ફેમસ ફિલ્મ મેકર અને ટીવી જગત ની કવિન એકતા કપૂરને કોઈ ઓળખાણ ની જરૂરત નથી. એકતા ખુબજ પ્રખ્યાત સ્ટાર છે. હંમેશા એકતા તેની ફિલ્મ અને સીરિયલના કારણે સુરખીઓમાં રહે છે. વર્તમાનમાં એકતાએ એક પુત્રને જન્મ આપી ફરી સુરખીઓમાં આવી ગઈ છે. એકતા એ ૨૭ જાન્યુઆરી એ પોતાના બાળકને જન્મ આપ્યો. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને જલ્દી ઘરે પાછી ફરશે.
એકતા કપૂર સેરોગેસી દ્વારા માં બની અને આ બાળકને જન્મ આપ્યો. એકતા કપૂરને બાળકોથી ખુબજ લગાવ છે. તે હંમેશા માં બનવા ની ઈચ્છા વ્યક્ત કરતી હતી અને આજે તે પુરી પણ થઇ ગઈ.
એકતાએ ઘણી બધી ફિલ્મ અને સિરિયલો નું નિર્દેશન કર્યું છે. ગત વર્ષ તેને એક ડિજિટલ પ્લેટફોર્મ અલ્ટ બાલાજી લોન્ચ કર્યું હતું.
એકતાએ ટીવી સિરિયલ બનાવીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એકતાએ ‘કસોટી ઝીંદગી કી, કહાની ઘર ઘર કી, કયુંકી સાસ ભી કભી બહુ થી…’ જેવી ઘણી સિરિયલો બનાવી છે. આ ઉપરાંત એકતાએ ‘એક વિલન અને વીરે દીવેડિંગ જેવી ઘણી ફિલ્મો પણ પ્રડયુસ કરી છે..
બોલીવુડમાં ઘણાએ સેરોગેસી દ્વારા બાળકને જન્મ આપ્યો છે. એકતાના ભાઈ તુષાર કપૂરે પણ સેઓગેસી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ લક્ષ્ય કપૂર છે. આ ઉપરાંત શાહરુખ ખાન નો નાનો દીકરો અબરામ ખાન પણ સેરોગેસી દ્વારાજ જન્મેલો છે. એકતાએ તેના પુત્રનું નામ રવિ કપૂર રાખ્યું છે.
43 વર્ષની એકતા કપૂરને ત્યાં પણ દીકરાનો જન્મ થયો છે. ડૉકટરનું કહેવું છે કે બાળક એકદમ હેલ્ધી છે અને આ ખુશીના સમાચાર કપૂર ફેમિલી તરફથી આપવામાં આવ્યા છે. જીતેન્દ્રકુમાર નાના બનતા ખુશીનો પાર નથી.
રિપોર્ટ્સના મતે એકતા કેટલીય વખત જાહેરમાં જણાવી ચૂકી છે કે તેઓ લગ્ન કરવા માંગતા નથી પરંતુ જ્યારે તુષારના દીકરાનો જન્મ થયો ત્યારે તેણે પણ માતા બનવાની ઇચ્છા વ્યકત કરી હતી. તેણે કહ્યું હતું કે તે જ્યારે જવાબદારી ઉઠાવવાલાયક બની જશે ત્યારે માતા બનવા માંગશે.
આપને જણાવી દઇએ કે તુષાર કપૂર સિવાય કરણ જૌહર પણ સરોગેસી દ્વારા જુડવા બાળકોનો પિતા બની ગયો છે. તુષારના પિતા બન્યા બાદથી જ એકતાના ઇન્સટાગ્રામ પર તેના ભત્રીજાની તસવીરોથી ભરેલું રહે છે. તેના પરથી ખબર પડે છે કે એકતાને પોતાનું બાળક કેટલું વ્હાલું છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર……
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI VINAY
ene kai parni ja ne….ane tamari sidebar ma ads nthi brabr dekhati…