દરેક ઋતુમાં અલગઅલગ રીતે વાળની કાળજી રાખવી જરૂર હોય છે, તે પછી ઉનાળો હોય, શિયાળો હોય કે પછી ચોમાસું હોય. દરેક ઉંમરની વ્યક્તિ પોતાના વાળની કાળજી રાખવામાં માને છે. અને તેના માટે તે મોંઘાં શેમ્પૂ, તો ક્યારેક બ્યુટી પાર્લરમાં જઈને પોતાના વાળ પાછળ ઘણો ખર્ચ કરે છે. વાળથી સ્ત્રીનું સૌંદર્ય નિખરી ઊઠે એ હકીકતથી કોણ અજાણ છે ? અઢાર વર્ષની યુવતિ હોય કે ૬પ વર્ષ વૃદ્ધા હોય બધાને વાળ ખરવાની સમસ્યા તો હોઈ જ છે અને એને કારણે જથ્થો ઓછો થઈ જાય છે.
ઉનાળામાં માથાના ભાગે પરસેવો થવાથી વાળ ખરાબ થઈ જાય છે. વાળના છેડા ફાટી જાય છે. જ્યારે વાળના છેડેથી બે ભાગ થઈ ગયા હોય ત્યારે તેને બે મોઢાવાળા વાળ કહે છે. વાળ બે મોઢાવાળા થઈ જાય ત્યારે વાળ નીચેથી નિસ્તેજ અને બરછટ થઈ જાય છે. અને વાળ બે મોઢાવાળા થઈ જાય ત્યારે વાળ વધવાનું પણ બંધ થઈ જાય છે. જોકે તેનાથી છુટકારો મેળવવાના ઘણા ઉપાય છે. પણ આ બે મોઢાળા વાળ કેમ થાય છે તે વિશે પહેલાં જાણી લઈએ.
બે મોઢાવાળા વાળ થવાનાં કારણ
વધારે વખત વાળ ધોવા
વાળને વધારે વાર ધોવાથી પણ આ સમસ્યા ઉદ્ભવે છે. વાળને વધારે વાર ધોવાથી વાળ શુષ્ક થઈ જાય છે અને તેનું મોઈશ્ચરાઈઝર જતું રહે છે. આ કારણે અઠવાડિયામાં વધારેમાં વધારે બે વખત વાળને ધોવા જોઈએ. તેનાથી બે મોઢાવાળા વાળ થવાની સમસ્યા થશે નહીં.
અવનવાં શેમ્પૂનો ઉપયોગ
દર વખતે અલગઅલગ શેમ્પૂનો ઉપયોગ કરવાથી પણ વાળમાં તેની ખરાબ અસર પડે છે. દર વખતે શેમ્પૂ બદલતા રહેવાથી વાળ તૂટવા લાગે છે અને બે મોઢાવાળા બને છે.
કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ
કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ પર તેની માઠી અસર પડે છે. તેનાથી વાળ બરછટ બની જાય છે અને બે મોઢાવાળા બની જાય છે. આ કારણે જ્યારે પણ તમે વાળમાં કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરો ત્યારે તે વસ્તુ જરૂર ચકાશો કે તે પ્રોડક્ટમાં કયાં કયાં કેમિકલનો ઉપયોગ થયો છે.
વાળમાં તેલ ન લગાવવું
વાળમાં તેલ લગાવવું ઘણું જરૂરી છે. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળની ચમક જળવાઈ રહે છે. જો વાળમાં તેલ લગાવવામાં ન આવે તો વાળમાં શુષ્કતા આવી જાય છે અને તેના કારણે વાળ બે મોઢાવાળા બની જાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team