૃતિને કારણે ભેજને અવશોષિત કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જે રાંધવામાં આવતા ખોરાક ના માધ્યમે ગરમી ધીમે ધીમે ફેલાઈ છે, જેનાથી તેની સુગંધ જળવાય રહે છે. પોષણ, આવશ્યક ખનિજ પ્રદાન કરે છે જેમાં કેલ્શિયમ, મેગ્નીશિયમ, લોહ અને ફોસ્ફરસ સમાવેશ છે. નિ:સંતાન સ્ત્રી અથવા પુરુષએ તે ચતુર્મુખી દીવામાં ચાર દીવા પ્રગટાવી શ્રીકૃષ્ણની મૂર્તિની સામે પ્રગટાવો. તેનાથી જરૂર લાભ મળશે.
માટીની ડેકોરેટીવ આઇટમના ફાયદા
જો તમે ઘરના ડ્રોઈંગ રૂમમાં માટીથી બનેલ અલગ અલગ વસ્તુઓ અથવા રમકડાનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે અત્યંત ફાયદાકારક થઈ શકે છે. તે ઘરમાં શાંતિ જાળવી રાખવાની સાથે ઘરની આર્થિક સ્થિતિને પણ સુધારવામાં મદદ કરે છે.
વાસ્તુ સાથે જોડાયેલ આ બધા કારણોને લઈને ઘરમાં માટીના વાસણોનો ઉપયોગ કરવો ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમારા ઘરમાં માટીની કોઈપણ તૂટેલી વસ્તુ રાખવી જોઈએ નહીં, કેમકે તે તમારા માટે નકારાત્મક અસર પણ નાખી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team