જો તમે તમારા પતિ ને મળ્યા ન હોત તો શું થાત? ક્યારેય તમે તમારા પતિ સાથે આવી વાતો શેર કરી છે? તે એક વિકૃત ચર્ચા છે પરંતુ તે તમારા જીવનકાળમાં ઓછામાં ઓછી એકવાર પૉપઅપ કરવાની ખાતરી કરે છે. તમારા પતિ ને ઘણી વાર એવું લાગતું હોય છે કે જો મારી પત્ની મારી સાથે ન હોત તો શું થાત. ચાલો જાણીએ એવા થોડાક ઉદાહરણો:
તમારી સાથે વાત કર્યા વિના એક દિવસ પણ નથી કાઢી શકતા
શું તમારો પતિ તમને દિવસ માં કોઈ કારણ વગર ફોને કરે છે? કે પછી જ્યારે પતિ ટ્રાવેલલિંગ દરમિયાન તમને ફોન કરી કહે” આઈ મિસ યુ, હું તને પ્રેમ કરું છું” બસ આનાથી વિશેષ એક પત્ની ને બીજું શું જોઈએ?
તે તમારી સાથે ભવિષ્ય ની વાતો કરે છે
ભલે તે કોઈ ઘર ખરીદવાની યોજના તરીકે વિશાળ હોય અથવા ફક્ત તે ખુરશી ખરીદવાની યોજના હોય અને જ્યારે તમારા પતિ કહે કે ‘હું આ ઘર માં તારી સાથે વૃદ્ધ થવા માંગુ છું’, તે ભવિષ્ય માટે તેમની યોજનામાં તમને હંમેશા સમાવેશ કરે છે.
ઘર માં વસ્તુઓ ની ખબર નથી રહતી
“મારો રૂમાલ ક્યાં છે?” “મારૂ વોલેટ ક્યાં છે?” શું તમારી સવાર પણ આવી રીતે શરુ થાય છે? તમારા વગર ઘર માં કઈ વસ્તુ ક્યાં રાખી છે તેમને ખબર નથી હોતી. જો ક્યારેક એમને વસ્તુ ન મળે તો ગુસ્સો અને જ્યારે તમે વસ્તુ ગોતીને તેમને આપો તો પ્રેમ। તમારા વગર ઘર માં એકલા રેહવું મુશ્કિલ થઈ જાય છે. તે બધી રીતે તમારા પરનિર્ભર થઈ જાય છે. આ પ્રેમ નથી તો શું છે?
તમારી સાથે સમય પસાર કરવાની યોજનાઓ બનાવે છે
તમારું આખું અઠવાડિયું કામ ના કારણે બહુજ બીઝી ગયું હોય અને તમારા પતિ તમારી સાથે ડેટ પર જવાની કે થોડો ટાઈમ સાથે પસાર કરવાની યોજના બનાવે તો નક્કી તે તમને પ્રેમ કરે છે.
તમારા વગર તે સુઈ નથી શકતા
જેમ નાના બાળકો મમ્મી વગર સુતા નથી તેમજ જો તમારા પતિ તમારા વગર સુઈ નથી શકતા તો નક્કી તે તમારા વિના રહી નથી શકતા। તમારો એહસાસ ન મળે તો તેમને નીંદર ન આવે. એટલેજ કદાચ તમેં જોયું હશે તમારા પતિ જોસથી બૂમ પાડીને તમને સુવા માટે બોલાવતા હોય છે.
તેમને ઘણી ચિંતા હોય છે તમારી
મે ભલે બહાર શોપિંગ કરવા કે નાની મોટી વસ્તુ લેવા ગયા હોવ તમારા પતિ ને તમારી દર સમય ચિંતા રહેતી હોય છે. ૨ કલ્લાક થઈ ગઈ, હજી સુધી કેમ આવી નહિ, આ પ્રકાર ના ઘણા વિચારો તેમના મગજ માં ચાલતા રહે છે. તમારા પતિ તમને ખુબજ પ્રેમ કરે છે એ તો સો ટક્કા સાચું છે. 🙂
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI
1 thought on “૬ એવા રોમેન્ટિક ચિન્હોં જે સાબિત કરશે તમારા પતિ તમારા વિના જીવી શકતા નથી.❣️ 💕”