ચોમાસામાં ગરમા ગરમ ચા સાથે આલુ પાપડથી લઈને આલુ ટીક્કી સુધી ઘણા પ્રકારના નાસ્તા બનાવી શકાય છે. આ ચોમાસામાં તમે પણ 10 પ્રકારના નસ્તાનો આનંદ માણી શકો છો.
ચોમાસામાં તમે ઘણા પ્રકારના નાસ્તા ઘરે બનાવી શકો છો. તે ફક્ત સ્વાદિષ્ટ જ હોતા નથી પરંતુ વરસાદની ઋતુને વધારે ખુશહાલ બનાવી દે છે. આ ઋતુમાં ગરમા-ગરમ ચા સાથે આલુ પાપડથી લઈને આલુ ટિક્કી ચાટ પણ નાસ્તા રૂપે બનાવી શકો છો.
ચોમાસામાં સરળતાથી બનતા નાસ્તા –
મિક્સ વેજીટેબલ પકોડા – તમારી મનપસંદ શાકભાજી પસંદ કરી, જીણી કાપી લો અને તેને ખીરા સાથે મિક્સ કરો. ત્યારબાદ તેલમાં તળી લો. વેજીટેબલ પકોડા વરસાદની ઋતુમાં સૌથી મનપસંદ હોય છે. તેને તમે લાલ અને લીલી ચટણી સાથે પીરસી શકો છો.
આલુ પાપડ
વરસાદની ઋતુમાં ગરમા ગરમ અને કડક આલુ પાપડની મજા જ અલગ છે. પાપડની ઉપર થોડું લાલ મરચું પાવડર છાંટી અને ચા સાથે પીરસો..
પૌવા
પૌવા સરળતાથી બનતા નાસ્તાના વિકલ્પોમાંથી એક છે. ઘણા લોકો નાસ્તામાં તેનું સેવન કરે છે. વરસાદની ઋતુમાં તમે પૌવા પણ બનાવી શકો છો.
બેકડ સમોસા
વરસાદની ઋતુમાં સમોસા ખૂબ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે તળેલા સમોસાને બદલે બેક્ડ સમોસા પણ બનાવી શકો છો. તેને એક દિલચસ્પ સ્વાદ માટે છોલેની સાથે ભરી અને સ્વાદિષ્ટ સમોસાની ચટણીની સાથે તેનો સ્વાદ લો.
પાવ ભાજી
ચોમસાની ઋતુમાં મસાલેદાર અને સ્વાદિષ્ટ ભાજીની સાથે ગરમ માખણ વાળા પાવ ઘણા સ્વાદિષ્ટ લાગે છે. આવી સ્થિતિમાં તમે ઘરે સ્વસ્થ અને સ્વાદિષ્ટ રેસિપી તૈયાર કરી શકો છો.
સ્વીટ કોર્ન ચાટ
આ ઋતુમાં સ્વીટ કોર્ન ચાટ બનાવીને મકાઈનો આનંદ લો. તે ફક્ત સ્વાદિષ્ટ વિકલ્પ જ નહિ પરંતુ ખૂબજ હેલ્ધી પણ છે. આવી સ્થિતિમાં તમે બાફેલા સ્વીટ કોર્નની ઉપર ચાટ મસાલો નાખીને પીરસો..
ઢોકળા
ચટણીની સાથે ઢોકળા કોઈ પણ સમયે એક લાજવાબ નાસ્તો બની જાય છે. તે ખૂબ પૌષ્ટિક હોય છે. તેનાથી તમને મોડે સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે.
કોબીના પરોઠા
કોબીના મસાલાથી થોડા સારા પરોઠા બનાવી લો. એક સ્વાદિષ્ટ સ્વાદ માટે કોબી અને આદુ-લસણના મિશ્રણની સાથે કોબીના પરોઠા બનાવી શકો છો.
મોમોઝ
સ્ટીમિંગ અને સ્પાઇસી મોમોઝ આ ઋતુ સાથે પરફેક્ટ હોય છે. મસાલાના સારા સ્વાદ માટે આદુ-લસણની પેસ્ટ સાથે તૈયાર કરી શકો છો.
આલુ ટિક્કી ચાટ
આલુ ટિક્કી ચાટ ચોમાસા વગર અધૂરું મેનુ લાગે છે. આવી સ્થિતિમાં ગરમાગરમ ટિક્કીને આમલીની ચટણી સાથે પીરસો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team