રામાયણમાં સમાવેશ થયેલ શ્રીલંકામાં આજે પણ આ સ્થળ અસ્તિત્વમાં છે!

હિન્દુઓમાં રામાયણના પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથો છે જેમાં ઘણાય ગ્રંથો શ્રીલંકા સાથે ખૂબ જ નજીકથી સંબંધ ધરાવે છે. આપણે બધા જાણીએ છિએ કે રાવણ માતા સીતાનું અપહરણ કરી લંકા લઇ આવ્યો હતો. શ્રીલંકામાં હજુ પણ અમુક સ્થળ છે જે રામાયણ સમયગાળાની સાથે સંકળાયેલો છે અમે તમને એવી અદ્ભુત વસ્તુઓ વિશે અહી જણાવીએ છીએ.

પુષ્પક વિમાન સ્થળ

સિંહાલ શહેરમાં વેરાગોન્ટા નામનું સ્થળ છે, જેનો અર્થ ‘વિમાન ઉતારવાની જગ્યા’ છે. એવું કહેવાય છે કે આ એ જગ્યા છે જ્યાં રાવણના પુષ્પક વિમાન ઉતરતા હતા.

યુદ્ધ સ્થળ

શ્રીલંકા રામાયણ રીસર્ચ કમિટી દ્વારા આપેલી માહિતી અનુસાર અત્યાર સુધી થયા સંશોધન માં ભગવાન હનુમાનનું શ્રીલંકા માં ઉત્તર દિશાથી એન્ટ્રી થયા હોવાના ચિન્હ મળ્યા છે. સંશોધન દરમિયાન, આ સ્થળની શોધ પણ પૂર્ણ થઈ ગઈ છે જ્યાં રામ અને રાવણ વચ્ચે ભીષણ અને નિર્ણાયક યુદ્ધ હતું.

અશોક વાટિકા

અશોક વાટિકા એ સ્થળ છે જ્યાં રાવણે માતા સીતાને રાખ્યા હતા. આજે આ સ્થળને સીતા એલિયા નામથી ઓળખાય છે, જે નાવુરા એલિયા નામક સ્થળ પાસે આવેલ છે. અહિયાં આજે સીતા માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને મંદિર પાસેજ એક વોટરફોલ છે. કહેવાય છે કે માતા સીતા આ જરણામાં સ્નાન કરતા હતા. આ જરણા પાસે આવેલ પહાડોમાં હનુમાનજી ના પગના ચિન્હ પણ જોવા મળે છે. આ પર્વત લ્ન્કાપુર અને અશોક વાટીકાની વચ્ચે આવે છે.

રાવણદ્વારા બનાવેલ સુરંગ

અહી રાવનાગોળા નામનું સ્થળ છે, આ સ્થળ પર ઘણી ગુફાઓ અને સુરંગો આવેલ છે. આ સુરંગો રાવણના શહેરને અંદરો અંદર જોડે છે. અહીના લોકોનું માનવું છે કે ઘણી સુરંગો અહીંથી સાઉથ આફ્રિકા સુધી પણ જાય છે, જ્યાં રાવણે પોતાનું સોનું અને ખજાનો સંતાળી રાખ્યા હતા. આ સુરંગ નેચુરલ નથી પણ રાવણ દ્વારા બનાવવમાં આવી છે.

જ્યાં દેવી સીતાએ આપી અગ્નિ પરીક્ષા

અહીયાના વેલીમાળા નામક સ્થળ પર ડીવાઉરુમ્પલા મંદિર આવેલ છે. આ એ જગ્યા છે જ્યાં માતા સીતાએ અગ્નિ પરીક્ષા આપી હતી. સ્થાનીય લોકો આ જગ્યા પર ન્યાય અને સુનવાઈ કરવાનું કામ કરે છે. અહી એવી માન્યતા છે કે જે રીતે માતા સીતા આ જગ્યા પર સાચા અને શુદ્ધ સાબિત થયા હતા, એવી રીતે અહી લેવામાં આવેલ ફ્રેક નિર્ણય સાચા સાબિત થશે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment