ઘરમાં કોઈ ન હોય તો પણ તમે છોડ અને કુંડાનું ધ્યાન રાખી શકશો…જાણો કેવી રીતે રાખશો તેનું ધ્યાન

Image Source

મોટાભાગના લોકો વર્ષમાં એક વખતતો પરિવાર સાથે ક્યાંકને ક્યાંક ફરવા જતાજ હોય છે. ઘણા લોકો એકાદ બે દિવસ માટે જતા હોય છે. તો ઘણા લોકો અઠવાડિયું દસ દિવસ માટે ફરવા જતા હોય છે. પરંતુ મોટા ભાગના લોકો તે વિચાર કરતા હોય છે. કે ઘરમા જ્યારે કોઈ હશે નહી તો ઘરના છોડ અને કુંડાને પાણી કોણ આપશે.

આજે અમે તમને મહારાષ્ટ્ની 37 વર્ષીય ગાર્ડન એક્સપર્ટ એનેટ મૈથ્યૂની અમુક ટીપ્સ જણાવા જઈ રહ્યા છે. જેમા તમને ખ્યાલ આવશે કે ઘરમાં જ્યારે કોઈ ન હોય ત્યારે છોડ અને કુંડાની માવજત કેવી રીતે કરી શકાય.

એનેટ મૈથ્યુના ઘરમાં લગભગ 300 છોડ છે. તેમની માવજત કરવા તેના પરિવારના દરેક સભ્યો તેનો સાથ આપતા હોય છે. તે ગીક્સ ઓફ ગ્રીન નામની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે.

મૈથ્યુનું કેહવું છે કે તેની માતા અને તેની સાસુને પણ છોડ સાથે ઘણો લગાવ છે. જેથી તે તેના પિયરમાં અને સાસરીમાં બંને ઘરે છોડ અને કુંડા લગાવતી હોય છે. લગ્ન પહેલા તેને આનો કોઈ શોખ ન હતો પરંતું જ્યારે તે તેના પરિવાર સાથે મસૂરી ગઈ હતી ત્યા તેણે તેના એક સંબંધી ત્યા સુંદર અને અલગ અલગ છોડ જોયા હતા. તે જોઈને તેણે છોડ પ્રત્યે ઘણો પ્રેમ થઈ ગયો અને તેણે પણ ઘરમાં છોડ લગાવાનું નક્કી કરી લીધું હતું. ત્યાથી તે 40 જેટલા છોડ લઈને આવી હતી.

Image Source

શરૂઆતમાં તેને જે પણ છોડ ગમતો તે છોડ તે લઈ લેતી અને તેના હિસાબથી તેની માવજત કરતી જેથી કોઈ પણ છોડ ખરાબ ન થાય. તેણે બધાજ પ્રકારના છોડ વાવ્યા. તે સિવાય તેણે અમુક શાકભાજી વાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેને સારો તડકો જોઈએ જેથી તેના છોડ યોગ્ય રીતે વિકાસ ન પામ્યા. જેથી તેણે તેના પ્રમાણેજ પછી છોડ વાવાવનું નક્કી કર્યું

2018માં તેણે ગાર્ડિનિંગ યુટ્યુબ ચેનલ શરૂ કરી. જોકે બે ચાર વીડિયો પછી તેણે આઠ મહિના સુધી કોઈ પોસ્ટ ન કરી. કારણકે તેના પર તેના બાળકોની પણ જવાબદારી હતી. પરંતુ એક દિવસ તેણે જોયું તેના વીડિયો પર લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેથી તેણે ફરી વાર વીડિયો બનાવાના શરૂ કર્યા અને આજે તેના 60 હજાર સબસ્ક્રાઈબર છે

તેનું કહેવું છે કે જ્યારે તમે રજાઓ માણવા તમારા ઘરેથી નીકળો ત્યારે શક્ય બને તો તમારા ઘરની આસપાસના કોઈ વ્યક્તિને છોડમાં પાણી નાખવાનું કહેજો. સાથેજ તમારા ઘરની આસપાસ રહેતા લોકોને પણ છોડ પ્રત્યે આકર્ષિત કરો જેથી તેઓ પણ તેમને પાણી નાખવા આવતા રહેશે. તેણે જે પણ ટીપ્સ આપી છે તેના વીશે અમે તમને વિગતવાર જણાવીશું.

Image Source

એવો મિત્ર બનાવો જે છોડને પ્રેમ કરે

મૈથ્યૂનું કહેવું છે કે તમારી ગેરહાજરીમાં જો કોઈ તમારો એવો મિત્ર હશે કે જેને છોડ પ્રત્યે પ્રેમ હોય તો તેને તમે કહી શકોછો. જેથી તમારું કામ થઈ જશે

તે સિવાય બધાજ છોડને અલગ અલગ શ્રેણીમાં રાખવા જોઈએ. જે છોડને ઓછા પાણીની જરૂર હોય તે એક સાથે રાખજો. ઉપરાંત જે છોડને સપ્તાહનાં બે થી ત્રણ વખત પાણીની જરૂર હોય તેને પણ સાથે રાખો. અને નિયમીત રીતે તેને પાણી આપવાનું રાખો. દરેક છોડ પર પાણીની જરૂરીયાત પ્રમાણે એક ચિઠ્ઠી ચ઼ોટાડી દેવી જેથી તમારા મિત્રને ખ્યાલ રહે કે ક્યા છોડને કેટલું પાણી આપવાનું છે.

વધારે પડતો પ્રકાશ છોડ પર ન પડે તેનું ધ્યાન રાખવું. છોડને હંમેશા એવી જગ્યાએ મુકવો જ્યા પ્રકાશ વધારે ન પડતો હોય.

Image Source

DIY વાટરીંગ સિસ્ટમ

જ્યારે પણ ઘરેથી નીકળો ત્યારે છોડને એવી જગ્યાએ મુકો જ્યા છાયડો હોય. સાથેજ તેમને સામાન્ય સૂર્યપ્રકાશ પણ મળવો જોઈએ. રજાઓ પર જાવ તે પહેલા તમારે DIY સીસ્ટમ અપનાવાની શરૂ કરી દેવી જોઈએ. જેથી તમને ખ્યાલ રહે કે તે સિસ્ટમ કેટલી કામની છે. એક પ્લાસ્ટિકની બોટલ લો તેના ઢાકણામાં સોય વડે કાણું પાણીને તે બોટલને કુંડામાં ઉધી નાખી દો જેથી છોડને પાણી મળતું રહેશે અને તે છોડ સુકાશે પણ નહી.

ઘરમાં જો મોટા ટબ હોય તો તે ટબમાં તમે પાણી ભરીને તેમા તમે કુંડા મુકી શકો છે. જેના કારણે માટી ભીની રહેશે અને છોડ નહી સુકાય. જોકે તેમા તમે 3 ટકા હાઈડ્રોજન પેરોક્સાઈડ અને 3 ટીપા વાસણ ધોવાનું લીક્વીડ નાખજો જેના કારણે તે પાણીમાં મચ્છર નહી થાય

ઉપરાંત ઘરમાં કોઈ નકામું કપડું પડ્યું હોય તો તેને વીટાળીને તેનું દોરડું બનાવું . તે દોરડાને તમે એક પાણીના પાત્રમાં ભરીને રાખો અને ભીનું કરો. બાદમાં તેનો એક છેડો કુંડામાં નાખી રાખો. અને એક છેડ પાણીના પાત્રમાં રાખી મુકો આવું કરવાથી પણ તમને છોડમાં પાણી યોગ્ય પ્રમાણમાં મળતું રહેશે.

Image Source

પૉટિંગ મિક્સમાં બદલાવ કરો

મૈથ્યુંનું કહેવું છે કે જે છોડની માટી પાણી વધારે પીતી હોય તે છોડની માટી બદલી કાઢવી જોઈએ. તમારે એવી માટી રાખવી જોઈએ જે માટી પાણીને વધારે સમય સુધી સોશી રાખે. તેમા માટે માટીમાં કોકોપીટ નાખીને છોડને છાયડામાં મુકવો જોઈએ વઘારે સમય સુધી છોડ સારો રહેશે.

છોડ લાંબા સમય સુધી યોગ્ય રહે તે માટે તમારે તેનું મલ્ચિંગ કરવું જોઈએ. જેના માટે તમારે દરેક છોડને .યોગ્ય માત્રામાં પાણી આપવું જોઈએ અને તેની આસપાસ સુકાયેલા પત્તા, ઘાસફૂસ અને ભીનું કપડું પણ રાખવું જોઈએ. જેના કારણે લાંબા સમય સુધી છોડ સારા રહેશે. ઉપરાંત છોડને પાણી આપવાની જરૂર પણ નહી પડે.

Image Source

રેડિમેડ સિસ્ટમ

મૈથ્યુંનું કહેવું છે કે ઓનલાઈન શોપિંગ સાઈટ પર છોડને પાણી આપવા માટે ઘણા રેડીમેડ સિસ્ટમ ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ તમારા માટે સારો રહેશે. ઓનલાઈન શોપિંગ સાઈટ પર તમને ટાઈમર સાથે ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ પણ મળી હેશે. આ સિસ્ટમ એક વખત તમે લગાવશો તો તમારે થોડો સમય ખર્ચો કરવો પડશે. પરંતુ બાદમાં તમે તમારી રીતે છોડને પાણી આપી શકોશો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment