અભિનેતા આમિર ખાનથી લઈને ક્રિકેટર શિખર ધવન સુધીના એવા સેલિબ્રિટીઓ, જેઓ વર્ષ 2021મા પોતાના પાર્ટનરથી અલગ થયા

જાણો આ વર્ષે ક્યાં અભિનેતાએ તેના જીવનસાથી સાથે સંબંધ તોડ્યો અને ક્યાં કારણે તે જુદા થયા.

પ્રેમ અને લગ્ન બંને જ સંબંધ કોઈ પણના જીવનમાં ખુશીઓ લાવે છે, પરંતુ જ્યારે આ સંબંધોમાં કડવાશ આવવા લાગે છે ત્યારે તે બોજ લાગવા લાગે છે. વર્ષ 2021 માં દેશના ઘણા અભિનેતાની સાથે પણ તેમજ થયું. કોઈએ તેના જીવનસાથી સાથે જુદા થવાનો નિર્ણય કર્યો, તો કેટલાકે તેમના લગ્નનો અંત લાવ્યો.

પરંતુ, ઘણા અભિનેતા તેવા પણ છે, જે તેના જીવનસાથી સાથે જુદા થયા પછી પણ તેની સાથે મિત્રતાનો સંબંધ કાયમ રાખે છે. તો ચાલો આજે અમે તમારા માટે ઘણા તેવા અભિનેતા વિશે જણાવીએ, જેમણે વર્ષ 2021 માં પોતાને એક બંધનમાથી મુક્ત કરાવ્યા.

1. શિખર ધવન અને આયશા મુખર્જી
ભારતીય ક્રિકેટ ટીમના સારા એવા ખેલાડી શિખર ધવન તેની મેલબર્નમાં રહેનાર પત્ની આયશા મુખર્જી સાથે આ વર્ષે સપ્ટેમ્બરમાં અલગ થઈ ગયા. બંનેના લગ્ન ઓક્ટોમ્બર 2012 માં થયા હતા. આ આયશના બીજા લગ્ન હતા. પેહલા લગ્નથી આયશા ને 2 દીકરીઓ હતી. શિખર ધવન અને આયશાનો પણ એક 7 વર્ષનો દીકરો છે. તેના લગ્ન તૂટવાના સમાચાર આયશાએ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક લાંબી પોસ્ટ શેર કરીને આપ્યા.

2. કીર્તિ કુલ્હારી અને સાહિલ સહગલ
બોલીવુડ અભિનેત્રી કીર્તિ કુલ્હારી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. કીર્તિ ફૂલહારી હંમેશા નવા મુદ્દાઓ પર વાર કરતી રહે છે. રીલેશનશીપ ના મુદ્દાઓ પર કીર્તિએ ઘણી બધી પોસ્ટ કરી છે. કીર્તિનું માનવું છે કે જે સંબંધમાં તમને શાંતિ મળે નહિ, તેને જાળવી રાખવો એ મૂર્ખતા અને સમયની બરબાદી છે. તેના સિદ્ધાંતો પર જ આગળ વધતા કીર્તિએ એપ્રિલ 2021 એ તેના પતિ સાહિલ સહગલ સાથે અલગ થવાની જાણકારી આપી હતી. તમને જણાવી દઇએ કે બંનેનો સંબંધ 5 વર્ષ સુધી રહ્યો હતો.

3. સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રખ્યાત કપલ સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય પણ આ વર્ષે જુદા થઈ ગયા. બંનેએ વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા. છૂટાછેડા લીધા પછી પણ બંનેએ એક બીજાની સાથે મિત્રતાનો સંબંધ જાળવી રાખવાની વાત કરી હતી.

4. નિશા રાવલ અને કરણ મેહરા
ટીવી સીરીયલ “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” ના ફેમસ એક્ટર કારણ મેહરા અને તેની પત્ની નિશા રાવલ વચ્ચે પણ આ વર્ષે એક મોટો ઝગડો થયો. બંનેની વચ્ચે ઝગડો એટલો વધી ગયો કે વાત મારામારી સુધી આવી ગઈ. નિશાએ પતિ કરણ પર એક્સ્ટ્રા મેરીટલ અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે બંને લોકો જુદા જુદા રહે છે, પરંતુ હજુ સુધી બંનેના છૂટાછેડા થયા નથી.

5. હની સિંહ અને શાલિની તલવાર
પ્રખ્યાત રેપર હની સિંહ અને તેની પત્ની શાલિની તલવાર વચ્ચે પણ આ વર્ષે વિવાદ ના સમાચાર આવ્યા. શાલિનીએ હની સિંહ પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. 10 વર્ષના રિલેશનશિપ પછી વર્ષ 2011માં હની સિંહ અને શાલિની તલવારે લગ્ન કર્યા હતા અને વર્ષ 2021 માં બંને અલગ થઈ ગયા.

6. આમિર ખાન અને કિરણ રાવ
3 જુલાઈ 2021 એ બી ટાઉન માં ખળભળાટ મચી ગયો હતો. આમિર ખાનના ચાહકો દુઃખી હતાં કેમકે આમિર અને કિરણ રાવ એ તેમના 15 વર્ષના લગ્નને તોડવા અને અલગ થવાનો નિર્ણય લીધો હતો. તમને જણાવી દઇએ કે આમિર અને કિરણ એ લગ્ન તોડવાનું કોઈપણ કારણ જણાવ્યું નથી. બંનેએ સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે અલગ થયા પછી પણ બંને એક બીજાના ખૂબ સારા મિત્ર બનીને રેહશે. તમને જણાવી દઇએ કે આમિર અને કિરણના લગ્ન 28 ડિસેમ્બર 2005 માં થયા હતા.

7. નુસરત જહાં અને નિખિલ જૈન
અભિનેત્રી અને TMC સાંસદ નુસરત જહાં અને નિખિલ જૈન એ વર્ષ 2019 માં તુર્કીમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન ઘણી રીતે વિવાદાસ્પદ રહ્યા, સૌથી મોટી વાત તો એ હતી કે બંનેએ ભારતમાં તેના લગ્નનું રજીસ્ટેશન કરાવ્યું ન હતું. બંનેના વચ્ચે છૂટાછેડાના સમાચાર તો નવેમ્બર 2020 થી જ આવવા લાગ્યા હતા. પરંતુ 8 માર્ચ 2021 એ નિખિલે જાતે નુસરત ની બેવફાઈને ટાંકીને લગ્નને રદ કરવા માટે કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો હતો.

8. અધ્યયન સુમન અને મીરા મિશ્રા
અભિનેતા શેખર સુમનનો પુત્ર અધ્યયન સુમન અને ટીવી અભિનેત્રી મીરા મિશ્રાનું પણ આ વર્ષે બ્રેકઅપ થઈ ગયું. બંને નવેમ્બર 2020 માં જ અલગ થઈ ગયા હતા, પરંતુ તેમના બ્રેકઅપની જાણ મીરા એ માર્ચ 2021 માં કરી હતી.

9. પૂજા ગૌર અને રાહ સિંહ અરોરા
ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી પૂજા ગૌરે પણ તેના પતિ અને અભિનેતા રાજ સિંહ અરોરા સાથે તેમનો 10 વર્ષનો જૂનો સંબંધ તોડી નાખ્યો છે. આ વાતની જાણકારી તેણે જાતે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આપી હતી. તેટલું જ નહિ, પૂજા એ પણ તે કહ્યું હતું કે અલગ થયા પછી પણ રાજ તેના મિત્ર રહશે.

10. આશા નેગી અને રિત્વિક ધનજાની
બ્રેકઅપ પછી પણ તમારા સાથી સાથે કેવી રીતે મિત્રતા નિભાવવી તે કોઈ આશા નેગી અને રિત્વિક ધનજાની પાસેથી શીખો. બંનેએ વર્ષ 2013 માં તેના રિલેશનશિપનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ બંનેએ સાથે રિયાલિટી શો ‘ નચ બલિયે સીઝન 6 કર્યો અને જીત્યો પણ. વર્ષ 2019 માં તો બંનેના લગ્નની ખબર પણ આવી રહી હતી. પરંતુ વર્ષ 2020 માં બંને અલગ થઈ ગયા. આ વાતનો ખુલાસો આશા નેગીએ વર્ષ 2021 માં એક લીડિંગ મીડિયા હાઉસ એ આપેલ ઇન્ટરવ્યૂમાં કર્યો, સાથેજ તેમણે તે પણ કહ્યું કે તેના મનમાં રિત્વિક માટે ફક્ત પ્રેમ છે, પરંતુ હવે બંનેના રસ્તા અલગ અલગ છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

Leave a Comment