નર્મદા જિલ્લા ના 21 સહિત ભરૂચ અને વડોદરા ની નદી એ વસેલા ગામ માં અત્યારે પૂર ની સ્થિતિ સર્જાઇ છે.
દેશ ના કેટલાક રાજ્યો માં છેલ્લા કેટલાક દિવસ થી વરસાદ પડી રહ્યો છે. અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાઇ છે. મધ્ય પ્રદેશ અને ગુજરાત ના તટિય વિસ્તાર માં 1999 પછી પૂર જેવી સ્થિતિ થઈ ગઈ છે. શુક્રવારે ઓમકારેશ્વર થી 3 લાખ ક્યુસેક પાણી છોડ્યું અને શનિવારે 2 લાખ ક્યુસેક પાણી છોડતા સરદાર સરોવર ના 23 ગેટ ખોલવા પડ્યા. આમ થતાં ભરૂચ અને વડોદરા નજીક ના ગામો ને પણ અલર્ટ કરી દીધા.
2000 લોકો ને સ્થળાંતર કર્યું
પંચમહાલ, બોટાદ, વડોદરા, રાજકોટ જેવા જિલ્લા માં 100 mm થી 120 mm જેટલો વરસાદ પડ્યો. નર્મદા તટ ના લોકો 2000 લોકો ને ત્યાં થી સ્થળાંતર કર્યું. નર્મદા નદી પર બાંધેલો બંધ થી 1200 મેગા વૉટટ turbine થી 5 કરોડ રૂપિયા ની વીજળી ઉતત્પન્ન કરી.
મલ્હાર ઘાટ અને કારનાલી ગામ ડૂબ્યું.
નર્મદા ડેમ ના દરવાજા ખોલતા મલ્હાર ઘાટ ડૂબી ગયો. હવે પાણી નીચે ના ભાગ માં ઘૂસી ગયા છે. બધી જ જગ્યા એ પાણી જ પાણી થઈ ગયું છે. કરનાલી જેવા ડજન જેટલા ગામો સાથે નો સંપર્ક તૂટી ગયો છે. કરનાલી ગામ નું પોલીસ સ્ટેશન અને બસ સ્ટેન્ડ પણ ડૂબી ગયા છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team