પોતાની રાશિના હિસાબથી જાણો કયું રહસ્ય છુપાવી ને બેઠા છો તમે?

Image Source

આજે ટેરો કાર્ડ રિડર જીવિકા તમને તમારી રાશિના અનુસાર અમુક ખાસ કાર્ડ સિક્રેટ બતાવવા જઈ રહ્યા છે.

આપણા બધામાં જ કોઈને કોઈ ખાસ વાત હોય છે અને દરેકને પોતાનો અલગ અલગ સ્વભાવ હોય છે કોઈ છુપાવીને પોતાનું કામ કરે છે અને કોઈ વ્યક્તિ દુનિયાને દેખાડી ને પોતાના કામને પરિણામ આપે છે. કોઈ મતલબ માટે મિત્રતા કરે છે અને અમુક લોકો જીવનભર માટે સંબંધ બનાવી લે છે.દરેક રાશિનો પોતાનું એક રહસ્ય છે જે અમુક જ લોકોને ખબર હોય છે અને અમુક લોકોને તો તેનો કોઈ  અણસાર પણ હોતો નથી.

ટેરો કાર્ડ રિડર જીવિકા શર્મા દરેક રાશિ વિશે કંઈકને કંઈક સિક્રેટ શેર કરી રહી છે. તમે તેને વાંચીને પોતાની અને પોતાની આસપાસના લોકોની પ્રકૃતિ વિશે સમજી શકો છો. શું છે તમારા રાશિ નું રહસ્ય આવો જાણીએ આ આર્ટીકલમાં

મેષ રાશિ

મેષ રાશિવાળા દુનિયાને સાદગીની તસવીર દેખાડવાનું પસંદ કરે છે તે ઈચ્છે છે કે લોકો વિચારે કે તે પોતાના દિમાગમાં ઘણી બધી પ્રકારની યોજના બનાવી રહ્યા નથી પરંતુ વાસ્તવમાં મેષ રાશિવાળા લોકો જેટલું વિચારે છે.તેનાથી વધુ ચાલાક હોય છે અને તેમની સાદગી જ લોકોને તેમના નજીક આવવા માટે રાહત આપે છે.

વૃષભ રાશી

વૃષભ રાશિનો એક પક્ષ છે જેમના વિશે તે ક્યારેય ખુલીને વાત કરતા નથી પરંતુ તે જે ઇચ્છે છે તેને મેળવવા માટે એક રીતનો ઉપયોગ કરે છે. તે બીજા વ્યક્તિને માનસિક રૂપથી થકવી નાખે છે જેથી બીજા વ્યક્તિ પાસે તેમની વાત સાંભળવા અને તેનું પાલન કર્યા સિવાય કોઈ બીજો વિકલ્પ ન રહે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો પોતાના ભવ્યતાની છબી દેખાડે છે તે દુનિયાને બતાવે છે કે તેમની પાસે ઘણું બધું છે. તે એવું એટલા માટે કરે છે જેથી લોકો તેમની ઉપર ધ્યાન આપે બીજું કારણ એ છે કે લોકો તેમને સન્માન આપે છે અને તેમની આગળ પાછળ દોડે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો એવા હોય છે જે લગભગ દરેક મામલામાં માત્ર પોતાનું કામ કરાવવા માટે દોસ્તી રાખે છે. પરંતુ કામ પૂરું થઇ ગયા બાદ તે પોતાની મિત્રતાને બનાવી રાખે છે, અને આ વ્યવહાર તેમની આસપાસના લોકો માટે નિરંતર સમર્થન મેળવવા માટે હોય છે.

સિંહ રાશી

સિંહ રાશિવાળા લગભગ એવું દેખાડવાનો પસંદ કરે છે કે તે લગભગ દરેક વસ્તુમાં નિશ્ચિત નથી, પરંતુ તેમની પાસે દરેક પ્રસંગ ની જાણકારી હોઈ શકે છે. તે હંમેશા અન્ય લોકોને પરેશાન અને ભ્રમિત કરતા રહે છે. તે માત્ર એમની એક રીત છે. તે સ્થિતિમાંથી બહાર નીકળવા માટે જેમાં તે રહેવા માંગતા નથી.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો દરેક સંભવ પ્રયાસ કરે છે જેથી લોકો વિચારે કે તે સામાજિક રૂપથી સક્રિય અને દરેક બાબતમાં ધ્યાન આપવા વાળા છે. કન્યા રાશિની સાથે હોવાથી બીજા લોકોને પણ દુનિયાને એક્સપ્લોર કરવામાં અને સોશિયલ માં રહે છે તેવું કહેવાનો મોકો મળે છે.

તુલા રાશિ

તુલા રાશિ વાળા વ્યક્તિ ને પ્રવૃત્તિ માત્ર કાર્ય કરવાની હોય છે જ્યારે તે બીજાની વાત સાંભળવાની રાહ જોતા નથી. જ્યારે તે બીજાને સમજવાનો પ્રયાસ કરે છે તો એટલા માટે કે તે વાસ્તવમાં બીજા વ્યક્તિને સમજવા અથવા શોધવા માંગે છે. અને આ જ તેમના માટે એક હેલ્પફૂલ સાધન સાબિત થાય છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિ ચાલાક અને સિગરેટ ની જેમ હોય છે તે લોકોની સાથે પોતાના વિશેની જાણકારી માત્ર એક ભાગને જ બતાવે છે તે ઈચ્છે છે કે તેમનું જીવન દરેક માટે એક રહસ્ય બનેલું રહે.

ધન રાશિ

ધન રાશિ વાળા એવું દર્શાવે છે કે તે ભાવનાત્મક રૂપથી બીજાના પ્રત્યે ઝુકાવ રાખે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે તે હંમેશા તર્કને ધ્યાનમાં રાખીને કામ કરે છે પરંતુ તે બીજા વ્યક્તિને આ પક્ષ બતાડવાનું પસંદ કરતા નથી.

મકર રાશિ

મકર રાશિના લોકોને દરેક વસ્તુની તુલના કરવાની આદત હોય છે. પછી તે વ્યક્તિ હોય કે સ્થિતિ. તેમની આગળ થી કંઈ જ બચી શકતું નથી આ એક એવો ગુણ છે જેના વિશે તેમને બીજા કોઈને જણાવ્યું નથી. કોઈ ફરક પડતો નથી કે તે ક્યાં છે અને શું કરી રહ્યા છે? મકર રાશિ વાળા એ દરેક વસ્તુ ની તુલના કરી રહ્યા હશે જે તેમની નજરમાં આવે છે. તેઓ ક્યારેક-ક્યારેક તો પોતાના વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ ના આધાર ઉપર પોતાની તુલના બીજા વ્યક્તિને સાથે કરવાના હદ સુધી ચાલી જાય છે.

કુંભ રાશિ

કુંભ રાશિના વ્યક્તિઓની એક ડાર્ક સિક્રેટ હોય છે કે તે લોકોની ભાવનાઓ સાથે રમવાનું પસંદ કરે છે. તે મનુષ્યને પોતાના રમતની વસ્તુ માને છે અને તેનો ઉપયોગ ત્યાં સુધી કરે છે.જ્યાં સુધી તે વ્યવસ્થાથી કોઈ લાભ ન મળે અથવા તો તે પોતાના સમયનો આનંદ લઈ રહ્યા હોય છે. ત્યારબાદ તે એ લોકોને પોતાની જિંદગી માંથી બહાર કાઢી મૂકે છે.

મીન રાશિ

મીન રાશિવાળા વ્યક્તિ વસ્તુ ઉપર સંપૂર્ણ પકડ રાખવી પસંદ કરે છે, તેની માટે તે દરેક વસ્તુને એક સંભવ નજરથી જુએ છે. આ કામ તે એટલી શાંતિથી કરે છે કે કદાચ જ કોઈ વ્યક્તિનું ધ્યાન તેમની ઉપર જાય છે. બહારથી તે શાંત દેખાય છે જેથી કોઈ તેમની ઉપર ધ્યાન ન આપે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment