એક દિવસ પિતા અને પુત્ર જળમાર્ગે થી પ્રવાસ કરતાં હતા, અને બંને રસ્તો ભટકી ગયા હતા. તેઓ એક જગ્યા એ પહોંચ્યા જ્યાં બે ટાપુ આજુ બાજુ હતા. પિતા એ પુત્ર ને કહ્યું, હવે લાગે છે આપનો અંતિમ સમય આવી ગયો છે. દૂર દૂર સુધી કોઈ સહારો ન હતો, અચાનક તેમને એક ઉપાય સૂજ્યો, પિતા એ તેના પુત્ર ને કહ્યું કે આમ પણ આપનો અંતિમ સમય આવી ગયો છે કેમ ના પછી આપણે ભગવાન નું નામ લઈએ??તેમને બંને ટાપુ એક બીજા માં વહેચી લીધા. એક તરફ પિતા અને બીજે તરફ પુત્ર, અને બંને ભગવાન ની પ્રાથના કરવા લાગ્યા.
પુત્ર એ ભગવાન ને કહ્યું હે ભગવાન આ ટાપુ પર વૃક્ષો અને છોડ ઊગી નીકળે, જેના ફળ-ફૂલ થી અમે અમારી ભૂખ મટાળી શકીએ. ભગવાન એ પ્રાથના સાંભળી લીધી અને તરત જ ટાપુ પર વૃક્ષો અને છોડ ઊગી નીકળ્યા અને ફળ-ફૂલ પણ આવી ગયા તેને કહ્યું કે આ તો ચમત્કાર થઈ ગયો. પછી તેને પ્રાથના કરી કે એક સુંદર સ્ત્રી આવી જાય. જેના થી તેની સાથે સંસાર વસાવી શકાય. તરત જ એક સુંદર સ્ત્રી પ્રગટ થઈ ગઈ.
હવે એને વિચાર્યું કે મારી બધી જ પ્રાથના ભગવાન સાંભળે છે તો કેમ ના હું ભગવાન પાસે અહિયાં થી બહાર નીકળવાનો રસ્તો માગું? તેને એવું જ કર્યું તેને પ્રાથના કરી કે એક હોડી આવી જાય અને જેમાં અમે બેસી ને અહિયાં થી બહાર નિકળી જઈએ. તરત જ એક હોડી ત્યાં આવી અને તે તેમાં બેસી ને બહાર નીકળી ગયો.
ત્યારે જ એક આકશવાણી થઈ. બેટા, તું એકલો જ જાય છે?? તારા પિતા ને સાથે નહી લે?? તેને કહ્યું કે એમને છોડો એ એજ લાયક છે. પ્રાથના તો એમને પણ કરી પરંતુ, તમે એમને સાથ ન આપ્યો. કદાચ એમનું મન પવિત્ર નહીં હોય, તો એમને એમનું ફળ ભોગવવા દો.
આકાશવાણી કહે છે કે બેટા, તને ખબર છે તારા પિતા એ શું પ્રાથના કરી?? પુત્ર એ કહ્યું કે ના,— તો સંભાળ તારા પિતા એ એક જ પ્રાથના કરી કે હે ભગવાન! મારો પુત્ર તમારી પાસે જે માંગે એ એને આપી દેજો.
હે પ્રભુ! અમને બધા ને એવું સુખ આપજે કે અમે અમારા માંતા પિતા ની છત્ર-છાયા માં હસતાં રમતા રહીએ.
વાર્તા ભલે કાલ્પનિક છે પરંતુ જો આપને ગમી હોય તોહ દરેક સાથે શેર જરૂર કરજો
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “પિતા નો પુત્ર પ્રત્યય નો પ્રેમ દર્શાવતી એક ટૂંકી વાર્તા..”