હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતી એવી માતા સતીની 51 શક્તિપીઠો વિશે વિસ્તારમાં

આ લેખનો ઉદ્દેશ માત્ર એટલો છે કે અમે તમને હિન્દુ ધર્મના પવિત્ર શક્તિપીઠની એક એવી જાણકારી આપીએ જેનાથી ઓછામાં ઓછાં તમે તે બધા પાવન શકિતપીઠ વિશે એકજ સાથે જાણો.

શક્તિપીઠનું હિન્દુ ધર્મમાં ખૂબજ મહત્વ છે લોકોની આસ્થા આ શક્તિપીઠો સાથે જોડાયેલ છે, દેવી માંનુ આ શકિતપીઠ ઈશ્વર પ્રત્યે આસ્થાનું જીવતુ જાગતું ઉદાહરણ છે કેમકે હજારો લાખોની સંખ્યામાં ભક્તો અહી દર્શન કરવા આવે છે. અમે તમને આ લેખમાં આ બધી 51 શકિતપીઠ વિશે વિસ્તારમાં જાણકારી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

પૌરાણિક મહત્વ

પૌરાણિક કથાઓ મુજબ જ્યારે રાજા દક્ષનું માથું કાપીને ભગવાન શિવ મૃત દેવી સતીના શરીરને લઈને તાંડવ કરી રહ્યા હતા જેના ફળસ્વરૂપ સંસારમાં પ્રલયની ઉપસ્થિત ઉત્પન્ન થઈ ગઈ હતી, ત્યારે ભગવાન વિષ્ણુએ સૃષ્ટિને બચાવવાના હેતુથી સુદર્શન ચક્રને મોકલ્યું. આ સુદર્શન ચક્ર દેવી સતીના શરીરના 51 ટુકડા કર્યા, આ ટુકડા અને માતાના આભૂષણ જ્યાં જ્યાં પડતા તે બધા સ્થળને શક્તિપીઠનો દરજ્જો આપવામાં આવ્યો.

Image Source

હિંગળાજ અથવા હિંગુજ શકિતપીઠ

આ સ્થળ પાકિસ્તાનના કરાચીમાં આવેલ છે અહી માતાના બ્રહ્મરંધ એટલે માથાનો ઉપરનો ભાગ પડયો હતો. અહીં પર માતા શક્તિ કોતરી દેવીના નામથી બિરાજમાન છે.

શર્કરારે શકિતપીઠ

આ સ્થળ પણ પાકિસ્તાનના કરાચીમાં આવેલ છે અહી માતાની આંખ પડી હતી, અહી માતા સતી મહિષ મર્દાની નામથી બિરાજમાન છે, પરંતુ ઘણા લોકોના મતે 51 શકિતપીઠ માંથી એક આ સ્થળનું અસ્તિત્વ વિલાસપુર હિમાચલ પ્રદેશમાં નૈના દેવી નામથી છે.

Image Source

સુગંધા સુનંદા શકિતપીઠ

આ સ્થળ બાંગ્લાદેશમાં શિકારપુર બરિસર પાસે આવેલ છે, અહી માતાની નાસિકા પડી હતી, અહી એક નદી જોવા મળે છે જે સોંધ નદીના નામથી પ્રખ્યાત છે.

Image Source

મહામાયા શકિતપીઠ

આ સ્થળ પહલગામ કાશ્મીરમાં આવેલ છે, અહી માતાનો કંઠ પડ્યો હતો, આ દેવી મહામાયા દેવીના નામથી ઓળખવામાં આવે છે.

Image Source

જ્વાલાજી શક્તિપીઠ

આ સ્થળ હિમાચલ પ્રદેશના કાંગડા ક્ષેત્રમાં આવેલ છે, અહીં પર માતા સતીની જીભ પડી હતી, અહીં પર માતાને જ્વાલામુખી સિદ્ધા દેવીના નામથી ઓળખવામાં આવે છે.

Image Source

ત્રિપુર માલિની શક્તિપીઠ

આ સ્થળ પંજાબ રાજ્યના જાલંધરમાં આવેલું છે, અહીં પર એક દેવીનું તળાવ પણ છે જેમાં સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે, અહી પર માતા સતીનો ડાબી છાતી પડી હતી.

અંબાજી શક્તિપીઠ

આ પ્રખ્યાત 51 શક્તિપીઠ માં એક સ્થળ ગુજરાત રાજ્યમાં આબુરોડની પાસે અરાસુર પર્વત પર છે, અહી માતાનું હદય પડ્યું હતું, અંબાજીની આરાધના અપરંપાર છે.

મહામાયા શકિતપીઠ

આ પવિત્ર સ્થળ નેપાળ દેશમાં છે અને પ્રખ્યાત પશુપતિનાથ મંદિર પણ આ 51 શક્તિપીઠમાંથી એક મહામાયા શકિતપીઠની પાસે છે, અહી દેવી સતીના બંને ઘુટણ પડ્યા હતા. આ શકિતપીઠ ગુજરેશ્વરી મંદિર નામથી પણ ઓળખવામાં આવે છે.

દાક્ષાયની શકિતપીઠ

આ સ્થળ તિબ્બતમાં આવેલ છે જે કૈલાશ-માનસરોવરની પાસે છે, અહી પર માતાનો જમણો હાથ પડ્યો હતો.

Image Source

વિમલા શકિતપીઠ

આ સ્થળ ઓરિસ્સા રાજ્યમાં વિરાજ ક્ષેત્રના ઉત્કલ સ્થળ પર છે અહી માતાની નાભિ પડી હતી.

Image Source

ગંદકી શકિતપીઠ

આ સ્થળ નેપાળ દેશમાં પોખરા નામના સ્થળ પર છે. અહી ગંડકી નદી વહે છે, જ્યાં માતાનું માથું પડ્યું હતું.

દેવી બહુલા શકિતપીઠ

આ સ્થળ પશ્ચિમ બંગાળ રાજ્યના વર્ધમાન જિલ્લામાં અજેય નદીના કિનારે આવેલો છે જ્યાં માતાનો ડાબો હાથ પડ્યો હતો.

મંગલ ચંડિકા અથવા ઉજ્જયિની શકિતપીઠ

આ સ્થળ પશ્ચિમ બંગાળ રાજ્યના વર્ધમાન જિલ્લામાં આવેલ છે આ સ્થળ પર માતા સતીનું જમણું કાંડુ પડ્યું હતું.

Image Source

ત્રિપુરસુંદરી શકિતપીઠ

આ સ્થળ ભારતના ત્રિપુરા રાજ્યમાં ઉદારપુરની પાસે મતાબાઢી પર્વત પર છે અહી માતાનો જમણો પગ પડ્યો હતો.

Image Source

ભવાની ચટ્ટલ શકિતપીઠ

આ પવિત્ર સ્થળ બાંગ્લાદેશમાં ચટગામ જિલ્લાની પાસે આવેલ છે, 51 શકિતપીઠનું આ મંદિર ચંદ્રનાથ પર્વત પર આવેલ છે, અહી માતાનો જમણો હાથ પડયો હતો.

ભ્રામરી શક્તિપીઠ

આ સ્થળ પશ્ચિમ બંગાળ રાજ્યના જલપાઈગુડી જિલ્લામાં ત્રિસ્ત્રોત નામના સ્થળ પર છે, અહી પર માતાનો ડાબો પગ પડ્યો હતો.

Imge Source

કામાખ્યા શક્તિપીઠ

આ શક્તિપીઠ આસામ રાજ્યના ગુવાહાટી જનપદમાં કામગીરી નામના સ્થળ પર નીલાંચલ પર્વત પર આવેલ છે, અહી માતાનો યોની ભાગ પડયો હતો. 51 શક્તિપીઠના આ લેખમાં સમાવેશ કામાખ્યા મંદિર પણ પોતાની ગરિમાને જાળવતું દર વર્ષે અહી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

યુગાધા શકિતપીઠ

આ સ્થળ પશ્ચિમ બંગાળ રાજ્યના વર્ધમાન જિલ્લામાં ખીરગામમાં આવેલ છે, અહી પર માતાનો અંગૂઠો ( જમણા પગનો ) પડ્યો હતો.

Image Source

કાલિકા શકિતપીઠ

આ સ્થળ પશ્ચિમ બંગાળ રાજ્યના કોલકાતાના કાલીઘાટ નામના સ્થળ પર છે, અહી માતા દેવી સતીનો ડાબા પગનો અંગુઠો પડ્યો હતો.

Image Source

લલિતા શકિતપીઠ

આ પવિત્ર સ્થળ ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ જિલ્લામાં ગંગા યમુના સરસ્વતીના સંગમના કિનારે આવેલ છે. અહી માતાના હાથની આંગળીઓ પડી હતી.

Image Source

જયંતિ શકિતપીઠ

આ શકિતપીઠ બાંગ્લાદેશમાં સિલ્હૈત જિલ્લામાં કલાજોર ભોભોર્ગ નામના એક ગામમાં ખાસી પર્વત નામના એક સ્થળ પર છે, અહી માતાની ડાબી જાંઘ પડી હતી.

વિમલા શકિતપીઠ

આ સ્થળ પશ્ચિમ બંગાળ રાજ્યના મુર્શિદાબાદ જિલ્લામાં કિરીટકોણ નામના ગામમાં છે, અહી માતાનો મુંગટ પડ્યો હતો.

Image Source

મણીકરણી અથવા વિશાલાક્ષી શક્તિપીઠ

આ સ્થળ ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી જિલ્લામાં ( જે બનારસ, કાશી વગેરેના નામથી ઓળખવામાં આવે છે ) માતા ગંગાના એક પાવન કિનારે આવેલ છે, અહીં માતાના કાન નું કુંડળ જેમાં જડેલું હતું તે પડ્યું.

Image Source

શ્રાવણી શક્તિપીઠ

આ શક્તિપીઠનું સ્થળ તમિલનાડુ રાજ્યમાં આવેલ છે, અહીં પર માતાની પીઠ પડી હતી.

સાવિત્રી શક્તિપીઠ

આ પવિત્ર સ્થળ હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલ છે, અહી પર માતાની એડી પડી હતી.

Image Source

ગાયત્રી શક્તિપીઠ

આ સ્થળ રાજસ્થાન રાજ્યના અજમેર જિલ્લામાં પુષ્કર નામના સ્થળ પર ગાયત્રી પર્વત પર છે, અહીં માતાના મણિબંધ પડ્યા હતા.

Image Source

મહાલક્ષ્મી શકિતપીઠ

આ સ્થળ સિલ્હૈતમાં જૈનપુર નામના ગામ પર છે, અહી માતાનું માથું પડ્યું હતું.

દેવગર્ભા શક્તિપીઠ

આ પવિત્ર સ્થળ પશ્ચિમ બંગાળ રાજ્યના બીરભૂમ જિલ્લામાં કાંચી નામના સ્થળે કોપઈ નદીના કિનારે છે. અહી માતાના હાડકા પડ્યા હતા.

દેવી કાળી શકિતપીઠ

આ સ્થળ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટકમાં શાન નદીના કિનારે એક ગુફામાં આવેલ છે, અહી દેવી સતીનો ડાબો નિતંબ પડ્યો હતો.

નર્મદા શોણાક્ષી શક્તિપીઠ

આ સ્થળ મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટકમાં નર્મદા નદીના ઉદ્ગમ સ્થળ પર છે, અહી માતાનો જમણો નિતંબ પડ્યો હતો.

શિવાની શકિતપીઠ

આ સ્થળ ઉત્તર પ્રદેશ રાજ્યના ઝાંસી જિલ્લામાં રામગીરી નામના સ્થળ પર છે જે ચિત્રકૂટ ની પણ પાસે આવેલ છે. અહી માતાની જમણી છાતી પડી હતી.

ઉમા શકિતપીઠ

આ સ્થળ ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં વૃંદાવનમાં ભૂતેશ્વર મંદિર નામના સ્થળ પર આવેલ છે, અહી પર માતાની ચૂડામણિ પડી હતી.

નારાયણી શક્તિપીઠ

આ શક્તિપીઠ તમિલનાડુ રાજ્યના કન્યાકુમારી તિરુવનંતપુરમ્ માર્ગ પર યાદગાર સ્થળ પર આવેલ છે, અહી માતાના ઉપરના દાંત પડ્યા હતા.

Image Source

વારાહી શકિતપીઠ

આ એક અજ્ઞાત સ્થળ પર છે જ્યાં માતાના નીચેના દાંત પડ્યા હતા.

અર્પણા શક્તિપીઠ

આ પવિત્ર સ્થળ બાંગ્લાદેશમાં ભવાનીપુર ગામમાં બાગુર સ્ટેશન પાસે આવેલ છે. અહી પર માતાના ડાબા પગના ઝાંઝર પડ્યા હતા.

શ્રી સુંદરી શક્તિપીઠ

આ સ્થાન જમ્મુ કાશ્મીર રાજ્યના લડાખ ક્ષેત્રમાં પર્વત પર આવેલું છે, અહી માતાના જમણા પગની ઝાંઝર પડી હતી. અન્ય કેટલીક માન્યતા મુજબ આ સ્થાન આંધ્ર પ્રદેશ રાજ્યના કુરુનુલ જિલ્લામાં શ્રિશૈલમ સ્થાન પર છે.

કપાલિની ભીમરૂપ શક્તિપીઠ

આ સ્થળ પશ્ચિમ બંગાળ રાજ્યના તામલુક જિલ્લામાં વિભાસ નામના સ્થળ પર છે, અહી માતાની ડાબી એડી પડી હતી.

ચંદ્રભાગા શકિતપીઠ

આ ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં છે, તે સોમનાથ મંદિરની પાસે પ્રભાસ ક્ષેત્રમાં છે, અહી માતાનું પેટ પડ્યું હતું.

અવન્તિ શકિતપીઠ

આ શક્તિપીઠ ક્ષિપ્રા નદીના કિનારે ભૈરવ નમ્બના પર્વત પર છે. અહી માતાનો ઉપરનો હોઠ પડ્યો હતો.

ભ્રામરી શકિતપીઠ

આ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં જનસ્થાન નામના સ્થળ પર છે અને ગોદાવરી નદીના કિનારે છે, અહી માતાની ઠોડી પડી હતી.

રાકિની વિશ્વેશવરી શકિતપીઠ

આ આંધ્ર પ્રદેશ રાજ્યમાં ગોદાવરી નદીના કિનારે કોતીલિંગેશ્વર મંદિરની પાસે શ્રીશૈલમ નામના સ્થળ પર છે, અહી પર માતાનો ગાલ પડયો હતો.

અંબિકા શક્તિપીઠ

આ શકિતપીઠ રાજસ્થાન રાજ્યના ભરતપુર જિલ્લામાં બિરાત નામના સ્થળ પર આવેલ છે, અહી માતાના ડાબા પગની આંગળીઓ પડી હતી.

કુમારી શકિતપીઠ

આ પશ્ચિમ બંગાળ રાજ્યના હુગલી જિલ્લામાં રત્નાકર નદીના કિનારે આવેલ છે, અહી માતાનો જમણો સ્કંધ પડ્યો હતો.

ઉમા મહાદેવી શક્તિપીઠ

આ સ્થળ ભારત અને નેપાળની સીમા પર જનકપુર રેલવે સ્ટેશન પાસે આવેલ છે, અહી માતાનો ડાબો સ્કંધ પડ્યો હતો.

કલીકા દેવી શકિતપીઠ

આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળ રાજ્યના બિરભૂમિ જિલ્લામાં નલહાટીની પાસે આવેલ છે, અહી માતાના પગના હાડકા પડ્યા હતા.

જયદુર્ગા શક્તિપીઠ

આ શકિતપીઠ એક અજ્ઞાત સ્થળ પર આવેલ છે, અહી માતા સતીના બંને કાન પડ્યા હતા.

મહિષમર્દાની શકિતપીઠ

આ શક્તિપીઠ પશ્ચિમ બંગાળ રાજ્યના બીરભૂમ જિલ્લામાં દુબરાજપુર સ્ટેશન પાસે વક્રેશ્વર નામના સ્થળ પર આવેલ છે, અહી પાપહર નદી પણ છે, અહી માતાનો ભ્રુમધ્ય પડ્યો હતો.

યશોરેશ્વરી શકિતપીઠ

આ શક્તિપીઠ બાંગ્લાદેશના ખુલના જિલ્લામાં યશોર નામના સ્થળ પર છે, અહી માતાના હાથ અને પગ પડ્યા હતા.

ફુલ્લરા શકિતપીઠ

આ સ્થળ પશ્ચિમ બંગાળ રાજ્યના બીરભૂમ જિલ્લામાં અટ્ટહાસ નામના સ્થળ પર આવેલ છે, અહી માતાના હોઠ પડ્યા હતા.

નંદિની શકિતપીઠ

આ સ્થળ પશ્ચિમ બંગાળ રાજ્યના બીરભૂમ જિલ્લામાં નંદીપુર નામના સ્થળમાં ચાર દીવાલમાં વડના વૃક્ષ પાસે આવેલ છે, અહીં માતાના ગળાના હાર પાડ્યો હતો.

ઇન્દ્રાક્ષી શક્તિપીઠ

પૌરાણિક માન્યતાઓ મુજબ આ સ્થળ લંકામાં ટ્રિંકોમાલી સ્થળ પર આવેલ છે, અહી માતા સતીના ઝાંઝર પડ્યા હતા.

અન્ય પ્રખ્યાત શકિતપીઠ

આ તો અમે તમને 51 શકિતપીઠની જાણકારી આપી પરંતુ તમારા મનમાં ઘણાબધા એવા નામ હશે જે આ યાદીમાં નથી. પરંતુ તમે વિચારતા હશો કે તે પણ શકિતપીઠ છે તમે એકદમ સાચા છો. શકિતપીઠ વિશે શંકા રહે છે. અમે અહીં 108 શક્તિપીઠની વાત કરી રહ્યા નથી, તેથી કેટલાક પ્રખ્યાત શક્તિપીઠ કેમકે હરિદ્વારના ચંડી દેવી, મનસાદેવી, માયાદેવી આ યાદીમાં નથી તેમજ માં વૈષ્ણોદેવી, લલિતા દેવી, સીતાપુર જેવા મુખ્ય શક્તિપીઠ પણ આ 51 શક્તિપીઠની યાદીમાં નથી.

તો જોયું તમે માતા સતીના જે 51 શક્તિપીઠ છે તે ફક્ત આપણા ભારત દેશમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળમાં પણ આવેલ છે, તમે તેના પણ દર્શન કરો, કેમ કે તેમાંથી મોટા ભાગે કોઈક મંદિરની પાસે છે. જેમકે માની લો તમે સોમનાથ મંદિર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ત્યાં નજીકમાં જ ચંદ્રભાગા શકિતપીઠના દર્શનનો લાભ પણ મળી જશે.

તમને જાણકારી હોવી જોઈએ અને અમે તમને જાણકારી આપવાનો પ્રયત્ન કરતા રહીશું. આશા કરીએ છીએ કે તમને આ લેખ પસંદ આવ્યો હશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment