એક માણસ દરરોજ પોતાના ગધેડા ઉપર મીઠાની થેલી લાદીને બજારમાં વહેંચવા માટે જતો. બજાર સુધી જતા રસ્તા માં પાણી નું નાળુ આવતું. ગધેડાને આ રોજની ક્રિયા હતી. એક દિવસ પાણીનું નાળુ પાર કરતા ગધેડો પડી ગયો ગધેડા સાથે મીઠાની થેલી પણ પાણી માં પડી ગઈ.
મીઠાની થેલી પાણી માં પડતા થેલી માં રહેલું મીઠું ઓગળી ગયું. ગધેડો ઉભો થઇ બઝાર જવા માટે રવાનો થયો ત્યારે ગધેડા ઉપર કોઈ ભાર ના હોવાનો એહસાસ થયો આવું લાગતા ગધેડાને યુક્તિ સુજી અને તે આવી રીતે રોજ કરવા લાગ્યો.
ગધેડા ના માલિક ને થોડા દિવસ પછી ખબર પડી તો ગધેડાના માલિકે ગધેડાને યોગ્ય પાઠ ભણાવવા નો નિર્ણય કર્યો. રોજની જેમ ગધેડા ઉપર માલિકએ મીઠાના બદલે કપાસની થેલી લાદી દીધી.
ગધેડો રોજની માફક કામ કરવા લાગ્યો પરંતુ ભીના થયેલા કપાસની થેલી નો વજન વધારે લાગતા ગધેડાંને વધારે મુશ્કેલી વેઠવી પડી. આ દિવસ પછી ગધેડાએ તે યુક્તિ કરવાની બંધ કરી દીધી.આ જોઈ વેપારી ખુબ ખુશ થયો.
બોધ :
નસીબ હંમેશાં તમારો સાથ નહીં આપે. હંમેશા મહેનત પર ભરોસો કરો
ગીરીશ મકવાણા