સામાન્ય રીતે આપણે ‘Hi’ વર્ડનો પ્રયોગ કરતા હોઈએ છીએ, પણ ક્યારેક આ શબ્દ પણ વધુ કંટાળાજનક બની જાય છે. હા, આ વાત ચાલે છે રિલેશનશિપની. જ્યારે રીલેશન બરાબર ચાલતો હોય ત્યારે બધું સારું લાગે છે; પણ રીલેશન બગડે ત્યારે નાનામાં નાની વાત આંખના કણા માફક ખુંચે છે. રિલેશનશિપમાં થોડું જતું કરવું પડે અને થોડું સમજીને રહેવું પડે, આ બંને સાઈડ એક સરખી રીતે એડજસ્ટ થવી જોઈએ.
આજનો લેખ અગત્યનો છે, જેના બોયફ્રેન્ડ સાથેના રીલેશન ખરાબ થયા હોય? બોયફ્રેન્ડ નાની નાની વાતમાં ખરાબ વર્તન કરવા લાગ્યો હોય? અથવા બોયફ્રેન્ડ સાથે રીલેશનશિપ કષ્ટદાયક બની ચુકી હોય તો જરૂર છે બસ થોડા એવા ફેરફારની. યસ, બોયફ્રેન્ડને ખુશ કરવાના આ ચાર તરીકાને સમજી લો પછી તમે પણ રિલેશનને સ્ટ્રોંગ બનાવી શકશો.
અહીં ચાર ટીપ્સ લખી છે, જે બોયફ્રેન્ડને ખુશ કરવા માટેની અસરકારક ટીપ્સ છે. તો ચાલો, જરા પણ સમયને વેડફ્યા વિના આ ચાર ટીપ્સ પર નજર કરીએ….
(૧) Ex. વિષે વધુ ચર્ચા ન કરો…
જુઓ, આ એક બેઝીક કારણ છે, જેના લીધે સારો એવો ‘સંબંધ’ પણ ખરાબ થઇ શકે છે. તો આ આદતને જલ્દીથી દૂર કરવી પડશે. બોયફ્રેન્ડ, તમારો સાથે મહેસૂસ કરતો થાય એવું વાતાવરણ બનાવો. બહેતર હોય તો તમારા રીલેશનને ડેવલપ કરવા માટેની ચર્ચા કરો અથવા કોઈ નવા પ્લાનિંગ કરો. જુના ઈતિહાસને વારેવારે વાગોળવાનું અત્યારથી જ છોડી દો.
(૨) બોયફ્રેન્ડના જાણીતા લોકોની બુરાઈ ન કરો…
જ્યાં સુધી કોઈ વ્યક્તિનો અનુભવ થતો નથી ત્યાં સુધી એ માણસ કેવો છે એ આંકવો યોગ્ય નથી. કોઇપણ માણસને પહેલીવારમાં સાચો કે ખોટો એ ધારણા કરી લેવી એ આગળ જતા તમારા રીલેશનને પણ ડેમેજ કરે એવું કારણ બની શકે છે. બોયફ્રેન્ડ સાથેની રિલેશનશિપ સ્ટ્રોંગ બનાવવી હોય તો સૌપ્રથમ માત્ર બોયફ્રેન્ડને જ સંપૂર્ણરીતે સમજવાનો પ્રયત્ન કરો. નહીં કે તેના ફેમેલી મેમ્બર કે અન્ય કોઈ વ્યક્તિઓને..
(૩) કારણ વગર હેરાનગતિ ન કરવી જોઈએ…
અમુક ગર્લ્સની આદત હોય છે કે તેના ટચમાં હોય એવા ફ્રેન્ડસ કે બોયફ્રેન્ડને નાની નાની વાતમાં પરેશાન કરતી રહે છે અને માત્ર ખુદના સ્વાર્થ ખાતર બીજાના નુકસાનને અવગણના કરીને લાઈફ સારી રીતે જીવવાના કાલ્પનિક સપના જોતી હોય છે. આ વાત રિલેશનશિપમાં એકબીજાને હર્ટ કરવાનું કારણ બની શકે છે. હા, અમુકવારની મજાક-મસ્તી કે હેરાનગતિ પણ ઠીક છે, પણ આ ક્રમ વારેવારે દોહરાવવાથી બોયફ્રેન્ડને તમારા પરનો ક્રશ ઓછો થઇ શકે છે.
(૪) ખર્ચ કર્યા પછી ખર્ચની તુલના રીલેશન સાથે ન કરો…
આ પોઈન્ટ એવો છે કે માત્ર બોયફ્રેન્ડ સાથે જ નહીં પણ દરેક રિલેશનમાં લાગુ પડે છે. જો તમે કોઈ વ્યક્તિ પાછળ – કોઇપણ રીતથી ખર્ચ કરવા સક્ષમ છો તો જ કરો. રિલેશનમાં જો કોઈવાર ભૂતકાળમાં કરેલા ખર્ચનો ઉલ્લેખ કરશો તો રિલેશનમાં ક્રેક આવી શકે છે. સાદી-સીધી વાત કે, તમે કરેલા કોઈ કાર્ય કે પાર્ટનર સાથે નિર્દોષતાથી રિલેશનને રાખો, જેમાં કોઈ ગણતરી કે અન્ય કોઈ કેલ્યુકેશનનો ઉમેરો કરી રિલેશનની આયુષ્ય ઘટાડશો નહીં.
આશા છે કે અહીં જણાવેલા ચાર પોઈન્ટ્સ તમને ગમ્યા હશે. બોયફ્રેન્ડને ખુશ રાખવાની આ ટીપ્સ તમને ક્યારેક તો ક્યારેક પણ જીવનમાં કામ લાગશે તો આ લેખને સેવ કરી લેજો. પાર્ટનર સાથેનો અનેરો સાથે એ જ પ્રેમ છે, બાકી પ્રેમ થોડી કોઈ પ્રોડક્ટ છે કે દુકાનમાંથી ખરીદી લઈએ..!!!
રીલેશનને લગતી અન્ય માહિતી અને અન્ય લેખ વાંચવા ઇચ્છતા હોય તો “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેઈજને લાઈક કરવાનું ભૂલશો નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel