લીલા પાંદડા વાળા શાકભાજી આપણાં ડાયટ નો સૌથી મહત્વ નો ભાગ છે. કેટલીક વખત લોકો અને ડાયટીશયન તેને ખાવાની સલાહ પણ આપે છે. મોસમી ફળ કે શાકભાજી નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છે. સૌથી વધારે લીલી શાકભાજી શિયાળા માં ખાવા મળે છે.
લીલી શાકભાજી માં ફાઇબર, વિટામિન,અને ઘણા પ્રકાર ના મિનરલ્સ જેવા કે, આયરન, કેલ્સિયમ,પોટેશિયમ અને મેગ્નેસિયમ પણ મળી આવે છે. તે સિવાય આ શાકભાજી માં પ્રચુર માત્રા માં એંટિ ઓક્સિડેંટ પણ હોય છે. આ એંટિ ઓક્સિડેંટ ઘણી પ્રકાર ની બીમારીઑ, વજન વધવું કબજિયાત થી લઈ ને કાર્ડિયોવેસક્યુલર જેવી બીમારી થી બચાવે છે.
જો તમે તમારા સ્વાસ્થ્ય ને લઈ ને પરેશાન રહો છો ઘણા બધા પ્રકાર ની ડાયટ પ્લાન કરી શકો છો. તો લીલા શાકભાજી ને તમારા ડાયટ માં શામેલ કરો. તમે મેથી, પાલક, બાથુઆ નો ખાવા માં ઉપયોગ કરી શકો છો. ક્યારેક ક્યારેક તમને એ પણ લાગે છે સલાડ માં કોથમીર અને પુદીનો પણ પૂરતો છે. પણ તેટલી માત્રા તમારા શરીર માટે પૂરતી નથી.
આ 10 શાકભાજી નું સેવન અચૂક થી કરો.
પાલક
પાલક માં વિટામિન કે, સી, ડી અને ડાયટરી ફાઇબર, આયરન, કેલ્સિયમ, પોટેસિયમ અને મેગનેસિયમ ભરપૂર થાય છે. પાલક નું સેવન ભરપૂર કરવું. વિશ્વાસ કરો કે તમને લોહી ની ઉણપ, બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેકશન અને હર્દય રોગ પણ નહીં થાય. પાલક તમારા આંખો ની રોશની, હાડકાં અને સ્કીન અને વાળ ની સુંદરતા ને વધારે છે.
સરસો
સરસો નું સાગ અને મકાઇ ની રોટલી એક સારું કોમ્બિનેશન છે. ઘી ની સાથે તેની મજા કઈક અલગ જ છે. લીલા પાંદડા વાળી સરસો માં વિટામિન ઈ, સી,એ અને કે રહેલા હોય છે. તેના સિવાય તેમા કેલ્સિયમ, મેગનેસિયમ જિંક, મેંગેનીસ અને ફાઇબર હોય છે. તમારી પાચન શક્તિ સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ને ઓછું કરે છે. આ રીતે તે આપણાં સ્વાસ્થ્ય ને લાભદાયી છે.
મેથી
જ્યારે મેથી ની વાત આવે તો તમે બીજ સુધી જ સીમિત ન રહો. મેથી ના લીલા પાંદડા ખૂબ જ સારા હોય છે. તે જેટલી પોષટીક હોય છે તેટલી જ સ્વાદિષ્ટ પણ હોય છે. મેથી માં આયરન, ડાયટરી ફાઇબર, પ્રોટીન મેંગેનીસ, મેગનેસિયમ વગેરે હોય છે. આમાં બધા જ પ્રકાર ના એંટિ ઓક્સિડેંટ હોય છે. તે મહિલા ઓ માં બાળકો માટે પર્યાપ્ત માત્રા માં દૂધ પેદા કરે છે. આ સિવાય તે પુરુષો માં ટેસ્ટોસ્ટીરોન નું સ્તર વધારે છે. તે ભૂખ ને નિયંત્રિત કરી ને શુગર ને કંટ્રોલ કરે છે. તે પાચન ક્રિયા ને નોર્મલ કરી ને સોજા ઓછા કરે છે.
બાથુઆ
આ લીલા પાંદડાવાળી શાકભાજી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, બિહાર અને બંગાળ માં ખૂબ પ્રચલિત છે. બાથુઆ માં વિટામિન એ, સી, અને બી કોમ્પ્લેક્સ હોય છે. આના સિવાય તેમા એમીનો એસિડ, આયરન,પોટેસિયમ,ફૉસ્ફરસ અને કેલ્સિયમ પણ હોય છે. કબજિયાત દૂ કર્યા સિવાય લીવર ના સ્વાસ્થ્ય માં સુધારો આવે છે . તેને બનવું ખૂબ જ સરળ છે. સફેદ ચણા તેમ જ પનીર ની સાથે મિક્સ કરી ને ખાવામાં આવે છે.
અરબી
તમે અરબી ના જડ થી બનેલ કઢી જરૂર ખાધી હશે. તેના પાંદડા પણ પોષટીક અને તત્વો થી ભરપુર હોય છે. આ શાક ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર,આંધ્ર પ્રદેશ અને મણિપુર માં ‘પાત્ર’ અને ‘ એરોબા’ ના રૂપ માં પ્રસિદ્ધ હોય છે. અરબી ના પત્તા વિટામિન એ અને સી, આયરન, ડાયટરી ફાઇબર અને ફોલિક એસિડ હોય છે. તે રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારે છે. તે આંખો ની રોશની ને સુધરે છે અને સાથે જ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે. અને બીપી ને સામાન્ય રાખે છે. વજન ઓછું કરવામાં માટે સ્વાસ્થ્ય ને નિયંત્રિત કરવા માટે તે ખૂબ ઉપયોગી છે.
હળદર
હળદર ના ગુણ ને બધા જાણે છે. જેટલી હળદર ફાયદા પહોંચાડે છે તેના થી વધુ ફાયદા તો તેના પાંદડા ના થાય છે. તેના પત્તા માં કરક્યુંમીન ની માત્રા અધિક હોય છે. જેના કારણે તે સોજા ઓછા કરવા તેમ જ એંટિ સેપ્ટિક અને એંટિ ઓક્સિડેંટ તરીકે કામ કરે છે. તેની આટલી ગુણવત્તા જોઈ ને તમારે હમણાં જ તેને ડાયટ માં શામેલ કરવી જોઈએ.
સહજન અને મોરિનગા
લાંબા સમય થી કુપોષિત લોકો માટે તે ખૂબ જ સારી છે. ફૂડ સાઇન્સ અને હ્યૂમન વેલનેસ દ્વારા એક રિપોર્ટ પર થી જાણવા મળ્યું કે મોરિનગા નું જાડ સુકાઈ જાય તો પણ તેમા ગુણ તેવા ને તેવા જ રહે છે. તેમા ભરપૂર વિટામિન, મિનરલ,અને ફાઈટોકેમિકલ હોય છે. મોરિનગા નાં પત્તા માં ઇન્ફેકશન થી લઈ ને કેન્સર અને ડાયાબિટિસ જેવી બીમારી નો ઈલાજ થઈ શકે છે.
કુલ્ફા
વિટામિન એ, સી, અને ઓમેગા ફેટી એસિડ ના સિવાય તેમા મેગનેસિયમ, પોટેસિયમ, આયરન અને કેલ્સિયમ હોય છે. આટલું હોવા છતાં પણ તેના પર કોઈ ધ્યાન નથી આપવામાં આવતું. તે ખૂબ જ જલ્દી થી મળી જાય તેવું શાક છે. તેને સલાડ ના રૂપ માં પણ ખાવા માં આવે છે. તેને કઢી, દાળ અને શાક ની સાથે ખાવા માં આવે છે. તે હર્દય ને સ્વસ્થ રાખવાની ક્ષમતા પણ રાખે છે.
કલમી
તે બંગાળ અને દક્ષિણ ભારત ની એક પ્રસિદ્ધ શાક છે. આ શાક ખેતર માં કે નદી ના તટ પર થાય છે. તે ફેલાયેલ ઘાસ ની જેમ હોય છે. કલમી માં ઘણા પોષક તત્વો હોય છે. તેમા ડાયટરિ ફાઇબર, પ્રોટીન કેલ્સિયમ,આયરન,વિટામિન એ અને સી હોય છે. તે કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે. લીવર ને થનાર બીમારી થી બચાવે છે. સાથે જે લોહી ની કમી ને દૂર કરતાં ની સાથે જ કબજિયાત પણ દૂર કરે છે. મધુમેહ અને હર્દય રોગીઓ માટે પણ ખૂબ ઉપયોગી છે.
હાક
જમ્મુ કાશ્મીર ની વાદીયો માં મળી આવનાર આ શાક બાફીને, ફ્રાય કરી ને, અથવા ટુ મસળી ને ખાવા માં આવે છે. તેને બાફી ને ખાવું વધુ સારું ગણાય છે. તે સ્વાસ સંબંધિત રોગ ને પણ દૂર કરે છે. તેને ખાવા હી બ્રોનકાઇટ્સ, અસ્થમા,અને ખાંસી થી આરામ મળે છે. આવું એના માટે થાય છે હાક માં વિટામિન એ, સી અને બી કોમ્પ્લેક્સ ના સિવાય ડાયટરિ ફાઇબર, આયરન અને મેગનેસિયમ નો સારો સ્ત્રોત હોય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author :FaktGujarati Team