ગંગા નદી ક્યાંથી ઉદ્દભવી છે અને તેનાથી જોડાયેલ કેટલીક હકીકતો વિશે જાણો

Image Source

ચાલો જાણીએ ભારતની સૌથી પવિત્ર નદીનું ઉત્પતિ સ્થાન અને તેની સાથે જોડાયેલ કેટલીક હકીકતો વિશે.

પ્રાચીન કાળથી જ ગંગા પવિત્ર નદીઓમાંથી એક માણવામાં આવે છે. જ્યાં એક તરફ ગંગાનું પાણી અત્યંત પવિત્ર અને સ્વચ્છ માનવામાં આવે છે, તેમજ ધાર્મિક માન્યતાઓ મુજબ પણ ગંગા સર્વોપરી નદી છે. તેની પવિત્રતાને કારણે હજારો વર્ષોથી પવિત્ર ગંગા નદી લોકોના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવનમાં મહત્વપૂર્ણ રહેલ છે.

હિંદુ પરંપરામાં તેને દેવી અને માતા રૂપે ઓળખવામાં આવે છે. ઘણા લોકોનું માનવું છે કે ગંગાના પાણીમાં સ્નાન કરવાથી બીમારીઓ દૂર થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પવિત્ર ગંગા નદીનું ઉદ્ગમ ક્યાંથી થાય છે? ચાલો જાણીએ ગંગાની ઉત્પતિ ક્યાંથી થઈ અને તેના વિશે કેટલીક રસપ્રદ હકીકતો વિશે.

Image Source

ગંગાની ઉત્પતિ ક્યાંથી થાય છે?

ગંગા નદી, જેને ગંગાના નામથી પણ ઓળખવામાં આવે છે, હિમાલય પર્વતથી 2,525 કિલોમીટર ( 1,569 માઈલ ) ઉતર ભારત અને બાંગ્લાદેશમાં બંગાળની ખાડીમાં વહે છે. ગંગા નદી હિમાલયના ગંગોત્રી ગ્લેશિયરમાંથી શરૂ થાય છે. ગ્લેશિયર 3,892 મીટર ( 12,769 ફૂટ )ની ઊંચાઈ પર આવેલ છે. ગંગા નદી ભારત અને બાંગ્લાદેશના દેશોમાંથી થઈને વહે છે. પરંતુ બંગાળ ક્ષેત્રમાં તેનો મોટો ડેલ્ટા છે.જેને તે બ્રમ્હપુત્ર નદીની સાથે વહેંચે છે, મોટાભાગે બાંગ્લાદેશમાં આવેલ છે. ગંગા ભારતીય ઉપમહાદ્વીપની મુખ્ય નદીઓમાંથી એક છે જે પૂર્વથી ઉતર ભારતના ગંગાના મેદાનમાં થઈને બાંગ્લાદેશમાં વહે છે. આ નદી ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં પશ્ચિમી હિમાલયમાં લગભગ 2,510 કિલોમીટરના અંતરે આવેલ છે અને બંગાળની ખાડીમાં સુંદરવન ડેલ્ટા માં પડે છે.

ગંગાની ઊંડાઈ કેટલી છે

નદીની સરેરાશ ઊંડાઈ 16 મીટર ( 52 ફૂટ ) અને મહત્તમ ઊંડાઈ 30 મીટર ( 100 ફૂટ ) છે. ગંગામાં વેહનાર મુખ્ય નદીઓમાં રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડકી, બુઢ્ઢી ગંડક, કોશી, મહાનંદા, તમસા, યમુના, સોન અને પુનપુન છે. ગંગા નદી તેની ફળદ્રુપ જમીન સાથે ભારત અને બાંગ્લાદેશના ખેતી અર્થ વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. એતિહાસિક રૂપે પણ તે મહત્વપૂર્ણ છે કેમકે ઘણા ભૂતપૂર્વ પ્રાંતીય અથવા શાહી રાજધાનીઓ જેમકે પાટલીપુત્ર, ઈલાહાબાદ, કન્નોજ, મુર્શીદાબાદ , કોલકતા વગેરે તેના કિનારે આવેલ છે. ગંગાના બેસીન લગભગ 1,000,000 ચોરસ કિલોમીટરમાં વહે છે.

Image Source

એક મોટા ક્ષેત્રને સિંચાઇ સુવિધા પૂરી પાડે છે

ગંગા અને તેની સહાયક નદીઓ એક મોટા ક્ષેત્રને વર્ષ દરમિયાન સિંચાઈની સુવિધા પૂરી પાડે છે. આ ક્ષેત્રમાં ઘણા પાક ઉગાડવામાં આવે છે. ગંગા બેસિન1 મિલિયન ચોરસ કિલોમીટર ( 3,86,000 વર્ગ મીલ) થી વધારે ફેલાયેલ છે. દુનિયામાં કોઈપણ નદી બેસિનની સરખામણીમાં તેનો વિસ્તાર સૌથી વધારે છે. તેમાં 400 મિલિયનથી વધારે લોકો શામેલ છે. ગંગા બેસિન કેટલાય વિવિધ પારિસ્થિતિક તંત્રોનું સમર્થન કરે છે, ગૌમુખની પાસે અલ્પાઈન જંગલોથી લઈને ઉતર ભારતના મેદાની પ્રદેશ સુધી મેંગ્રોવ જંગલો અને પશ્ચિમ બંગાળના ખારી માટીના ફ્લેટો સુધી.

Image Source

પશ્ચિમી હિમાલયથી નીકળે છે

ગંગા એશિયાની નદી છે જે પશ્ચિમી હિમાલયથી નીકળે છે અને ભારત અને બાંગ્લાદેશ થઈને વહે છે. જ્યારે તે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, ત્યારે તે પદ્મા અને હુગલીમાં વહેચાય છે. પદ્મા નદી બાંગ્લાદેશથી નીકળી અંતે બંગાળની ખાડીને મળે છે. હુગલી નદી પશ્ચિમ બંગાળના અલગ અલગ જીલ્લા માંથી થઈને નીકળે છે અને છેલ્લે બંગાળની ખાડીને મળે છે. નિસંદેહ ગંગાને ભારતીય પરંપરા,જીવન અને સંસ્કૃતિના કેન્દ્રીય ભાગ માનવામાં આવે છે. તે ભારતની ચાર સૌથી મોટી નદીઓમાં શામેલ છે. તે ચાર નદીઓ સિંધુ, બ્રહ્મપુત્ર, ગંગા અને ગોદાવરી છે. ગંગા નદી જળ વિસર્જનના આધારે દુનિયાની ત્રીજી સૌથી મોટી નદી છે અને તેને સૌથી પવિત્ર માનવામાં આવે છે.

હકીકતમાં તે પોતાની વિવિધતાઓને લીધે ગંગા નદી ભારતની સૌથી પવિત્ર નદીઓમાંથી એક છે જેની સુંદરતા જોવા પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે અને ધાર્મિક કાર્યો પણ પૂરા કરે છે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment