Image by Free-Photos from Pixabay
સરખી ખાણી પીણી અને કસરત કરીને પણ પેટ ની આસપાસ ની ચરબી ઓછી કરી શકાય છે. જો તમે જીમ માં જવાનો સમય નથી કાઢી શકતા તો તમે ઘરે પણ કસરત કરી શકો છો. તમે કસરત ને સરળ બનાવવા માટે તકિયા નો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે આજ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે તકિયા નો ઉપયોગ કરીને પેટ ની ચરબી ઓછી કરી શકો છો.
સ્ત્રીઓ તેમના કામ અને જવાબદારીઓ વચ્ચે એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે પોતાના સ્વાસ્થ્ય માટે સમય જ નથી કાઢી શકતી. જેની અસર તેની તંદુરસ્તી ઉપર પડે છે. તેવામાં પેટ ની આસપાસ ચરબી નું વધવું સામાન્ય થઈ ગયું છે. આ તમારા દેખાવ ને બગડવાનું કામ તો કરે જ છે. સાથે તે સ્વાસ્થ્ય માટે પણ નુકશાન કારક છે. જો તમે પણ તમારી વધતી ફાંદ ના લીધે પરેશાન રહો છો તો, તમને બતાવી દઈએ કે તેના માટે તમારે બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી.
કેમ કે સરખી ખાણી પીણી અને કસરત કરીને પણ પેટ ની આસપાસ ની ચરબી ઓછી કરી શકાય છે. જો તમે જીમ માં જવાનો સમય નથી કાઢી શકતા તો તમે ઘરે પણ કસરત કરી શકો છો. તમે કસરત ને સરળ બનાવવા માટે તકિયા નો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે આજ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે તકિયા નો ઉપયોગ કરીને પેટ ની ચરબી ઓછી કરી શકો છો. તો ચાલો જાણીએ આ કસરતો વિશે.
સંપૂર્ણ શરીર ની કસરત
આને કરવા માટે સૌથી પહેલાં તમે એક સાદડી પર સુઈ જાવ અને ત્યારબાદ તમે તમારા બંને પંજા વચ્ચે તકિયા ને દબાવી રાખો. ત્યારબાદ તમે પગ ને ઉઠાવો અને મોઢા પાસે લઈ જાઓ. આ સાથે તમે તમારા શરીર ને પગ ની નજીક લઈ જવાની કોશિશ કરો. આને કરતી વખતે હાથોથી પંજા ની વચ્ચે ફસાયેલા તકિયા ને અડવાની કોશિશ કરો. આને તમે ૧૫ વાર કરો.
મુખ્ય કસરત
આને કરવા માટે સૌથી પહેલા તમે સાદડી પર બેસી જાવ અને પછી તમારા હાથ માં તકિયો પકડી લો. ત્યારબાદ તમે પગ ને ઘૂંટણ થી વાળો અને ૪૫° ડિગ્રી સુધી લઈ જાઓ. હવે શરીર ના ઉપર ના ભાગ અને નીચેના ભાગ ને એક બીજા ની નજીક લાવવાની કોશિશ કરો. આને તમે ઓછામાં ઓછી ૧૫ વાર કરો.
પગ રેજ
પગ રેજ પેટ ની ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક કસરત હોય છે. આ કસરત ને તમે તકિયા ની મદદ થી સરળ પણ બનાવી શકો છો. આના માટે તમે પહેલા જમીન પર સૂઈ જાવ અને પંજા વચ્ચે તકિયા ને દબાવી રાખો. ત્યાર બાદ તમે જેટલી કોશિશ કરી શકો છો તેટલા પગ તમારા ૯૦ અંશ ના ખૂણે વાળો. આને તમે ૧૫ વાર કરો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team