એક્સપર્ટે જણાવ્યું કે મહિલાઓ યુરીન પાસ કરતી વખતે કરે છે આ ભયાનક ભૂલ

Image Source

યુરીન વ્યક્તિના સ્વાસ્થ્યનો રાઝ જણાવી શકે છે તેથી જ અમુક મેડિકલ કન્ડિશનમાં ડોક્ટર યુરીન ટેસ્ટની સલાહ આપે છે. આમ યુરીન નો રંગ, યુરિનની ફ્રિક્વન્સી અને યુરિનમાં ફીણ આવવા જેવી દરેક વસ્તુથી સ્વાસ્થ્યની માહિતી લગાવી શકાય છે, અને ડોક્ટરે જણાવ્યું છે કે જે મહિલાઓ ખોટી રીતે યુરીન કરે છે તેમને ભવિષ્યમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. દરેક મહિલાએ યોગ્ય રીતે યુરીન પાસ કરવું જોઈએ જેથી આગળ જઈને સ્વાસ્થ્ય યોગ્ય રહે અને કોઈ તકલીફ ન આવે.

અમેરિકાની મહિલા પેલ્વિક ડિસફંક્શન એક્સપર્ટ અને યોની રોગ વિશેષજ્ઞ ડોક્ટર ટેરેસા ઈરવીનના જણાવ્યા અનુસાર બ્લેડર સ્વાસ્થ્યની સાથે સાથે આપણા શરીરના સમગ્ર સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે યુરીન કરવાની પાંચ ટ્રીક કઈ છે તે પણ જાણવી જોઈએ.

1 સારી વસ્તુઓનો સેવન કરો

ડોક્ટર ટેરેસા એ જણાવ્યું કે મૂત્રાશયની બળતરાથી બચવા માટે એવી વસ્તુઓથી દૂર રહો જે બળતરા નું કારણ બને છે. કોફી,કાર્બોનેટેડ ડ્રિંક,આર્ટિફિશિયલ સ્વીટનર અને શરાબ આપણા બ્લેડરના સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતા નથી. અને તે બળતરા નું કારણ પણ બને છે. હું તેવું નથી કહેતી કે તમારે આ દરેક ડ્રિંકને છોડી દેવું જોઈએ માત્ર એટલું જ કહેવું છે કે આ વસ્તુઓને બેલેન્સ કરીને જ ખાવું જોઈએ અને ઘણું બધું પાણી પીવું જોઈએ.

2 યુરીનેશનના સિગ્નલ ને રોકો નહીં

કોઈપણ મહિલા સામાન્ય રૂપે એક દિવસમાં ચારથી સાત વખત યુરીન કરવા માટે જાય છે. હવે જો કોઈ મહિલાને યુરિન માટે જવાનું છે પરંતુ તે કોઈ કારણથી તેને રોકી લે છે એવામાં દિમાગમાં યુરિન માટે જે સિગ્નલ આપી રહ્યા છે તેને અનદેખા કરે છે. જો તે લાંબા સમય સુધી આવું કરે છે તો દિમાગ સિગ્નલ આપવાનો બંધ કરી દેશે, અને તે જણાવશે નહીં કે તમારે ક્યારે યુરિન માટે જવાનું છે.

3 યોગ્ય સ્થિતિ અને સમય

ડોક્ટરના જણાવ્યા અનુસાર યુરિન કરવા માટે ઉતાવળ કરવી જોઈએ નહીં. યોગ્ય સ્થિતિમાં બેસો અને સંપૂર્ણ એક મિનિટ માટે નો સમય આપો. ઘણી બધી મહિલાઓ બ્લેડરને સંપૂર્ણ રીતે ખાલી કરવામાં સમય લેતી નથી, આમ કરવાથી બ્લેડર અંદરથી ભરેલી જ રહે છે. અને તે જ પ્રેશરના કારણે આસપાસના મસલ્સ પર પણ દબાણ આવશે.

અમુક મહિલાઓ ટોયલેટ સીટ પર બેસીને યુરીન કરે છે,જેનાથી અમુક યુરીન બ્લેડરમાં જ રહી જાય છે. સંપૂર્ણ રીતે યુરીન કરવા માટે ટોયલેટ સીટ પર બેસીને તમારી કોણીને ઘૂંટણ ઉપર રાખીને આગળની તરફ નમો તેનાથી બ્લેડર સંપૂર્ણ રીતે ખાલી થઈ જશે.

4 છીંક ખાતી વખતે સંપૂર્ણ ધ્યાન આપો

છીંક ખાતી વખતે પેલ્વિક મસલ્સ ઉપર ભાર આવે છે, અને તેનાથી જ પેલ્વિક ફ્લોર મસલ્સ મજબૂત થાય છે, હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ છીંક આવે ત્યારે પેલ્વિક મસલ્સને ટાઈટ કરો.

5 પેલ્વિક મસલ્સ એક્સરસાઇઝ

સેક્રમ અને કોકસીક્સ, પેલ્વિક મસલ્સની આસપાસના ભાગને સપોર્ટ આપે છે, જે આપણા આંતરિક પ્રજનન અંગો મૂત્રાશય અને પાચનતંત્રના નીચેના ભાગની રક્ષા કરે છે. આમ પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ પેલ્વિક બોન્ડની અંદરના ભાગ તથા બહાર એક કિનારી બનાવે છે, તેથી જ પેલ્વિક મસલ્સને મજબૂત કરવા માટે કસરત કરવી જોઈએ. અને તેની માટે વેઇટ ટ્રેનિંગ અને પેલ્વિક એક્સરસાઇઝ કરવી જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “એક્સપર્ટે જણાવ્યું કે મહિલાઓ યુરીન પાસ કરતી વખતે કરે છે આ ભયાનક ભૂલ”

Leave a Comment