ફેંગશુઈમાં છોડને મુખ્ય સાવચેતી માં એક ગણવામાં આવે છે. એ ફૂલ – છોડ ઘરમાં રાખવાથી પવિત્રતા નું વાતાવરણ બની રહે છે. તે ઘરના બગીચાની શોભા બનવાની સાથે ઘરમાં રહેનાર દરેક વ્યક્તિના મન પણ આનંદિત રાખે છે. ઘરમાં બગીચો બનાવવો અને છોડ લગાવવાનો અન્ય એક ફાયદો પણ છે કે, તે ફેંગશુઈની અસરને વધારે છે. માટે ઘરમાં સકારાત્મક ઉર્જા માટે ઘરના બગીચામાં આ પાંચ છોડ જરૂરથી લગાવવા જોઈએ.
વાસ્તુ અને ફેંગશુઈ પ્રમાણે સ્વસ્થ અને મજબૂત છોડ ઘરના બગીચામાં લગાવવાથી ઘર ના લોકો આનંદિત રહે છે. એ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે ને ઘરના દરેક ખૂણા ને ઉત્સાહથી ભરી દે છે. માનવામાં આવે છે કે છોડ ઓર્ગેનિક તત્વો અને પ્રભાવને ખૂબ જ ઝડપથી ફેલાવે છે. ઉપરાંત ઘરમાં નકારાત્મક પ્રભાવોને દૂર કરે છે. માટે ઘરની ખાલી જગ્યાઓમાં છોડ લગાવી દેવો જોઈએ. ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણાને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. માટે ત્યાં મોટા, પહોળા પાનના છોડ લગાવવા જોઈએ.
1. તુલસી
તુલસી માતા લક્ષ્મી નું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરમાં તુલસી ના છોડને પૂર્વ દિશા અથવા ઇશાન ખૂણામાં લગાવવો જોઈએ. તુલસી દરેક પ્રકારના જીવાણુઓને ઘરમાં આવતા પહેલા જ નષ્ટ કરી દે છે. ઉપરાંત ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વિકાસ કરે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે તુલસીનું નિયમિત સેવન કરવાથી ગંભીર રોગોમાં રક્ષણ મળે છે.
2. પારિજાત
પારિજાતના ફૂલોની હરસિંગાર અને શેફાલીકા પણ કહેવામાં આવે છે. આ વૃક્ષ જે આંગણામાં હોય છે. ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે. એના ફુલ ઘરમાંથી તણાવને દૂર કરીને આનંદ અને ભરે છે.
3. સફેદ અપરાજિતા
આ છોડ લગાવવાથી હંમેશા માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. સંસ્કૃતમાં આ છોડને વિષ્ણુપ્રિયા, વિષ્ણુ કાન્તા, ગીરી કર્ણી, અશ્વખુરા કહેવામાં આવે છે. સફેદ અને ભૂરા બંને રંગની અપરાજિતા વિશે ઔષધીય ગુણોથી ભરપૂર છે.
4. ક્રેસુલા ઓવાટા
એવું માનવામાં આવે છે કે આ છોડ લગાવવાથી ધન લાભ થાય છે. આ છોડ ધનને ખેંચે છે. ફેંગશુઈ પ્રમાણે કેસુલા સકારાત્મક ઊર્જાની સાથે ધનને પણ ઘર તરફ ખેંચાય છે. ઈંગ્લીશમાં આ છોડને ઝેડ પ્લાન્ટ, લકી પ્લાંટ અને ફ્રેન્ડશીપ પ્લાન્ટ કહેવામાં આવે છે.
5. મની પ્લાન્ટ
માનવામાં આવે છે કે આવેલ ને ઘરમાં લગાવવાથી તે સમૃદ્ધિ મળે છે. મની પ્લાન્ટ અને અગ્નિ ખુણામાં લગાવવું યોગ્ય ગણવામાં આવે છે. અગ્નિ ખૂણાના દેવતા ગણપતિ છે, જ્યારે પ્રતિનિધિ શુક્ર છે. માટે અગ્નિ ખૂણામાં મની પ્લાન્ટ લગાડવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. મની પ્લાન્ટ અને ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ નહીં કારણ કે, એનાથી કરવાથી ધનહાનિ થઇ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “સકારાત્મક ઊર્જા અને સુખ, સમૃદ્ધિ માટે ઘરના બગીચામાં લગાવો આ પાંચ છોડ”