આપણે બધા એ ક્યારેક ને ક્યારેક વાસ્તવિક જીવનમાં અથવા ચિત્રો માં ,એક એવી જોડી જોઈ હોય છે જે એકબીજા સાથે પ્યારી પ્યારી વસ્તુઓ કરતા હોય છે જેને જોઇ ને આપણે કહેતા હોઈએ છે કે “વાહ!શું જોડી છે ! ” હોઈ શકે કે તમે અને તમારા પતિ ની જોડી પણ આવી જ એક ધૂમ મચાવનારી જોડી હોય .એક સાથે યાત્રા કરવાથી કે એકબીજા સાથે ના ફોટાઓ અપલોડ કરવાથી નહિ પણ તમારો એકબીજા સાથે નો વ્યવહાર અને વર્તન કેવુ છે એ તમારા સંબંધ માટે મહત્ત્વપૂર્ણ હોય છે ,એને જાણવા માટે આ નીચેના સંકેતો તમારા સંબંધ માં છે કે નહિ તે તપાસો.
તમે એકબીજા માટે સમય નિકાળો છો
આજકાલ બધા લોકો કાર્યાલય ના કે ઘરના કામોના લીધે હમેશા તાણ માં ગ્રસ્ત રહેલા હોય છે .પરંતુ જ્યારે તમે તમારો સમય તમારા પતિ સાથે વિતાવો છો ત્યારે તમારા બંને નો માનસિક તાણ ઓછો થઈ જાય છે . તમે જાણો છો કે તમે બંને એકબીજા માટે મહત્વપુર્ણ છો એટલે જ તમે એકબીજા સાથે વિતાવવા માટે સમય કાઢી લ્યો છો ,પછી ભલે એ સમયમાં તમે કરીયાણા ની દુકાનમાં જઈ ને વસ્તુઓ ખરીદવા માટે જ હોય તો તમે એક સ્વસ્થ સંબંધ ના ભાગીદાર છો
તમે જે માનો છો એજ કહો છો અને જે કહો છો એ જ માનો છો
તમારા સંબંધ માં તમારે તમારી ભાવના અને વિચારો ને છુપાડવાની જરાય અવકાશ નથી ભલે એ ઘર ખરીદવા જેવો મહત્વપુર્ણ નિર્ણય હોય કે પછી ટીવી ચેનલ ને બદલવા જેવી નજીવી બાબત હોય .તમે બંને તમારા મન ની વાત જણાવો છો અને ક્યારેક ઝગડો પણ છો તમારા સંબંધ માં કોઇ આક્રમકતા નથી પરંતુ તમે તમારા તર્ક ને હમેશા પુર્ણ રૂપે જણાવો છો .તમે જાણો છો કે તમે એકબીજા ના મન ને વાચી નથી શકતા એટલે તમે સીધુ એકબીજા ને પોતાના મન ની વાત જણાવી દયો છો અને આમ કરવાથી તમે તમારા સંબંધ ની બીજા કોઈ પણ સંબંધ કરતાં મજબુત બનાવો છો એવું તમારું માનવુ છે .
તમે હમેશા એકબીજા ના લક્ષ ને પ્રોત્સાહિત કરો છો
તમે હમેશા એકબીજા ના સપના અને લક્ષ વિશે લાંબી વાતચીત કરો છો .અને જો તમે એક ધમાલ મચવનારી જોડી છો ,તો તમે બંને તે લક્ષ ને પૂરો કરવા એકબીજા ને સમર્થન કરો છો ,પ્રોત્સાહિત કરો છો અને યોગ્ય નિર્દેશ પણ આપો છો .ભલે એ કોઇ નવા ધંધો કરવા માટે હોય કે પછી કોઇ નવું કાર્ય શરૂ કરવાની વાત હોય ,અથવા તમારા સપના ઘર ખરીદવા માટે હોય ,તમે તમારા આ લક્ષ ને પૂર્ણ કરવા માટે બધી બાધા ને પાર પાડવા માટે એકસાથે કામ કરો છો .
તમે તમારા સાથી સાથે કામ કરો છો અને તેના વિરુદ્ધ નથી જતા ,તમને એકબીજા ઉપર દોષારોપણ કરવુ પસંદ નથી હોતુ અને તમે તમારી સમસ્યાઓ નો ઉકેલ શાંતિ થી લાવો છો અને ક્યારેય નાની નાની વાતો માટે એકબીજા ને દોષી ઠરાવી અપમાનિત પણ નથી કરતા .
તમારા પતિ કે પત્ની ની સમસ્યા તમારી બની જાય છે .
તમારા સાથી ને સહાનુભુતિ આપવી કે તેમના દુઃખ ને વહેંચવુ એ ક્યારેક ક્યારેક તેમના તાણ ને ઓછુ કરવામાં મદદરૂપ થાય છે .તમે તમારા સાથી ને નિરાશ નથી કરવા માંગતા , ફક્ત એટલા માટે કે તેમની એવી સ્થિતિ માં જોઈ નથી તમે પણ સારું નથી અનુભવતા એટલે તમે તેમના દુઃખ ને સુખ માં બદલવા નો પ્રયત્ન કરો છો .
તમે બંને દરેક બાબતો માટે અતરંગ (અજીબ ) છો
એક સંબંધ ફક્ત સેક્સ માટે જ નથી હોતો ,એમાં શંકાને કોઇ સ્થાન નથી કે એક સ્વસ્થ યૌન સંબંધ એક સ્વસ્થ જીવન સંબંધ નું અનિવાર્ય ભાગ છે .પરંતુ તમે બંને આના સિવાય પણ ઘણી રીતે અજીબ છો .વાસ્તવમાં તમે બંને એકબીજા સાથે ભાવનાત્મક ,બૌદ્ધિક અને આધ્યાત્મિક અતરંગતા ને એકબીજા સાથે વહેંચો છો .
તમારા અને તમારા સાથી ના સંબંધ વિશે તમે બીજા કોઈ ની વાત નથી સાંભળતા .હમેશા એક સંબંધ એ કોઈ બહારના વ્યક્તિ કરતા વધુ મહત્વપુર્ણ હોય છે એ તમે જાણો છો અને તમે એ નક્કી કરો છો કે તમારો સંબંધ કેવીરીતે કામ કરશે તમે બહારના લોકોને તમારા સંબંધ વિશે કોઈ ટિપ્પણી નથી કરવા દેતા અને તેમને તમારા વિશે કોઈ નિર્ણય પણ નથી લેવા દેતા .
તમે એકબીજા ને સંપૂર્ણ વ્યક્તિ બનાવો છો
એક વ્યક્તિ દર સમયે પોતાની જાત ને સુધારવા ની યાત્રા ઉપર રહે છે ,પરંતુ તમે બંને એકબીજા ની સાથે રહી ને એકબીજા ને સુધારી લ્યો છો. શું તમે એવું અનુભવો છો કે તમારા જીવન સાથી એ તમારા જીવનમાં આવી ને તમને એક સારો અને ખુશહાલ વ્યક્તિ બનાવી દીધો છે?
જો તમારો જવાબ હા છે ,તો તમે એકબીજા માટે જ બન્યા છો , ઘણા લોકો આને એકબીજા ના સોલ-મેટ હોવું પણ કહે છે .
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI
1 thought on “૮ એવા સંકેતો જે જણાવે છે કે તમારી અને તમારા પતિ ની જોડી ખુબજ ધમાલ ની છે😍”