રાત્રે પગ ધોવા થી ફક્ત શરીરનો થાક દૂર નથી થતો પરંતુ થોડા બીજા ફાયદા પણ થાય છે. તમે ઈચ્છો તો પાણીમાં મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો.
સામાન્ય રીતે કોઈપણ આખો દિવસ કામ કર્યા પછી થાકી જાય છે. પછી ભલે તે ઓફિસનું કામ હોય કે રોજબરોજનું ઘરનું કામ, સતત દબાણ ને લીધે શરીર થાકી જાય છે. સાથે જ મસ્તિષ્ક અને હાડકાઓ સાથે શરીરનો બાકીનો ભાગ પણ પ્રભાવિત થાય છે. તેના લીધે શરીર કાર્યરત રહી શકતું નથી અને સુસ્ત બની જાય છે.
બીજા દિવસે શરીરની ઉર્જાને ફરીથી રીસ્ટોર કરવા માટે આપણે શરીરના અંગોને આરામ આપવાની જરૂર પડે છે. રાતની પૂરતી ઊંઘ અને સારા આહારથી આપણને ઘણી ઊર્જા મળે છે. પરંતુ આ સાથે જ રાત્રે સુતા પહેલા આપણા પગને સારી રીતે ધોવાથી પણ ઘણા ફાયદા થાય છે. ચાલો જાણીએ સુતા પહેલા પગની સાફ સફાઈ કરવાના ફાયદા.
ઉર્જાનો પ્રવાહ સરખો થાય છે:
પગને સરખી ઉર્જા અને વાયુ પ્રવાહ ત્યારે મળે છે જ્યારે સંપૂર્ણ દિવસ પછી તમે આરામથી પગ ને પથારીમાં ખુલ્લા છોડી દો. જેટલા સમય સુધી પગ જમીન પર રહે છે તેટલો સમય તેમને સરખો વાયુ પ્રવાહ મળી શકતો નથી. આખા દિવસના થાક પછી રાત્રે પગ ધોવાથી તેને ઉર્જા મળે છે અને શરીરને પણ રાહતનો અનુભવ થાય છે.
સાંધા અને સ્નાયુઓ અને રાહત આપે છે:
આપણા પગ આખા શરીરનું વજન ઉઠાવે છે. ઘણીવાર સાંજના સમયે પગ ની આસપાસ સખ્તાઈ નો અનુભવ થાય છે. તે ફક્ત ચુસ્ત અને ખોટા પગરખા પહેરવા કે બીજી પ્રવૃત્તિઓને કારણે નથી થતા. તેની પાછળનું કારણ સતત પગની અવગણના પણ હોઈ શકે છે. જેટલી તમે તમારા વાળ, ત્વચા અને શરીરના બીજા ભાગો ની સાર સંભાળ રાખો છો, એટલું જ પગને પણ પ્રેમની જરૂર હોય છે. તેથી રાત્રે તમારા પગને સારી રીતે સાફ કરો. તેનાથી સાંધા અને સ્નાયુઓ ને રાહત મળે છે.
શરીરનું તાપમાન જાળવી રાખે છે:
શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આયુર્વેદમાં પગની સાફ-સફાઈ ઉપર ખુબ જ ભાર મૂકવામાં આવ્યો છે. પગ અગ્નિના તત્વો સાથે જોડાયેલા હોય છે. ફુટવેર પહેરવાથી દિવસ ભર તે બંધ વિસ્તારમાં ગરમી ઉત્પન્ન થાય છે. પરંતુ પગરખા કાઢી નાખવાથી પગને આરામ મળે છે અને તરત જ ગરમી બહાર નીકળે છે. સુતા પહેલા પગ ધોવાથી રાહત મળે છે અને સારી ઊંઘ આવે છે.
દુર્ગંધ દૂર કરે છે:
મોજા અને પગરખા આખો દિવસ પરસેવાથી પલળી જાય છે. તેના લીધે પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે. રાત્રે તેનાથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે. સેન્ટ કે લોશન સ્પ્રે કરવાને બદલે રાત્રે પગને સારી રીતે ધોવા. તેનાથી વાયુ પ્રવાહમાં સુધારો થાય છે. આ ઉપરાંત પગ મા તાજગીનો અનુભવ પણ થાય છે.
પગને સારી રીતે કેમ ધોવા:
- પગને દરરોજ ગરમ પાણીથી ધોવા.
- આપણા પગ પર ફક્ત પાણી જ નાખો પરંતુ આંગળીઓની વચ્ચે નો ભાગ અને તળિયા પણ બરાબર સાફ કરો.
- આપણા પગ ને સુકવો અને પગની ત્વચાને ઘસો.
આ રીતે દરરોજ રાત્રે પગ ધોવાથી ઘણી રાહત મળે છે. તેનાથી ફક્ત તમારો થાક જ દૂર નથી થતો પરંતુ પગ કોમળ અને મુલાયમ બને છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team