મધ્યાહન કે સાંજ ના ભોજન માં બનાવો સ્વાદિષ્ટ મેથી ના પુલાવ.

Image source

બપોર નું ભોજન હોય કે સાંજ નું ચોખ્ખા ફટાફટ તૈયાર થઈ જવાની સાથે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. એવામાં સાદા ચોખ્ખા ની જગ્યાએ પુલાવ બનાવી લેવામાં આવે તો પછી શું કેવું. તો ચાલો આજ બનાવીએ મેથી પુલાવ જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.

એક નજર.

રેસિપી કિવઝિન ભારતીય

  • કેટલા લોકો માટે : ૧/૨
  • સમય : ૧૫ થી ૩૦ મિનીટ
  • ભોજન નો પ્રકાર : વેજ

જરૂરી સામગ્રી.

  • ૧ કપ ચોખા
  • ૧ કપ મેથી ની પેસ્ટ
  • ૧/૨ કપ કાંદા
  • ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી રાઈ
  • ૧/૪ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ લાલ મરચાનો પાવડર
  • ૧ મોટી એલચી
  • ૨ લીલી એલચી
  • ૨ લવિંગ
  • ૧ તીખા પાન
  • ૨ લીલા મરચા
  • તેલ જરૂરત મુજબ
  • મીઠી સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

રીત.

  • સૌથી પહેલા ચોખા ને ૩૦ મિનીટ માટે પાણી માં પલાળી ને રાખી દો.
  •  મધ્યમ તાપે એક વાસણ મા તેલ નાખીને ગરમ કરવા મૂકી દો.
  •  તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ, મોટી એલચી, લીલી એલચી, લવિંગ અને તીખા પાન નાખીને વઘાર કરો.
  •  ત્યારબાદ કાંદા, લીલી મરચી અને આદુ લસણ ની પેસ્ટ નાખીને સાંતળી લો.
  •  હવે મેથી ની પેસ્ટ નાખીને મિક્સ કરી ૫ મિનીટ સુધી પકાવો.
  •  ૫ મિનીટ પછી લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખી ને હલાવો.
  •  ચોખા નાખીને સરખી રીતે મિક્સ કરો અને ૨ થી ૨ ૧/૨ કપ પાણી નાખી ઢાંકી ને પકાવો. તમે ઇચ્છો તો વાસણ ની જગ્યાએ પ્રેશર કુકર નો ઉપયોગ કરી શકો છો.
  •  ચોખા પકવતી વખતે વચ્ચે એક વાર કડછી થી હલવો.
  •  જ્યારે ચોખા સંપૂર્ણ રીતે પાકી જાય ત્યારે ગેસ બંધ કરી દો.
  •  તૈયાર છે મેથી પુલાવ. તેને રાયતા ની સાથે પીરસો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment