Image Source
હવે ઘણા ઘરોમાં શાકભાજીથી લઈને રોટલી બનાવવા માટે પેન નો ઉપયોગ થવા લાગ્યો છે. અને સિમ્પલ તળિયા વાળા પેનમાં પણ અલગ અલગ પ્રકારની વેરાઈટી જોવા મળે છે. પરંતુ અત્યારે પણ રોટલી બનાવવા માટે લગભગ દરેક ઘરોમાં લોખંડના તવાનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને તેમાં રોટલી બનાવવી ઘણી બધી મહિલાઓને ખૂબ જ આસાન લાગે છે. પરંતુ તમે ધ્યાન આપ્યું હોય તો એક સમય પછી આ લોખંડના તવામાં નિશાન પડવા લાગે છે અને તેમાં રોટલી અને પરાઠા બનાવતી વખતે તેમાં ચીકાશ ભેગી થઈ જાય છે. આમ લોખંડનો તવો આંચ ઉપર શેકાતો રહે છે અને તેમાં એક પરત જમા થવા લાગે છે, તથા ઘણી બધી વખત ભેજના કારણે તેમાં કાટ પણ લાગવા માંડે છે.
ઘણી બધી વખત તવો આસાનીથી સાફ થઈ જાય છે પરંતુ તેની ચમક અને કાળાપણું તેવું જ રહે છે. જો તમે પણ લોખંડના તવાને સાફ કરવા માંગો છો તો કઈ રીતે કરશો? શું તમે પણ બજારમાંથી વિવિધ પ્રોડક્ટ ખરીદીને તમારો તવો ચમકાવવાની ફિરાગમાં રહો છો? તમને જણાવી દઈએ કે એક એવી ટ્રીક છે જેનાથી તમે થવાનું કાળાપણું દૂર કરી શકો છો, અને તેમાં રહેલો કાટ પણ સાફ કરી શકો છો. તમારો તવો તેનાથી એકદમ નવો દેખાવા લાગશે. આ ટ્રીકનો ઉપયોગ કરવાથી થવાની ચીકણાઈ દૂર થઈ જશે. આવો જાણીએ તેનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો
લીંબુ અને મીઠાથી કરો તવાની સફાઈ
સામગ્રી
- એક લીંબુ
- એક ચમચી મીઠું
- ગરમ પાણી
શું કરવું જોઈએ
જો તમારા તવા ઉપર કોઈપણ પ્રકારનું ભોજન લાગેલું છે તો પહેલા તેને ડસ્ટબીનમાં નાખીને સાફ કરો. હવે તવામાં મીઠું નાખીને તેને યોગ્ય રીતે ફેલાવો. હવે તેને લગભગ 10 મિનિટ સુધી રહેવા દો. 10 મિનિટ પછી લીંબુ ને તવા ઉપર ઘસીને સાફ કરો ત્યારબાદ ગરમ પાણી અને નોર્મલ ડીશવોશથી તવો સાફ કરો.
લીંબુ અને બેકિંગ સોડા થી કરો તવાની સફાઈ
સામગ્રી
- એક લીંબુ
- એક ચમચી બેકિંગ સોડા
- ગરમ પાણી
શું કરવું જોઈએ
સૌથી પહેલા એક વાટકીમાં બેકિંગ સોડા અને ગરમ પાણીનો એક જાડો ઘોળ બનાવો. ત્યારબાદ આ ઘોળને તમારા ગંદા તવા ઉપર લગાવીને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. હવે લીંબુ થી રગડતા તમારા તવાને સાફ કરો. તમે જોશો કે તવાની ચમક ફરીથી પાછી આવી ગઈ છે. ત્યારબાદ ગરમ પાણીથી ધોઈને તેને સુકવો.
માત્ર લીંબુથી કરો તવાને સાફ
સામગ્રી
- એક કાપેલું લીંબુ
- શું કરવું જોઈએ
તમારે તવાને ધોતા પહેલા જ તેની ઉપર સારી રીતે લીંબુ રગડવું પડશે. ત્યારબાદ નોર્મલ ડીશ વોશર અથવા તો સ્ક્રબથી તેને સાફ કરીને ધુઓ. તેનાથી પણ તમારા તવાની ચીકણાહટ તથા કાળાપણું અને કાટ દૂર થઈ જશે.
લોખંડના તવાને યોગ્ય રીતે રાખવા માટેની ટીપ્સ
જો તમે એક જ તવા ઉપર ઢોસા, રોટલી, શાક વગેરે બનાવી રહ્યા છો અથવા ગરમ કરો છો તો તેવું ન કરવું.
તવાને ધોયા બાદ તેના ઉપર પાણી વધુ સમય સુધી ન રહેવા દો, તવાને તૈયારીમાં જ ગરમ કરો અને સૂકા કપડાથી લુછો,ત્યારબાદ તેને ઉપયોગમાં લો.
જો તમારા તવા ઉપર કાટ લાગી જાય છે તો તેલનું એક ટીપું નાખીને તવા ઉપર રહેવા દો, તેનાથી તવા ઉપર કાટ લાગશે નહીં. રોટલી અથવા પરાઠા બનાવતી વખતે અથવા તો બનાવ્યા બાદ તવાને યોગ્ય રીતે ડિશવોશથી ધુઓ, તમે અડધા લીંબુનો ટુકડો લઈને દરરોજ તેના ઉપર રગડી શકો છો.
તવો જ્યારે બળી જાય ત્યારે તેને ખોતરી ખોતરીને સાફ ન કરો તેને પહેલા ઠંડો કરીને યોગ્ય રીતે સાફ કરો.
જો તમે પણ લોખંડના થવાનો ઉપયોગ કરી રહ્યા છો અને તે પણ એટલો જ ગંદો છે તો અહીં આપેલ ટ્રિક દ્વારા સાફ કરો અને તમારા થવાની ચીકણાહટને દૂર કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “લોખંડના તવા ઉપર જમા ગયેલ કાટને દૂર કરવા માટે અપનાવો આ આસાન ટ્રિક”