ફ્રીઝમાં એક કપ ભરીને આ સિક્રેટ વસ્તુ મૂકી દો – ૨૪ કલાકમાં જુઓ શું થાય છે…

Image Source

ફ્રીઝ ખોલો છો ત્યારે ગંદી વાસ આવે છે? ઘણાના ઘરે જાવ ત્યારે આ અનુભવ થયો હશે અથવા જો તમારા ખુદના ઘરમાં આ તકલીફ હોય તો આજનો રસોડાની રાણી માટે ઉપયોગી છે. તમારા ઘરમાં જ એક એવી વસ્તુ છે, જેના ઉપયોગથી ફ્રીઝમાં જાદુ થશે. એ પહેલા ફ્રીઝમાંથી આવતી ગંદી વાસને દૂર કરવાની થોડી ટીપ્સ જણાવી દઈએ.

(૧) મલાઈ

Image Source

દૂધની મલાઈમાંથી ઘણા લોકો ઘી બનાવતા હોય છે, પણ એ જો ઘણા સમયથી ભેગી કરેલી હશે અને ફ્રીઝમાં રાખેલી હશે તો તેમાંથી ખુબ જ ગંદી વાસ અથવા લાગશે. એટલે તાજી મલાઈનો કોઈ જગ્યાએ ઉપયોગ કરી લેવો જોઈએ.

(૨) બગડેલા શાકભાજી

Image Source

વેજીટેબલ બોક્ષમાં લાંબા સમયથી કોઈ શાકભાજી પડ્યા હશે તો તેને બગડતા વાર નહીં લાગે. અમુક તો જરૂરિયાત મુજબનું શાકભાજી લાવો અને ફ્રીઝમાં મૂકો.

(૩) ફૂલ ન રાખવા

Image Source

અમુક લોકોની આદત હોય છે ફ્રીઝમાં ફૂલ રાખી દે છે. ૨૪ કલાક માટે ફ્રીઝમાં ફૂલ રાખી શકાય ત્યારબાદ જો વધુ દિવસ સુધી રાખવામાં આવે તો ફૂલની વાસ ફ્રીઝમાં રાખેલા દૂધ, દહીં અને અન્ય ખાદ્યચીજમાં બેસી જાય છે. એટલે ફૂલને વધુ સમય ફ્રીઝમાં ન રાખો.

(૪) લસણની ચટણી

Image Source

લસણની ચટણી ફીઝમાં મૂકવી હોય તો તેને એર ટાઈટ ડબ્બીમાં ભરીને મૂકવી જોઈએ. નહીંતર લસણની ચટણી આખા ફ્રીઝમાં બદબૂ ફેલાવી દેશે.

Image Source

આ ચાર ટીપ્સ સાથે એ પણ જણાવી દઈએ કે, એક એવી વસ્તુ છે જેનાથી તમારા ફ્રીઝને દુર્ગંધની મુક્ત કરી શકાય છે. એ ચીજને તમે જાણો છો પણ તેના ઉપયોગ વિશે ખબર કદાચ ખબર નહીં હોય. ‘બેકિંગ સોડા’ – જી હા, બેકિંગ સોડા ફ્રીઝ વાસ દૂર કરવા માટેની બેસ્ટ આઇટેમ છે. એક કપમાં બેકિંગ સોડા ભરીને તેને ફ્રીઝમાં રાખવાથી ફ્રીઝમાંથી આવતી બધી જ વાસ દૂર થઇ જશે. આ ટીપ્સને ફોલો કરવાથી ફ્રીઝની અંદરની સફાઈ રાખી શકાય છે. સાથે બેસ સ્મેલને દૂર કરી શકાય છે.

એ સાથે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. આ પેજને મિત્રો સાથે શેયર કરવા જેવું છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment