જો તમે દરરોજની એક જ પ્રકાર ની મેગી ખાઈને અને ખવડાવીને કંટાળી ગયા છો તો બનાવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ ચિલી ગાર્લિક ચીઝ મેગી.
દરેક ઘર માં લગભગ મેગી ખુબ બનતી હોય છે અને એમાં પણ બાળકો નો મનપસંદ નાસ્તો કહીએ તો પણ ચાલે, પરંતુ શું તમે દરરોજ એક જ પ્રકારની મેગી ખાઈ ને કંટાળી નથી ગયા? સાધારણ વેજિટેબલ મેગીની સાથે તમને થોડો ચીઝ નો સ્વાદ મળી જાય તો તમે શુ કહેશો? આમ તો મેગી ના ઘણા બધા વેરીએશન બનાવી શકાય છે પરંતુ તેમ છતાં તમને એવુ લાગે છે તમે મેગીની અલગ રીતથી બનાવીને ખાઈ શકો છો તો આજે અમે તમને જણાવીશું ચિલી ગાર્લિક ચીઝ મેગી ની રેસિપી.
આ રેસિપીમાં એક ખાસ એ છે કે તમે પોતાની રીતથી અને પોતાના ટેસ્ટથી આ મેગી બનાવી શકો છો. તમે ઇચ્છો તો તેમાં ચીઝ ગાર્લિક મેગી અથવા તો ચીઝ ચીલી મેગીનો લુફ્ત ઉઠાવી શકો છો.
સામગ્રી
- 2 નાની ચમચી તેલ
- 2 લીલા મરચા
- 3 લસણની કળી
- ½ ડુંગળી ઝીણી સમારેલી
- ½ ટમેટું ઝીણું સમારેલું
- ½ સીમલા મરચું ઝીણું સમારેલુ
- ½ ગાજર ઝીણું સમારેલું
- 2 ચમચી મકાઈ
- 2 ચમચી વટાણા
- 1.5 કપ પાણી
- 2 સ્લાઈસ ચીઝ
- 1 પેકેટ મેગી નૂડલ્સ
- મસાલો
- ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો
બનાવવાની રીત
- સૌપ્રથમ એક પેનમાં લીલા મરચા અને લસણને ફ્રાય કરો
- ત્યારબાદ દરેક શાકભાજી નાખીને તે સોફ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો.
- હવે તેમાં પાણી નાખો અને આ જ સ્ટેજ પર થોડુંક મીઠું અને લાલ મરચું નાખો.
- હવે તેમાં ચીઝ નાખીને પાણી ઉકળવા દો.
- એક ઉભરો આવે ત્યારે બાદ તેમાં નુડલ્સ નાખીને ચઢવા દો.
- ત્યાર પછી તમારી મેગી તૈયાર છે તમે તેને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી સર્વ કરો.
- જો તમને આ મેગી સાથે ધાણા સારા લાગે છે તો તેને ધાણાથી ગાર્નિશ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “દરેક વ્યક્તિ થઇ જશે તમારાથી ઈમ્પ્રેસ, જયારે તમે બનાવશો ચિલી ગાર્લિક ચીઝ મેગી ”