આ દુનિયામાં ઘણા લોકો પાણીને શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો તો તેનો ઉપયોગ સ્વાસ્થ્ય અને સુંદરતા વધારવા માટે ઉપચાર રીતે કરે કામ લે છે. ફટકડી થી ઘણા ફાયદા થાય છે એ લોકો જાણે જ છે પણ આજે આપણે જાણીશું તેનાથી થયા ઉપાય, તો ચાલો આપણે આજે થોડો સમય નીકળી ને જોઈ લઈએ કે કેવી રીતે કરવા આ ઉપાય જેનાથી આપણે ખુશ રહી શકીએ ..
1. દેવાથી છૂટું થવું હોય તો… જો તમે દેવાથી કંટાળી જ ગયા છો અને હવે કોઈ ઉપાય રહ્યો નથી તો આજે ફટકડી અને સિંદૂર ઘરે લઈને આવો. હવે બુધવાર ના દિવસે સવારે સોપારીમાં ફટકડી અને સિંદૂર લગાવી દો. આ પછી આ પણને ધીરેથી લાલ દોરાથી બાંધી દો. પછી તમારા નજીક કોઈ પીપળાનું જાડ હોય તો ત્યાં જાઓ. પછી તે પીપળાના મૂળમાં દબાવી દો અને આવું 3 બુધવાર કરવું પડશે, તો ફાયદો થશે.
2. વાસ્તુ દોષથી છૂટકાળો કરવા.. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ જોવા મળે છે તો દરેક કર્યો સારા થતાં નથી. વાસ્તુ દોષ ઘરમાં ખોટી અને ખરાબ ઉર્જા વધારે છે. આ ખાસ વાસ્તુ દોષને ભગાડવા માટે ઘરના દરેક રૂમમાં ફટકડીનો ટુકડો મૂકી દેવો જોઈએ. તેનાથી ઘરની ખરાબ રહેલી નકારાત્મક ઉર્જા દૂર ભાગી જશે અને સકારાત્મક ઉર્જાનો આવવાનો માર્ગ વધી જશે.
3. નેગેટિવ એનર્જી દૂર કરવા માટે ઉપાય… ઘરની કેટલીક જગ્યાએ વધુ નેગેટિવ એનર્જી આવી ગઈ હોય તો વાટકીમાં ફટકડી લઈને દરેક જગ્યાએ તે મૂકી દો, તેનાથી ફાયદો જોવા મળશે.
4. વિવાહિત જીવનમાં સુખ જોતું હોય તો… જો તમારા લગ્ન જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા ચાલતી હોય તો ફટકડી તેમાં ઘણી રીતે કામ કરી શકે છે. તમારે ખાલી લાલ રંગનું કપડું લાવવુ પડશે. તેમાં ફટકડીના 10 થી 12 ટુકડા બાંધી દો. હવે આ કપડાને બેડરૂમમાં અમુક જગ્યાએ લટકાવી દો. તેનાથી ઘર અને દંપતી વચ્ચેની બધી જ ખરાબ ઉર્જા ખતમ થઈ જશે.
5. ખરાબ સપના આવતા હોય તો.. જો તમે ખરાબ સપનાથી રાત્રે પરેશાન થઈ જાઓ છો તો ફટકડીના કેટલાક ટુકડા કાળા કે વાદળી રંગના કપડામાં બાંધીને રાખી દો અને રાત્રે સૂતા સમયે તમારી પથરીની બાજુમાં રાખવાથી આ સમસ્યા દૂર થઈ જશે..
6. ગરીબી દૂર કરવામાં ફટકડી ઉપયોગી… જો તમારી ગરીબી દિવસેને દિવસે વધતી જોવા મળે છે તો તમે તમારા પૈસા રાખવાની જગ્યાએ લાલ કપડામાં ફટકડી રાખી દો, ગરીબી દૂર થવા લાગશે..