
વિશ્વ આખામાં કોરોના વાયરસથી લોકો પરેશાન થઇ રહ્યા છે. ચારે બાજુ અફડા તફડીનો માહોલ સર્જાયો છે. અને ખાસ તો ચાઈનામાં હાલત બહુ ગંભીર છે. ભારતમાં પણ સરકારે સાવચેત રહેવાનું સુચન આપ્યું છે. લોકોને વાયરસથી બચવા માટેનું સુચન વારેવારે સરકાર આપી રહી છે.
આ સ્થિતિ વચ્ચે વિશ્વ આખું મુસીબતમાં મુકાયું છે ત્યારે સૌથી પહેલી સ્વરક્ષા માટે જે કરીએ એ ઓછું પડે એમ છે. એ જ કારણે આજના લેખ દ્વારા બધાને અમે વાયરસથી બચવા માટેના ઉપાયો જણાવીએ છીએ.
તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં કારણ કે અત્યારની સ્થિતિમાં આ ઉપાય અને જાણકારી અગત્યની છે.

(૧) વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) :
WHO એ વિશ્વ આરોગ્ય સંગઠન છે તેની માહિતી અવશ્ય જાણતી રહેવી જોઈએ. વેબસાઈટ અથવા અન્ય કોઇપણ રીતે WHOના ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલું રહેવું જોઈએ જેથી ગંભીર પરિસ્થિતિમમાંથી બચવાના ઉપાયો જાણી શકાય.

(૨) હાથ ધોવા :
વાયરસ દ્વારા થતી કોઇપણ બીમારી ખતરનાક હોય છે એવી રીતે કોરોના વાયરસ પણ ગંભીર છે. બહારથી ઘરે આવતી વખતે અથવા ઓફીસમાં આવ્યા બાદ તરત જ હાથ ધોઈ લો. શક્ય હોય તો આલ્કોહોલ બેઇઝ્ડ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

(૩) આંખ, નાક અને મોઢાને હાથ ન લગાડો :
વાયરસનું વધુ સંક્રમણ ન થાય એ માટે આંખ, નાક અને મોઢા પર વારેવારે હાથ ન લગાડો. આવું કરવાથી બહારના વાયરસ ખુદ શરીરમાં પ્રવેશી શકે છે. વિદેશી વ્યક્તિઓને મળવાનું ટાળવું જોઈએ જેથી આ સમયમાં ચેપ લાગવાથી બચી શકાય.

(૪) લીફ્ટ અને દરવાજાનું હેન્ડલ :
સામાન્ય રીતે વાયરસ એવી જગ્યાએ ફેલાતો હોય છે જ્યાં વધુ પ્રમાણમાં પબ્લિક હોય અથવા કોઈ વસ્તુનો એકથી વધુ લોકો ઉપયોગ કરતા હોય. શક્ય હોય તો લીફ્ટનો ઉપયોગ કરવાનું ટાળો અને દરવાજાને પગ વડે ખોલવાનું રાખો.

(૫) પબ્લિક ટ્રાન્સપોર્ટ :
આખો દેશ અને સમગ્ર વિશ્વમાં ચિંતાજનક માહોલ છે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવા જવાનું ટાળવું જોઈએ. શરદી અથવા ચેપી રોગના દર્દીઓથી પણ દૂર રહેવું જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જતી વખતે ફરજીયાત માસ્કનો ઉપયોગ કરો.
આ પાંચ અગત્યના મુદ્દા સાથે આ લેખને વધુ થી વધુ લોકો સાથે શેયર કરજો જેથી બધાને આ મહત્વની માહિતી મળી રહે. આશા છે કે આ માહિતી આપ સૌ ને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel