Image by StockSnap from Pixabay
બની શકે કે તમે જીમમાં ન જઈ શકતા હોય, પરંતુ વજન ઘટાડવા માટે ચાલવા તો જરૂર નીકળી પડતા હશો. પરંતુ શું તમે જાણો છો કે દિવસના ક્યાં સમયે ચાલવાથી તમને સંપૂર્ણ ફાયદો થશે.
ચાલવું તંદુરસ્તી માટે ઘણી રીતે ફાયદાકારક છે. તે વજન ઘટાડવા માં પણ ખૂબ જ મદદરૂપ છે. જે લોકો કોઈ કારણોસર જીમ ન જઈ શકતા હોઈ કે ભારે કસરત ન કરી શકતા હોય, તેમના માટે ફિટ અને તંદુરસ્ત રહેવા માટે ચાલવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
તાજેતરમાં થયેલા એક સંશધન મુજબ, ભોજન કર્યા પછી ચાલવાથી તંદુરસ્તી ને ઘણા લાભ થાય છે. તેનાથી શરીરની ચરબી ઓગળે છે અને મેદસ્વીતા ઘટે છે. ચાલો જાણીએ ચાલવાના ફાયદા, દરરોજ આપણે કેટલું ચાલવું જોઈએ અને ચાલવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો છે.
ચાલવાનો સૌથી શ્રેષ્ઠ સમય.
આ કેહવાની વાત નથી કે દિવસમાં કોઈપણ સમયે ચાલવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પરંતુ ખાસ કરીને જમ્યા પછી ચાલવું એ વજન ઘટાડવા અને ડાયાબિટીસ ને કાબૂમાં રાખવા માટે શ્રેષ્ઠ છે. જે લોકોને કોઈપણ રોગ નથી, તેમણે ભવિષ્યમાં સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે નિયમિત ચાલવું જોઈએ.
ચાલવાથી જેવી રીતે ઘટે છે વજન.
Image by bdcbethebest from Pixabay
ચાલવાથી ઊર્જા બર્ન થાય છે મેટાબોલિઝ્મ શ્રેષ્ઠ થાય છે. દરરોજ આપણે આપણા ઘરમાં કે બહાર જેટલું વધારે ચાલીએ છીએ, ઊર્જા તેટલી જ ઝડપથી ઘટે છે. એટલા માટે વજન ઘટાડવા માટે આપણે વધારેમાં વધારે ચાલવું જોઈએ.
દરરોજ કસરત કરવાથી ફક્ત વજન જ નથી ઘટતું પરંતુ બ્લડ શુગર લેવલ પણ જળવાઈ રહે છે. ૨૦૧૬ માં થયેલા અભ્યાસ મુજબ, દર વખતે ભોજન પછી ૧૦ મિનિટ ચાલવાથી પ્રકાર ૨ ડાયાબિટીસ થી પીડાતા લોકોમાં બ્લડ સુગર નું સ્તર ઘટે છે. જમ્યા પછી ૧૦ મિનિટ ચાલવું દિવસ દરમિયાન કોઈપણ સમયે ૩૦ મિનિટ ચાલવાથી ઘણું વધુ ફાયદાકારક હોય છે.
ચાલવાથી બ્લડ સુગર અને વજન કેવી રીતે કાબૂમાં થાય છે.
Image by andreas160578 from Pixabay
જ્યારે તમે ચાલો છો, કે પછી બીજી કોઈ કસરત કરો છો, તો તમારા હદયના ધબકારા વધે છે અને તમારા સ્નાયુઓ ઊર્જા રૂપે કાર્બોહાઈડ્રેટ અને સુગરનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દે છે. જ્યારે તમે ભોજનમાં કાર્બોહાઈડ્રેટનું સેવન કરો છો, તો તમારા બ્લડ સુગર નું સ્તર વધી જાય છે. લોહી દ્વારા આ સુગરને બહાર કાઢવા અને શરીરના બધાજ કોષો સુધી પહોંચાડવું ઇન્સ્યુલીન નું કામ હોય છે. જમ્યા પછી જ્યારે તમે ચાલો છો, ત્યારે સ્નાયુઓમાં સુગરની માત્રા વધી જાય છે. જેનાથી આપના લોહી દ્વારા વધારાની સુગર બહાર નીકળી જાય છે. બ્લડ સુગર કાબૂમાં આવવાથી વજન ઝડપથી ઘટે છે.
દરરોજ કેટલી કસરત કરવી જોઈએ.
Image by Sasin Tipchai from Pixabay
નિયમિત કઈ અને કેવી રીતે કસરત કરવી જોઈએ, તેને જોડાયેલા ઘણા નિયમો છે. અમેરિકન હાર્ટ એસોસિયેશન મુજબ, દર અઠવાડિયે ૧૫૦ મિનિટની મધ્યમ તિવ્રતાવાળી એરોબિક્સ કસરત કરવી જોઈએ. દરરોજ ઓછામાં ઓછી ૨૧ મિનિટ મધ્યમ તીવ્રતાથી ચાલવું જોઈએ. તેનાથી હદય રોગ અને પ્રકાર ૨ ડાયાબિટીસ નો ભય ઓછો રહે છે. સાથે જ હાડકા મજબૂત બને છે અને વજન પણ ઘટે છે.
વજન ઘટાડવા માટે જમ્યા પછી નિયમિત ચાલવું જોઈએ. તે સાથે તંદુરસ્ત ભોજન પર પણ ધ્યાન આપવું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
ગણી સુંદર અને હકીકત ની જાણકારી બદલ અભિનંદન..
કિર્તન શાહ