સોલો ટ્રીપ કરવા ઈચ્છતી છોકરીઓ માટે એકલા ફરવા માટેના ભારતના બેસ્ટ સ્થળો વિશે જાણો, જે સુરક્ષિત પણ છે

જીવનમાં ઘણીવાર એવું થાય છે કે આપણે એકલા ફરવાનું પસંદ કરીએ છીએ.

ઘણીવાર આપણે વ્યસ્ત જીવનમાં ફસાઈ જઈએ છીએ જેના કારણે બહાર એકલા ફરવા માટે જવા ઇચ્છીએ છીએ. પરંતુ જો વાત છોકરીઓની એકલા ફરવા જવાની હોય તો કોઈ થોડું વિચારે છે. એ આજે તમને છોકરીઓ માટે એકલા ફરવા જવાના કેટલાક ખાસ સ્થળો વિશે જણાવીશું.

Image Source

જીરો ઘાટી ફરવા માટેના લિસ્ટમાં સૌથી ઉપર આવે છે. જીરો ઘાટી અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. આ સ્થળ ચોખાની ખેતી માટે પણ ખૂબ પ્રખ્યાત છે. જીરો અરુણાચલ પ્રદેશનું ખૂબ જ જૂનું શહેર છે જેને શાંતિ સાધકનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. અહીંની સુંદરતા જોવા માટે મહિલાઓએ એકલા એકવાર ચોક્કસ જવું જોઈએ.

Image Source

સિક્કિમમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર કાંચનજંગા છે. જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. તમે એકવાર સિક્કિમ ની મુલાકાત ચોક્કસ લો. અહીં મહિલાઓ એટલી ફરી શકે છે અને ટ્રેકિંગ નો પણ આનંદ માણી શકે છે. આ સ્થળ સુરક્ષાની બાબતે પણ મહિલાઓ માટે શ્રેષ્ઠ છે.

Image Source

જો તમે રાજસ્થાનના જેસલમેરમાં નથી ફર્યા તો તમે ક્યાંય નથી ફર્યા. જેસલમેરને “ધ ગોલ્ડન સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંની સંસ્કૃતિ અને ઇતિહાસ તમને દિવાના બનાવશે. જેસલમેરમાં મુલાકાત લેવા માટેના કેટલાક ખાસ સ્થળો છે. ભારતમાં ફરવા માટે આવેલી મહિલાઓ માટે પણ આ શહેર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

Image Source

ગોકર્ણ શહેર પણ એકલા ફરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે. અહીં સિંગલ છોકરીઓ પણ ગમે ત્યારે યાત્રા કરી શકે છે અને તે પણ સુરક્ષિત. ગોકર્ણ ભારતીય તીર્થ સ્થાનો માટે પ્રખ્યાત છે. જો તમને શાંતિની શોધ હોય તો અહીં એકવાર ચોક્કસપણે મુલાકાત લેવી જોઈએ.

Image Source

માજુલી દ્વીપ એક એવું સ્થળ છે જ્યા છોકરીઓ ગમે ત્યારે એકલી ફરી શકે છે. આ દ્વીપ અસમમાં આવેલો છે. અસમના જોરહટ શહેરથી લગભગ 20 કિમીના અંતરે આવેલું આ આકર્ષક સ્થળ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

Image Source

વારાણસી ઉત્તર પ્રદેશનું એક એવું શહેર છે જે ફરવા માટે શ્રેષ્ઠ છે. ગંગાનું આ શહેર ખૂબ જ સુંદર અને ફરવા માટે સ્પેશિયલ છે. આ તીર્થસ્થાન પર છોકરીઓ એકલી ફરી પણ શકે છે અને રહી પણ શકે છે. વારાણસી મનને સૂકુન અને આત્માને શાંતિ આપનારનું આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂકયું છે.

Image Source

કસોલ ભારતના સુંદર પ્રવાસ સ્થળોમાંથી એક છે. હિમાચલ પ્રદેશના પહાડોમાં વસેલું કસોલ એક નાનકડું ગામ છે. આ એક એવું સ્થળ છે ક્યાં છોકરીઓ સુરક્ષિત એકલી ફરી શકે છે. અહીંના લોકો પણ છોકરીઓને માન-સન્માન આપે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “સોલો ટ્રીપ કરવા ઈચ્છતી છોકરીઓ માટે એકલા ફરવા માટેના ભારતના બેસ્ટ સ્થળો વિશે જાણો, જે સુરક્ષિત પણ છે”

Leave a Comment