ફાઈવ સ્ટાર હોટેલોને ઉલ્લુ બનાવી હજારોનું ખાવાનું ખાતા આ બાપ-દીકરાને મુંબઈ પોલીસે પકડી લીધા છે. આ બાપ દીકરો પહેલા હોટેલમાં બુકીંગ કરતા, બુકીંગ કાર્ય બાદ ટાઇમસર ખાવાનું ખાવા પહુંચી જતા હતા. આ લફંગાઓ હોટેલના મેનેજરો સામે પોતાને કોઈ મોટો બિઝનેસમેન તરીકે ઓળખાણ આપતા.
પીટીઆઈ અનુસાર આ વાતનો ખુલાસો થયો જયારે તાજ હોટેલના એક મેજરે સમયે પોલીસને ફોન કરી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ લુખ્ખા લોકો પાસે તો પૈસા પણ નથી બિલ દેવાના.
શરૂઆતમાં તાજ વિવાંતા ના સ્ટાફે બાપ-દીકરાને પ્રેમ અને નામરતા થી બિલ ચૂકવવાનું કીધું હતું. પણ આ બન્ને લોકો બહાના બનાવવા લાગ્યા. પોલીસ આવે ત્યાં સુધી આ બન્ને ને હોટેલમાં રોકી રાખવા જરૂરી હતા.
તાજ હોટેલથી બે વાર કમ્પ્લેન મળ્યા બાદ પોલીસે સમય રહેતા બન્ને ને પકડી પાડ્યા હતા. આરોપીઓનું નામ સુહાસ નારલેકર અને સ્વપ્નિલ નારલેકર છે.
પોલીસે જણાવ્યું કે આ બન્ને લોકો કાંદિવલીના રહેવાસી છે. આ બન્ને આરોપીએ તાજ હોટેલમાં રૂ. ૮૮૩૧ નું ખાવાનું ખાધું હતું. પોલીસે ધોખાધડી અને અન્ય બીજા ગુનાહો સમક્ષ કમ્પ્લેન દર્જ કરી હતી.
ત્યારબાદ આગળ પોલીસે જણાવ્યું કે બાપ દીકરા બન્નેએ મળીને ૩૨૦૦૦ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. હવે તો પોલીસ કોઈ બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાં જો આ લોકો ખિલાફ બીજી કમ્પ્લેન મળે છે કે નહીં એની પણ પૂછતાછ કરી.
ફાઈવ સ્ટાર હોટેલમાં બુકીંગ કરતા અને પછી હોટેલના કેબ થી પીક અપ કરવાનું પણ કહેતા. તેઓ હોટેલોમાં ચેક ઈન કરતા પહેલાજ ખાવાનું ખાવા જતા રહેતા. હજારોનું કહાવૌ ખાધા બાદ તેઓ હોટેલથી ચુપચાપ નીકળી જતા.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.
Author : Aditi Nandargi.