ગોવાની મુસાફરી દરમિયાન આ વોટર સ્પોર્ટ્સમાં ઉઠાવો એડવેન્ચરનો આનંદ

Image Source

આજે અમે તમને ગોવામાં ઉપસ્થિત અમુક એવા વોટર-સ્પોર્ટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ઘણા એડવેન્ચરનો આનંદ ઉઠાવી શકો છો.

દરેક લોકોની ટૂરિસ્ટ પ્લેસિસના લિસ્ટ માં ગોવા હંમેશા ઉપર જ હોય છે. કારણકે ગોવા એક પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન છે જ્યારે પણ ફરવાની વાત આવે ત્યારે દરેક લોકો ગોવા ફરવા જવાનો પ્લાન બનાવે છે. તે એટલા માટે કારણ કે ગોવા ઘણા બધા પબ્સ અને પાર્ટી પ્લેસીસ, બીચ અને ઘણા સુંદર સ્થળો થી ભરેલું છે. તમે તમારી પસંદગી અનુસાર અહીં ફરવા માટે જગ્યાની પસંદગી કરી શકો છો. જો તમે ગોવામાં એડવેન્ચર પણ કરવા માંગો છો તો આજે અમે તમને એવા વોટર-સ્પોર્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે ફરવા જવાનો પ્લાન કરી શકો છો.

Image Source

જેટ સ્કી

ગોવામાં સૌથી વધુ માંગ વોટર-સ્પોર્ટ્સ રાઇડ જેટ સ્કી છે. અહીં તમે તમારા મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો જો તમને પાણીથી ડર લાગતો નથી તો આ રાઈડ તમારી માટે એકદમ પરફેક્ટ છે તમને ગોવામાં આ સવારી ઘણા વોટર-સ્પોર્ટ્સ જેમકે કેન્ડોલિમ બીચ, બાગા બીચ અને વાગાટોર બીચ પર મળશે. આ રાઈડ થોડી મોંઘી છે પરંતુ આ રાઈડમાં તમને ખૂબ જ મજા આવશે.

Image Source

પૈરાસેલિંગ

ગોવામાં જેટ સ્કી રાઇડ સિવાય તમે પૈરાસેલિંગ કરવાનો પ્લાન પણ બનાવી શકો છો. જો તમે થોડા સા હસી પ્રકારના છો તો આ જગ્યા તમારી માટે એકદમ પરફેક્ટ છે આ વોટર રાઇડ માં તમને એક નામ ની મદદથી આકાશમાં ઉડાવવામાં આવશે ઘણા લોકો આ રાઈડ બીકના કારણે કરતાં ડરે છે. એવા લોકોને જણાવી દઈએ કે આઈ રાઇડ કરતી વખતે તમને કોઈ જ જોખમ નથી કારણ કે આ રાઈડ ને ચારેય તરફ થી સેફટી માટે ફ્લાયર લગાવવામાં આવે છે જેનાથી કોઈ પડી શકે નહીં અને તેની સાથે જ તેનો બીજો ભાગ મોટરની બોટથી બાંધેલો હોય છે તેથી તમે આ રાઈડનો કોઈ પણ બીક વગર તેનો આનંદ ઉઠાવી શકો છો.

Image Source

રીંગો રાઇડ

ગોવામાં તમે રીંગો રાઇડનો આનંદ માણી શકો છો તમને જણાવી દઈએ આ ગોવાની સૌથી લોકપ્રિય રાઇડ્સ માંથી એક છે. જેને ટ્યુ્બિંગના નામથી પણ જાણવામાં આવે છે પરંતુ આ રાઈડ થોડી ખતરનાક છે તેથી તેમાં બાળકોને બેસવાની અનુમતિ આપવામાં આવતી નથી. પરંતુ તમે ગભરાયા વગર આ રાઇડનો આનંદ ઉઠાવી શકો છો.  

Image Source

સ્પીડ બોટિંગ

 જો તમે ગોવા ફરવા ગયા છો પરંતુ તમે સ્પીડ બોટિંગની મુલાકાત લીધી નથી તો તમે જરૂરથી ગોવાની ટ્રીપ ને અધૂરી રાખી છે. તે અન્ય રાઈડર્સ કરતા ખતરનાક નથી આ રાઈડમાં તમે 15 થી 20 મિ.લિ પ્રતિ કલાકની સ્પીડથી પાણીની વચ્ચે ખૂબ જ સુંદર દ્રશ્યનો આનંદ માણી શકો છો. તેની સાથે જ આ રાઇડનો આનંદ તમે એકલા જ નહીં પરંતુ લોકોની સાથે ભેગા મળીને ઉઠાવી શકો છો તમને જણાવી દઈએ કે આ સ્પીડ બોટમાં માત્ર આઠ લોકોને બેસવા ની અનુમતિ આપવામાં આવે છે.

આ વોટર-સ્પોર્ટ્સ સિવાય ગોવામાં ઘણી બધી રાઇડ્સ ઉપસ્થિત છે જ્યાં તમે તમારા મિત્ર સાથે ઘણા એડવેન્ચર કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ગોવાની મુસાફરી દરમિયાન આ વોટર સ્પોર્ટ્સમાં ઉઠાવો એડવેન્ચરનો આનંદ”

Leave a Comment