જરૂરથી જાણો કઈ ધાતુના વાસણમાં ભોજન બનાવવાથી મળે છે કેવા સ્વાસ્થ્ય લાભ

શું તમે જાણો છો કે અલગ અલગ પ્રકારના વાસણોની પોતાની એક અલગ જ વિશેષતા હોય છે. અને તેમાં ભોજન બનાવવાથી તેના ગુણોની અસર ભોજનમાં પણ આવે છે. આજે અમે તમને જણાવીશું તો એવા વાસણ વિશે જેને લગભગ દરેક જગ્યાએ ભોજન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આવો જાણીએ તે વાસણમાં ભોજન બનાવવાથી ભોજન પર કોઈ અસર થાય છે.

1 પિત્તળ

પિત્તળના વાસણમાં સામાન્ય રીતે જૂના જમાનામાં વધુ ભોજન બનાવવામાં આવતું હતું. તે મીઠું અને આંબલીની સાથે પ્રતિક્રિયા કરે છે, તેથી જ ખાટી વસ્તુ અથવા વધુ મીઠાવાળી વસ્તુઓને તેમાં બનાવવી જોઈએ નહીં અન્યથા ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે.

2 તાંબુ

તાંબા ના વાસણ નો ઉપયોગ જૂના જમાનાથી કરવામાં આવે છે. અને તે પણ પિતળની જેમ જ આંબલી અને મીઠાની સાથે પ્રતિક્રિયા કરે છે. ઘણી વખત બનાવવામાં આવતા ભોજનમાં ઉપસ્થિત ઓર્ગેનિક એસિડ વાસણની સાથે પ્રતિક્રિયા કરીને કોપર ઉત્પન્ન કરે છે, જે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.

3 એલ્યુમિનિયમ

આ વાસણનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે, ગરમી મળવાથી એલ્યુમિનિયમ ખૂબ જ જલ્દી સક્રિય થઈ જાય છે. અને એલ્યુમિનિયમ ખૂબ જ જલ્દી ગરમ થઈ જાય છે, એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન બનાવવાથી એ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે અને તે પણ આમલી સાથે ખૂબ જ જલ્દી રાસાયણિક પ્રતિક્રિયા કરે છે. તેથી જ તેમાં ખટાશ વાળી વસ્તુ અથવા આમલીની વસ્તુઓનો પ્રયોગ કરવો જોઈએ નહીં.

4 સ્ટેનલેસ સ્ટીલ

સ્ટેનલેસ સ્ટીલ નો પ્રયોગ વર્તમાનમાં ખૂબ જ ચલણમાં છે. તે એક મિશ્ર ધાતુ છે, જે લોખંડમાં કાર્બન, ક્રોમિયમ અને નિકલ ઉમેરીને બનાવવામાં આવે છે. તેમાં ભોજન બનાવવા થી સ્વાસ્થ્યને કોઈ જ નુકસાન થતું નથી. આ વાસણનું તાપમાન ખૂબ જ જલ્દી વધી જાય છે.

Image Source

5 લોખંડ

ભોજન બનાવવા અને ખાવા માટે લોખંડના વાસણનો ઉપયોગ દરેક રીતે ફાયદાકારક હોય છે. આ વાસણમાં બનાવવામાં આવેલ ભોજનમાં આયર્નની માત્રા પોતાની જાતે જ વધી જાય છે. અને તમે તેમાંથી ભરપૂર પોષણ મેળવી શકો છો, સામાન્ય રીતે દરેક વ્યક્તિને આર્યન ની જરૂર પડે છે અને મહિલાઓને ખાસ કરીને તેની જરૂર હોય છે.

6 નોન-સ્ટિક

નોનસ્ટિકનો અર્થ હોય છે ન ચોંટે તેવું. અર્થાત્ આ પ્રકારના વાસણ જેમાં ભોજન ચોંટે નહીં, અને તેને બનાવવા માટે વધુ તેલ અથવા ઘી ની જરૂર હોતી નથી. પરંતુ આ વાસણને વધુ ગરમ કરવા અથવા તો તેને વધુ ઘસવાથી રસાયણ ઉત્સર્જિત થાય છે, અને તે આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment