ચોટલી વાળી સુંદર હેર સ્ટાઈલ દરેક પ્રસંગમાં સારી લાગે છે. આ હેર સ્ટાઇલ અમુક મિનિટોમાં જ તમારો દેખાવ બદલી શકે છે તેથી તમે પણ ચોટલી વાળી આ પાંચ સુંદર હેર સ્ટાઈલ જરૂર ટ્રાય કરો અને બધા પ્રસંગોમાં સૌથી સુંદર સૌથી સ્ટાઈલિસ્ટ દેખાવ.
૧. બ્રેડેડ બન હેર સ્ટાઈલ:
- આગળ પાછળ થી વાળ ને છોડીને ટોચ થી વાળનો એક ભાગ અલગ કરો.
- તેને બેક કોમ્બિંગ કરતા પફ બનાવીને પિન-અપ કરો.
- હવે એક કાન પાસેથી ફ્રેન્ચ ચોટલી બનાવવાનું શરૂ કરો અને પછી પફ પાસેથી ગોળાઇમાં ગૂંથતા બીજા કાન સુધી ગુંથો. ચોટલીને પીનથી પફ ઉપર સિક્યોર કરી લો.
૨. મેસી બ્રાઇડલ હેરસ્ટાઇલ:
- એક કાન થી શરૂ કરીને સાગર ચોટલો બનાવો. સાગર ચોટલો આગળ અને પાછળના વાળ લેતા લેતા બનાવો.
- કાન સુધી સાગર ચોટલો ગૂંથ્યા પછી આખું ચોટલો સાદો જ બનાવવો કે પછી ખજુરી ચોટલો બનાવવો.
- નાના નાના ફૂલોથી ડેકોરેટ કરી લો.
૩. બ્રાઇડલ બ્રેડડ બન હેરસ્ટાઇલ:
- આગળથી વાળ ના બે ભાગ લો.
- બંને ભાગના વાળની વન સાઈડેડ સાગર ચોટલી બનાવો.
- પાછળના વાળનું બન બનાવી લો.
- બંને સાગર ચોટલી ને બન ઉપર વીંટાળીને બનને કવર કરી લો.
૪. ટ્રેડિશનલ બ્રેડડ બન હેરસ્ટાઇલ:
- સાઈડમાં પાથી પાડીને એકદમ આગળથી વન સાઈડેડ સાગર ચોટલી બનાવો.
- સાઈડ બન બનાવીને આ ચોટલી ને બન ઉપર વિંટાળવી.
- બીજી બાજુ પણ સાગર ચોટલી બનાવો અને બનને કવર કરતા કરતા ચોટલી બનાવતા જાઓ.
- પિનથી બનને સિક્યોર કરી લો અને ફૂલોથી સજાવો.
૫. ટ્રેન્ડી બ્રેડ હેર સ્ટાઈલ:
- આખા વાળને સારી રીતે ઓળી લો.
- વચ્ચે વચ્ચેથી વાળનો પાતળો ભાગ લઈને ચોટલી ગૂંથી લો.
- બાકીના વાળને એમ જ ખુલ્લા મુકી દો.
- આ ક્વિક સ્ટાઈલ કોલેજ ગોઇંગ છોકરીઓ પર સુંદર લાગે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team