ફાગણ મહિનાની શરૂવાત થઈ ચુકી છે. આ અમાસ મહાશિવરાત્રી બાદ તરત જ આવે છે. હિંદુ લોકો માટે આ અમાસનું ખુબ જ વિશેષ મહત્વ છે. આનંદ અને ઉલ્લાસ ના રૂપમાં મનાવવામાં આવતા આ ફાગણ માસમાં ધીરે ધીરે ગરમીની શરૂવાત થતી જાય છે. વસંત ઋતુની ભરપુર બહાર હોવાથી આ મહિનામાં ચારે બાજુ પ્રેમનો માહોલ જોવા મળે છે.
ફાગણ મહિના ની અમાસના દિવસે લોકો તેમા પિતૃની આત્માની શાંતિ માટે દાન, તર્પણ અને શ્રાદ્ધ કરે છે. આ દિવસે ધાર્મિક સ્થળ પર સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ ફાગણ મહિના ની અમાસનું મહત્વ
અમાસનું મહત્વ
આપણા હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે મૃત્યુ બાદ આત્માઓ પિતૃલોક પહોંચે છે. આ આત્માઓનો અસ્થાયી નિવાસ હોય છે અને જ્યાં સુધી તેમના ભાગ્યનો અંતિમ નિર્ણય નથી થતો ત્યાં સુધી તેમને ત્યાંજ રહેવું પડે છે. આ દરમિયાન તેમને ખૂબ પીડા સહન કરવી પડે છે. કારણકે તે કઇ પણ ગ્રહણ કરવામાં સમર્થ હોતા નથી.
અમાસના દિવસે આ આત્માના વંશજ, સગા-સંબંધીઓ કે કોઇ પરિચિત તેમના માટે શ્રાદ્ધ, દાન અને તર્પણ કરી તેમને આત્મશાંતિ અપાવી શકે છે. પિતૃની શાંતિ માટે કરવામાં આવતા દાન, તર્પણ, શ્રાદ્ધ સહિત માટે આ દિવસને ભાગ્યશાલી માનવામાં આવે છે.
શુભ મૂહુર્ત
અમાવાસ્ય તિથિ આરંભ 19:04:19 બપોરે (22 ફેબ્રુઆરી)
અમાવાસ્યા તિથિ સમાપ્ત 21:03:12 બપોરે (23 ફેબ્રુઆરી)
ફાગણની અમાસ પર સૂર્ય દેવતાને આ રીતે કરો પ્રસન્ન
– કુંડળીમાં સ્થાન અને આરોગ્યની કારક સૂર્યને માને છે.
– સૂર્યની વિધિ વિધાનથી પૂજા કરી આપણે બીમારીઓથી મુક્તિ મેળવી શકીએ છીએ.
– ફાલ્ગુન અમાવાસ્ય પર રવિવારના ઉપવાસ રાખો અને આ દિવસે મીઠાનું સેવન ન કરો.
– રોજના સવારે સૂર્ય ચાલીસાના પાઠ કરો.
– ભગવાન સૂર્યને 12 નામોના જાપ સવારેના સમયે ઘીથી દિવો પ્રગટાવીને કરો.
– જો પિતૃ દોષથી વધારે મુશ્કેલી થઇ રહી છે તો લાલ મીઠી વસ્તુઓનું દાન કરો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team