આખી જિંદગી મહેનત અને મજૂરી કરતા પસાર થઇ ગઈ હોય એવા પણ દાખલા તમે જોયા હશે. ઘણા સંબધો ખરાબ થઇ ગયા હોય અને કુંડળીમાં એવી મુસીબત છપાય ગઈ હોય જાણે દૂર થવાનું નામ ન હોય. સીધું કાર્ય કરવા જઈએ અને બધું ઊંધું થતું હોય. આવા તો એક નહીં પણ ઘણા કારણો બનતા હોય તો સમજવું કે ગ્રહની દશા ફરી ગઈ છે.
કોઇપણ વ્યક્તિની જન્મકુંડળીમાં બેઠેલ રાહુનો પ્રભાવ માણસ પર હોય છે. ઘણાની કુંડળીમાં એવું પણ બને છે કે રાહુ શુભ ફળ આપનાર બને છે અને અમુકની જિંદગી તબાહ થઇ જાય એવું પણ બની શકે. રાહુનો પ્રભાવ સારો થવા ને બદલે ખરાબ થઇ જાય તો એ મૃત્યુ સુધી કષ્ટ આપે છે.
ઘણી વાર એવું સાંભળવા મળે છે કે, એક વ્યક્તિ પાસે ખુબ પૈસા હતા અને હવે તેને બે વખતની રોટલીના પણ ફાંફા છે અને એથી ઉલટું પણ બને છે, જે ભિખારી જેવી હાલતમાં હોય એ વ્યક્તિ પાસે અચાનક પૈસા આવી જાય. વાસ્તવમાં આ બધું જન્મકુંડળીમાં બેઠેલ રાહુ કરે છે. રાહુ એકમાત્ર એવો ગ્રહ છે જે અચાનક પરિસ્થિતિનું સર્જન કરે છે.
રાહુ ગ્રહની આ જ ખાસિયત ખાસ છે કે રાહુ અચાનકની સ્થિતિનું નિર્માણ કરે છે. કોઈને માન-સમ્માન આપાવે તો કોઈને જેલ હવાલે પણ કરાવે છે. વાણીદોષ પેદા કરવામાં પણ રાહુ અગ્રેસર હોય છે. તમે પણ જો આવી કોઈ સમસ્યાથી પરેશાન હોય તો યાદ રાખી લો કે રાહુ ગ્રહનો કોઈ ઉપાય કરવો પડશે.
રાહુ ગ્રહનો ઉપાય :
કુંડળીમાં જો રાહુનું સ્થાન ભારપૂર્વકનું બન્યું હોય તો તેને અમુક ઉપાય દ્વારા યોગ્ય કરી શકાય છે. એવું જરા પણ નથી કે આ ઉપાય અતિ ખર્ચાળ કે પછી બહુ કઠીન છે. બધા ગ્રહના બીજમંત્ર હોય છે એમ રાહુ ગ્રહના મંત્રજાપ કરવાથી રાહુની કષ્ટીને દૂર કરી શકાય છે.
મંત્ર :
‘ऊं भ्रां भ्रीं भ्रौं स: राहवे नम:’ આ મંત્રનો ૧૮૦૦ વખત જાપ કરવો અને ત્યાર બાદ ઘરના રસોડામાં બેસીને ભોજન કરવું. આ કાર્ય કરવાથી રાહુની ખરાબ અસર કે દ્રષ્ટિ દૂર થઇ શકે છે. આ મંત્રના જાપ તમને ઘણી બધી મુશ્કેલીઓમાંથી બચાવશે.
આ લેખ વાંચ્યા પછી જો તમને સંપૂર્ણ વિશ્વાસ હોય તો આ ઉપાયને એકવાર અજમાવીને જુઓ. જે વ્યક્તિમાં સાચી શ્રધ્ધા છે એ ચોક્કસ મુસીબતમાંથી બચી શકે છે. આ દુનિયામાં “વિશ્વાસ” શબ્દ સૌથી મોટો છે અને જો વિશ્વાસ સાથે શ્રધ્ધા જોડાય ત્યારે મજબૂત બંધ બને છે એ બંધ માણસને દરેક કાર્ય અને દરેક જગ્યાએ વિજય આપાવે છે.
ભક્તિમય લખાણ વાંચવાના શોખીન લોકો આ પેજ પર આવતા બધા લેખ અવશ્ય વાંચતા રહેજો. અન્ય માહિતી જાણવા માટે પણ “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજ સાથે જોડાયલા રહેજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel