જો તમારા ઘરે કોઈ મહેમાન આવી રહ્યું હોય, અને તમે કંઈક સ્વીટ ખવડાવવા ઈચ્છતા હોય અને તમે મૂંઝવણમાં હોય કે મહેમાનને સ્વીટમાં શું ખવડાવવું તો આ મિલ્ક પાવડર બરફી રેસીપી ટ્રાય કરો. દૂધ પાવડર, કંડેસ્ડ મિલ્ક, ઘી અને એલચી પાવડર જેવી સાધારણ રસોઈ સામગ્રી સાથે આ મીઠાઈ એક કલાકમાં તૈયાર થઈ જશે. આ સ્વાદિષ્ટ મીઠાઈ અને ભારતના કેટલાક ભાગોમાં “ખોયા બરફી” ના નામે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ આ સ્વાદિષ્ટ બરફી બનાવવાની રેસીપી.
સામગ્રી
- 300 મિલી ઘાટુ દૂધ
- અઢી કપ મિલ્ક પાવડર
- 2 મોટી ચમચી ઘી
- 1 કપ પાણી
- 1 નાની ચમચી લીલી એલચી પાવડર
- 1 મુઠ્ઠી પિસ્તા
- સજાવટ માટે જરૂરિયાત મુજબ ચાંદીનો વરખ
- 1 મુઠ્ઠી બદામ
બનાવવાની રીત –
એક મોટું વાસણ લો અને તેમાં દૂધ સાથે મિલ્ક પાવડર નાખો. આ સામગ્રીઓનો ઉપયોગ કરી એક કઠણ લોટ બાંધી લો. એકવાર બંધાઈ ગયા પછી તેને ફ્રીઝરમાં મૂકી દો અને તેને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી ફ્રીઝરમાં રાખો.
લોટ લઇ અને તેને એક બાઉલમાં છીણી લો. આ છીણેલો લોટ આગળ ઉપયોગ માટે અલગથી રાખી દો. એક જાડા તળિયાવાળુ વાસણ લો. તેને ધીમા તાપે રાખો અને તેમાં ઘી ગરમ કરો.
આ વાસણમાં પાણી સાથે છીણેલો લોટ નાખો. વાસણમાં એલચી પાઉડર નાખી યોગ્ય રીતે મિક્સ કરી લો. જ્યાં સુધી પાણી સુકાય ન જાય ત્યાં સુધી આ મિશ્રણને હલાવતા રહો અને મિશ્રણ વાસણ વચ્ચે જામી ન જાય તે બાબતનું ધ્યાન રાખો.
આ તૈયાર થયેલા મિશ્રણને ઘી લગાવેલી ટ્રે મા નાખો અને બદામ અને પીસ્તા થી ગાર્નીશ કરો. મિશ્રણ ઠંડુ થવા દો અને બરફીને મનગમતા આકારમાં કાપો. તેને ચાંદીનાં વરખથી સજાવો અને પીરસો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ઘરે આવેલા મહેમાનોને ખવડાવો આ ટેસ્ટી મિઠાઈ, ખનારાઓનું દિલ ખુશ થઇ જશે, જાણો રેસીપી.”