ક્યારેક ક્યારેક આપણે જાણતા અજાણતા જ વાળની દેખભાળ માટે ખોટું રૂટીન ફોલો કરીએ છીએ તેથી જ અહીં તમને સ્ટેપ બાય સ્ટેપ વાળની માવજત માટે ગાઈડલાઈન આપવામાં આવી છે.
દરેક છોકરીઓ એવું ઈચ્છે છે કે આપણા વાળ લાંબા અને જાડા હોય. તેમાં ઓઈલિંગથી લઈને કન્ડિશનિંગ સુધી દરેક વસ્તુ સામેલ છે. જો આપણે વાળની દેખભાળ રાખીએ છીએ તેમ છતાં આપણા વાળ નો ગ્રોથ થતો નથી તો બની શકે છે કે તમે વાળની માવજત કરવામાં કઈ ખોટું કરી રહ્યા છો. તેમાં વાળને ધોવાની રીત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો આવો જાણીએ વાળની દેખભાળની યોગ્ય રીત.
અહીં છે વાળની માવજત માટે સ્ટેપ બાય સ્ટેપ ઉપાય
પ્રથમ સ્ટેપ : સૌથી પહેલા હેર મસાજ કરો
જો તમે તમારા વાળને વધારવા માંગો છો તો વાળને પોષણ આપવું ખૂબ જ જરૂરી છે વાળને પોષણ માત્ર તેલ દ્વારા જ મળી શકે છે તેથી તેલથી મસાજ કરવું ખૂબ જ જરૂરી છે.
માથું ધોવાથી આપણા શરીરનું દરેક પોષણ નીકળી જાય છે અને આપણું માથું ડ્રાય થઇ જાય છે,તેથી આપણે આપણા માથાને ધોતી વખતે અથવા તો રાત્રે અમુક કલાક પહેલા માથામાં સારી રીતે તેલથી મસાજ કરવો જોઈએ. તેની માટે એવા તેલનો પ્રયોગ કરો જે તમારા માથા માટે ખૂબ જ સારું હોય.તેનાથી તમારું માથું ડ્રાય થાય નહીં અને તમારા વાળને પોષણ પણ મળશે.
બીજો સ્ટેપ : શેમ્પૂ કરો
વાળમાં શેમ્પૂ લગાવતા પહેલા તમારે તેને એક વાટકીમાં કાઢીને થોડું પાણી ઉમેરીને લેવું જોઈએ. જો તમે શેમ્પુ ને ડાયરેક્ટ માથા પર લગાવો છો તો તેમાં ખૂબ જ કેમિકલ્સ ઉપસ્થિત હોય છે તેના લીધે તમારા વાળ તૂટી જવાની શક્યતા રહે છે.પરંતુ સેમ્પુ ને પહેલા એક વાટકીમાં કાઢીને પાણી મિક્સ કરીને વાળમાં લગાવવાથી તમારા વાળ સારી રીતે સાફ થઇ જાય છે. તથા તૂટવા તને ખરવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે.
ત્રીજો સ્ટેપ : તમારા સ્કાલ્પમાં સ્ક્રબ કરો
જો તમે તમારા સ્કાલ્પમાં સ્ક્રબ કરો છો તો તેનાથી બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. અને તમારા વાળ ઉતરતા પણ ઓછા થઈ જાય છે અને વાળનો ગ્રોથ પણ વધે છે. જેવું તમે કાલ પર શેમ્પુ લગાવો છો ત્યાં તમારી આંગળીની મદદથી અમુક સમય સુધી સ્ક્રબ કરો જેનાથી તમારા માથાને યોગ્ય મસાજ મળી શકે ત્યારબાદ માથું પાણીથી ધોઈ લો.
ચોથું સ્ટેપ: માથું ધોવા માટે માત્ર હળવા ગરમ પાણીનો પ્રયોગ કરો
તમારે માથું ધોવા માટે હંમેશાં હળવા ગરમ પાણીનો પ્રયોગ કરવો જોઈએ, નહીં વધુ ઠંડુ પાણી કે નહીં વધુ ગરમ પાણી. જ્યારે તમે વધુ ગરમ પાણીથી માથું ધૂઓ છો ત્યારે તમે પોતાને રિલેક્સ મહેસુસ કરો છો.પરંતુ તે તમારા વાળની ઉપરની ચામડી ઉતારી નાખે છે જેના કારણે તમારા વાળ ખૂબ જ ઓઈલી થઈ જાય છે.
પાંચમો સ્ટેપ : વાળને સ્મૂથ કરવા માટે કંડીશનર નો પ્રયોગ કરો
કન્ડિશનર ન માત્ર તમારા વાળને સ્મુધ અને સોફ્ટ કરે છે પરંતુ તે તમારા વાળને તૂટવાથી પણ બચાવે છે. અને તમારા વાળમાં એક પરત ઉમેરે છે કન્ડિશનર હંમેશા આપણે આપણા વાળ પર લગાવવું જોઈએ નહીં કે વાળના જડમાં. કન્ડિશનર ને વાળ માં ૨ થી ૩ મિનિટ લગાવીને ધોઈ નાખો આ દરેક સ્ટેપનું યોગ્ય રીતે પાલન કરીને તમે વાળને લૂછીને ડ્રાય કરો.
જો તમે આ દરેક તકનીકનો પ્રયોગ કરો છો તો તમારા વાળ ખરતા ઓછા થશે અને વાળ લાંબા થશે. તમારા વાળને લૂછતી વખતે તેને જોર જોરથી ઘસવાની જગ્યાએ કોટનના કાપડથી લુછો જેનાથી તે તૂટશે નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team