આયુર્વેદને માનવ જાતિ માટે એક વરદાન કહી શકાય. કુદરતી રીતે આપણા શરીરને જે ઈલાજ મળી રહેતો હોય છે. તે ઈલાજ મોંઘી દાટ દવાઓથી પણ શક્ય નથી. આયુર્વેદનો જન્મ પણ ખરેખરમાં ભારતમાં થયો હતો પરંતું આજે ભારત કરતા વિદેશના લોકો આયુર્વેદ ઉપચારમાં વધારે માને છે. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે. તેમ તેમ આયુર્વેદનું મહત્વ સમગ્ર વિશ્વમાં લોકોને સમજાઈ રહ્યું છે.
આયુર્વેદના જન્મ દાતાઓની વાત કરીએ તો અશ્વિનીકુમાર , ધન્વંતરિ, ચરક, ચ્યવન અને સુશ્રુત દ્વારા આયુર્વેદને ખરી ઓળખ મળી હતી. જેમના પણ અમે નામ આપ્યા તે વર્ષો પહેલા મહાભારત અથવા તેના કરતા વધારે સમય જૂના વ્યક્તિ છે. આ સીવાય પાંડવોમાંથી સહદેવ અને નકુલ પણ આયુર્વેદના જાણકાર હતા. જેમણે આયુર્વેદનો ઘણો પ્રચાર કર્યો હતો.
આયુર્વેદની શોધનો ખરો શ્રેય ધન્વંતરિ, ચરક, ચ્યવન અને બાગભટ્ટને જાય છે. અથર્વવેદમાં તમને ઘણા સૂત્રો મળી જશે. ધન્વંતરિ,ચરક, ચ્યવન અને સુશ્રતે વિશ્વને વનસ્પતિ પર આધારિત આયુર્વેદ પર સમજ આપી હતી.
ભારતમાં સુશ્રતુને પહેલો શલ્ય ચિકિત્સક માનવામાં આવે છે. 2600 વર્ષ પહેલા જ્યારે યુદ્ધ સમયે કોઈ પણ વ્યક્તિને શરીરે કોઈ ઈજા પહોચે ત્યારે તેઓ પહેલા સુશ્રુત પાસે જતા હતા. તે સમયે પણ તે ફેક્ચર પથરી અને સાંભળીને તમને નવાઈ લાગશે કે પ્લાસ્ટિક સર્જરી જેવા ઈલાજ પણ તે આયુર્વેદિક ઉપચારો દ્વારા કરતો હતો. જે હાલ મોટામાં મોટા ડૉક્ટરો પણ નથી કરી શકતા.
ચરક અને સુશ્રુતે અથર્વવેદમાં જ્ઞાન મેળવવા 3 ખંડોમાં આયુર્વેદ પર પ્રબંધો લખ્યા હતા. તે પ્રબંધોમાં તેમણે વિશ્વના બધાજ રોગોના નિદાન વિશે માહિતી આપી હતી. આઠમી સદીમાં ચરક સંહિતાનો અરબી ભાષામાં અનુવાદ થયો અને પછી તે પશ્ચિમ દેશો સુધી પહોચ્યો હતો. તેવીજ રીતે પાંચમી સદીમાં બાગભટ્ટ નામના મહાન આયુર્વેદાચાર્યનો જન્મ થયો હતો. તેમણે અષ્ટાંગ હધ્યા સંહિતા અને અષ્ટાંગસંગ્રહ ગ્રંથ લખ્યો હતો. સિંધુ દેશમાં તેમનો જન્મ થયો હતો અને તેઓ અવલોકિતેશ્વર ગરુના શિષ્ય હતા.
આ તો વાત થઈ આયુર્વેદના ઈતિહાસની પરંતુ હવે અમે તમને આયુર્વેદના મૂળ સિદ્ધાતો વીશે માહિતી આપીશું જેના વીશે પણ તમે ભાગ્યેજ સાંભળ્યું હશે.
- આયુર્વેદ આપણાને જીવન જીવવાની સલાહ આપે છે. કારણકે મનુષ્યનું જીવનજ ખરેખરમાં તેના માટે વરદાન સમાન છે.
- સ્વસ્થ્ય રહેવું તેમજ મોક્ષ પ્રાપ્ત કરવો તે આપણા જીવનનો સિદ્ધાંત છે. સાથેજ ભારતીય ઋષિઓ માટે તો આ ઉદ્દેશ છે.
- આયુર્વેદનું સૂત્ર છે કે પહેલુ સુખ તે નિરોગી કાયા માટે જો સુખી રહેવું હોય તો પહેલા શરીરને સ્વસ્થ્ય રાખવું ઘણું જરૂરી છે.
- આયુર્વેદનું એવું માનવું છે કે આપણી મોટા ભાગની બિમારીઓનું જન્મ સ્થાન આપણું મગજ છે. જેથી બને ત્યા સુધી આપણે આપણા જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો રાખવા જોઈએ
- આયુર્વેદ અનુસાર ભોજનના તમે જેટલા વખાણ કરો તેટલાજ વખાણ સાથે તેને ખાવાનું રાખશો. તે તમારા માટે અમૃત સમાન રહેશે.
- એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે તમે જ્યારે પણ ભોજન કરો તેના 1 કલાક પછી પાણી પીવાનું રાખજો આં કરવાથી તમે નિરોગી રહેશો સાથેજ ભોજન પણ સરળતાથી પચશે.
- આયુર્વેદ અનુસાર મનુષ્યના શરીરમાં ત્રણ જૈવિક તત્વો રહેલા હોય છે. જેના ત્રિદોષ કહેવામાં આવે છે. શરીરની અંદર ત્રણ તત્વોનો ઉતાર ચઢાવ હંમેશા રહેતો હોય છે. જેનું સંતુલન બગડવાથી શરીરમાં રોગ સ્થાન ગ્રહણ કરે છે. આ ત્રણેય દોષના નામ છે વાત, પિત્ત અને કફ. સાથેજ આ ત્રણેય તત્વોના ઉપભાગ પણ હોય છે. અને તેમના ઉતાર ચઢાવથી પણ શરરીમાં રોગની ઉતપત્તી થતી હોય છે.
Image by Fathima Shanas from Pixabay
આ તો અમે તમને વાત કરી આયુર્વેદના સિદ્ધાંતો વીશે. પરંતુ હવે અમે તમને આયુર્વેદના 8 અંગો વીશે માહિતી આપીશું જેના વીશે તમે ભાગ્યેજ સાંભળ્યું હશે.
- કાયા ચિકિત્સા– શરીરમાં ઓષધિ પ્રદાન કરવા માટે કાયા ચિકિત્સા કરવામાં આવતી હોય છે.
- કાઉમારા ભત્ય– આના દ્વારા બાળકોનો ઈલાજ કરવામાં આવે છે.
- સલ્યતંત્ર– આ ઈલાજમાં સર્જરી કરવામાં આવે છે.
- ભૂતવિદ્યા– માનસિક વિકારો માટે આ ઈલાજ કરવામાં આવે છે
- સલાક્યતંત્ર– કાન, નાક અને આંખના રોગ માટે આ ઈલાજ કરવામાં આવે છે.
- અમદતંત્ર– ઝેરના ઉપચાર માટે આ ઈલાજ કરવામાં આવે છે.
- રસાયન તંત્ર– વિટામિન અને પોષક તત્વોનો અભાવ હોય ત્યારે આ ઈલાજ કરવામાં આવે છે.
- વાજીકરણતંત્ર– યૌન સુખ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે આ ઈલાજ કરવામાં આવે છે.
તો આ હતા આયુર્વેદના 8 અંગો જેના વીશે અમે તમને સંપૂર્ણ માહિતી આપી. હવે અમે તમને માહિતી આયુર્વેદના પંચકર્મો વિશે માહિતી આપીશું જેના વીશે તમે ક્યારેય નહી સાંભળ્યું હોય.
વનમ ક્રિયા
આ વસ્તુમાં ઉલ્ટી કરાવીને શરીરની સફાઈ કરવામાં આવે છે. શરીરમાં જે કફ જમા થયો હોય તેને નિકાળીને પેટ સુધી શરીરની સફાઈ કરવામાં આવતી હોય છે.
વિરેચન ક્રિયા
આ ક્રિયામાં શરીરના અંદરના ભાગોને સાફ કરવામાં આવે છે. હાલના સમયમાં પણ એનિમા લગાવીને આ ક્રિયા કરવામાં આવતી હોય છે. પરંતુ આયુર્વેદમાં પ્રાકૃતિક રીતે તેને સાફ કરવામાં આવતા હતા.
નિરુહવસ્થી ક્રિયા
આ ક્રિયાને નિરુહ વસ્તિ પણ કહેવામાં આવે છે. આમાશય ની શુદ્ધી માટે દૂધ દહી અને તેલનો પ્રયોગ કરીને આ ક્રિયા કરવામાં આવે છે. જેના કારણે તેને નિરુહ બસ્તી કહેવામાં આવે છે.
નાસ્યા
માથું, આખ , નાક, કાન અને ગળાના રોગીઓ માટે આ ક્રિયા કરવામાં આવતી હોય છે. જેના નાસ્યા કે પછી શિરોવિરેચન પણ કહેવામાં આવે છે.
અનુવાસનાવસ્તી
ગુદામાર્ગમાં જ્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાઈ હોય ત્યારે તેનો ઈલાજ કરવા માટે આ ક્રિયા કરવામાં આવતી હોય છે. આ ક્રિયામાં ગુદામાર્ગમાં ઓષધી નાખીને સમસ્યાનો ઈલાજ કરવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team