હજારઓ વર્ષ પૂર્વે પણ પૃથ્વી પર એવી સેંકડો સભ્યતાઓ હતી જે પોત પોતાના રીતિ રિવાજ મુજબ જીવન જીવતી હતી. સાથે મૃત્યુ થતાં જ એમનો અંતિમ સંસ્કાર પણ અલગ રીતે જ કરતાં હતા. આવો જ એક મામલો પૉલેન્ડ માં સામે આવ્યો. જ્યારે રસ્તા ના નિર્માણ માટે ખોદ કામ થઈ રહ્યું હતું ત્યારે ત્યાં એવી વસ્તુ મળી કે જે જોઈ ને બધા ના હોશ ઊડી ગયા. હકીકત માં યુરોપિયન દેશ પોલૈંડ માં રસ્તા ના નિર્માણ માટે ખોદ કામ થઈ રહ્યું હતું.
આ સમય દરમિયાન ત્યાં એવું મળ્યું કે એ જોઈ ને લોકો ના હોશ ઊડી ગયા. કારણકે રસ્તો બનાવમાં માટે થઈ રહેલા ખોદકામ દરમિયાન માટી અને પત્થરો ની જગ્યાએ અચાનક એક બાદ એક નરકંકાલ નીકળવા લાગ્યા. ત્યારબાદ ત્યાં કામ કરતાં લોકો સ્તબ્ધ થઈ ગયા. આ સમય દરમિયાન મજૂરો ને એક, બે નહીં પરંતુ 115 નરકાંકલ મળ્યા. આ કંકાલ 500 વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે જ્યાં થી રસ્તો નિકળે છે ત્યાં એક જંગલ છે. આ જંગલ માં 16 મી સદી નું કબ્રસ્તાન છે. હવે આ જગ્યા મહત્વપૂર્ણ સડક પરિયોજના માટે છે. માટે જ ત્યાં ખોદકામ નું કામ પુરજોશ માં ચાલે છે. જ્યારે અહીયા ખોદકામ થઈ રહ્યું હતું, ત્યારે મજૂરો ને કેટલાક કંકાલ પણ જોવા મળ્યા હતા. તેના પછી ખોદકામ નું કામ આગળ ચાલુ રાખ્યું તો ખબર પડી કે અહિયાં હજી પણ બીજા ઘણાં કંકાલ છે.
આવામાં ત્યાં કામ કરતાં સેકડો મજૂરો ડરી ગયા, પરંતુ તો પણ કાર્ય ને રોકવામાં આવ્યું નહીં. એના પછી અહિયાં એક પછી એક 115 નરકંકાલ મળી આવ્યા. જેમાં મોટા ભાગે બાળકો ના કંકાલ હતા. આ કબ્રસ્તાન થી નીકળતો રસ્તો ગ્રીસ થી લૂથીયાના સુધી બનશે. આ રસ્તો બનાવા માટે કબ્રસ્તાન ને હટાવી દેવામાં આવ્યો. એવું કહેવાય છે કે આ કંકાલ માં 70% કંકાલ નાના બાળકો ના છે. સાથે જ આ બધા કંકાલ 16 મી સદી ના છે.
આ કંકાલ માં ખાસ વાત એ હતી કે બધા ના મુખ માં સિક્કો હતો. વિશેષજ્ઞ નું એવું માનવું છે કે 16 મી સદી માં મરવાવાળા લોકો ના મુખ માં સિક્કો મૂકવા માં આવતો હશે. કારણકે એ સમયે એવી માન્યતા હશે કે દુનિયા ને વિભાજિત કરતી નદી ના પાર મૃત લોકો ની આત્મા ને લાવવા માટે ચુકવણી ના રુપે આ સિક્કા મૂકવા માં આવતા હશે.
ત્યાં જ ફર્સ્ટ ન્યુસ ના રિપોર્ટ પ્રમાણે નેશનલ રોડ્સ એંડ મોટોરવેજ ના જનરલ ડાઇરેક્ટર નું કહેવું છે કે આ સ્થાને થી 115 નરકંકાલ મળ્યા છે તેમજ પુરાતવિક ટિપ્પણી ના અનુસાર આપણે એ અનુમાન લગાવી શકીએ કે જેટલા અહી કંકાલ મળ્યા છે એમાં થી 70 થી 80 % બાળકો ના છે.
આ જ નહીં પરંતુ લોકો નું એવું પણ માનવું છે કે અહિયાં કોઈ સામૂહિક કબ્ર પણ હોઈ શકે છે જ્યાં એક સાથે ઘણાં લોકો ને દાટવા માં આવ્યા હોય. પણ અહિયાં કોઈ પણ સામૂહિક કબ્રના પુરાવા નથી મળ્યા. પરંતુ વિશેષજ્ઞ નું એવું માનવું છે કે આ કંકાલ ને ખૂબ જ સાવધાની પૂર્વક દાટવા માં આવ્યા હશે.
પુરાતત્વ વિશેષજ્ઞ પણ આ જોઈ ને આશ્ચર્યચકિત હતા કે અવશેષો ની પીઠ જમીન તરફ હતી અને એક હાથ ને બીજા હાથ પર રાખેલ હતો. આ અવશેષો ના મુખ માં હજુ પણ કોઈ સિક્કો હતો. મૃતકો ના મુખ માં રહેલ સિક્કા ને ‘મોટલ’ કે ઓબોલ કહેવાય છે જે બહુ જ જૂની ઈસાઈ પરંપરા છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team